પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

સારી કામગીરી

4/25/2024 4:52:11 PM

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- નવેમ્બર/૨૦૧૭

 

વણ શોધાયેલ ધરફોડ ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૪)

(૧)     એલ.સી.બી.રાજકોટ રૂરલે તા.૨૫/૧૧/૨૦૧૭ નાં રોજ લોધીકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મેટોડા જી.આઇ.ડી.સી.માં ગેઇટ નં.૧ ક્રાંતી ગેઇટ પાસે આવતા મજકુર (૧) દિપકભાઇ ઉર્ફે દિપકો હમીરભાઇ વાલજીભાઇ સેતાણીયા ચુવાળીયા કોળી ઉવ.૨૯ ધંધો. ડ્રાઇવીંગ રહે. રાજકોટ ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ બ્લોક નં.૪૮ રૂમ નં.૪૬૭ મુળ ગામ-વરડુસર તા.વાંકાનેર જી.મોરબી વાળો શંકાસ્પદ હાલતમા કાળા કલરનું ટી.વી. લઇ પસાર થતા મજકુરને રોકી ટી.વી.ની માલીકી બાબતે પૂછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને ટી.વી.ની માલીકીના આધાર કે બીલ માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમ પાસેથી મળી આવેલ ૪૦ ઇંચનું કાળા કલરનું સોની બ્રાવીયા કં૫નીનુ કલર ટી.વી. કિંમત રૂપીયા ૫૦૦૦/-નું તેણે કોઇ જગ્યાએથી ચોરી કે છળકપટથી મેળવેલની પુરેપુરી શકયતા હોય જેથી પંચો રૂબરૂ તા.૨૫/૧૧/૧૭ નાં ક.૧૯/૦૦ થી ક.૧૯/૩૦ વાગ્યા સુધીનું પંચનામું કરી શક પડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી. મુજબ  તા.૨૫/૧૧/૧૭ નાં ક.૧૯/૩૦ વાગ્યે અટક કરી લોધીકા પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૧/૧૭ તા.૨૫/૧૧/૧૭ થી કરાવેલ છે. અને મજકુર ઇસમની પૂછપરછ કરતા મજકુરે પોતાના કબ્જા માંથી મળી આવેલ ટી.વી.તથા બે ધાબળાની પોતે તથા દિવ્યેશ પ્રવિણભાઇ વાઘેલા રહે.રાજકોટ ઘંટેશ્વર વાળાએ મળી આશરે આઠેક મહિના પહેલા રાત્રીના સમયે લોધીકા તાલુકાના એન.આર.આઇ.પાર્ક માંથી છેવાડાના મકાન માંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. જે અંગે ખરાઇ કરતાં લોધીકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૨/૧૭ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ ગુનો નોંધાયેલ હોય. જે વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

 

(૨)     એલ.સી.બી.રાજકોટ રૂરલે તા.૨૫/૧૧/૧૭ નાં રોજ લોધીકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ  દરમ્યાન મેટોડા જી.આઇ.ડી.સી.માં ગેઇટ નં.૧ ક્રાંતી ગેઇટ પાસે આવતા મજકુર (૧) દિપકભાઇ ઉર્ફે દિપકો હમીરભાઇ વાલજીભાઇ સેતાણીયા ચુવાળીયા કોળી ઉવ.૨૯ ધંધો. ડ્રાઇવીંગ રહે.રાજકોટ ઘંટેશ્વર એસ.આર.પી.કેમ્પ બ્લોક નં.૪૮ રૂમ નં.૪૬૭ મુળ ગામ-વરડુસર તા.વાંકાનેર જી.મોરબી વાળો શંકાસ્પદ હાલતમા કાળા કલરનું ટી.વી. લઇ પસાર થતા મજકુરને રોકી ટી.વી.ની માલીકી બાબતે પૂછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને ટી.વી.ની માલીકીના આધાર કે બીલ માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમ પાસેથી મળી આવેલ ૪૦ ઇંચનું કાળા કલરનું સોની બ્રાવીયા કં૫નીનુ કલર ટી.વી.કિંમત રૂપીયા ૫૦૦૦/-નું તેણે કોઇ જગ્યાએથી ચોરી કે છળકપટથી મેળવેલની પુરેપુરી શકયતા હોય જેથી પંચો રૂબરૂ તા.૨૫/૧૧/૧૭ નાં ક.૧૯/૦૦ થી ક.૧૯/૩૦ વાગ્યા સુધીનું પંચનામું કરી શક પડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) ડી.મુજબ  તા.૨૫/૧૧/૧૭ નાં ક.૧૯/૩૦ વાગ્યે અટક કરી લોધીકા પો.સ્ટે.સ્ટે.ડા.એન્ટ્રી નં.૧૧/૧૭ તા.૨૫/૧૧/૧૭ થી કરાવેલ છે. અને મજકુર ઇસમની પૂછપરછ કરતા પોતે તથા દિવ્યેશ પ્રવિણભાઇ વાઘેલા રહે.રાજકોટ ઘંટેશ્વર તથા એક ભૈયો એમ ત્રણેય મળી આશરે પંદરેક મહિના પહેલા રાત્રીના સમયે લોધીકા તાલુકાના એન.આર.આઇ.પાર્ક માંથી છેવાડાના મકાન માંથી એક કાંડા ઘડીયાળ, કેમેરો, દાઢી કરવાનુ મશીન, તથા બીજી ઇમીટેશન જવેલરી તથા અન્ય ઇલેકટ્રીક વસ્તુઓની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. જે અંગે ખરાઇ કરતાં લોધીકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૬૫/૧૬ ઇ.પી.કો.કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ ગુનો નોંધાયેલ હોય. જે વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

(૩)    ફરીયાદી દીપેનભાઇ વિનોદભાઇ સોઢા જાતે લુવાણા ઉવ.૪પ ધંધો-ડોકટર રહે, અમદાવાદ ૧૪૦ સર્વોદય વિભાગ-૩ કે.કે.નગર ચાર રસ્તા ધાટલોડીયા અમદાવાદ-૬૧ વાળાના હરીપર (પાળ) ગામની સીમમાં એન.આર.આઇ પાર્કના બંગલા નં.ડી-૮૮ ની પાછળનો દરવાજો તથા દરવાજાની ગ્રીલ કોઇ અજાણ્યા ઇસમોએ તોડી બંગલામાં પ્રવેશી બંગલા માંથી સોની કંપનીનું ૪૦ ઇચનું એલ.ઇ.ડી. ટી.વી.કિ.રૂ.પ૦૦૦/- તથા બે બેડશીટ કિ.રૂ.પ૦૦૦/- મળી કૂલ કિ.રૂ.૧૦,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ જતા બનાવ તા.૦૭/૦૩/૨૦૧૭ થી તા.૩૧/૦૩/૨૦૧૭ ના બપોરના એક વાગ્યા દરમ્યાન કોઇપણ વખતે બનેલ છે. અને લોધીકા પો.સ્ટે.,ગુ.ર.ન.રર/૨૦૧૭ ઇ.પી.કો.ક. ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબ તા.૩૧/૦૩/ર૦૧૭ ના વણ શોધાયેલ જાહેર થયેલ હતો.આ વણ શોધાયેલ ગુનાની સ્થાનિક પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરી તપાસ દરમ્યાન આરોપી દિપક ઉર્ફે દિપકો હમીરભાઇ વાલજીભાઇ ચેતાણીયા ઉવ.ર૯ રહે,ધંટેશ્વર એસ.આર.પી.કેમ્પ બ્લોક નં.૪૮ રાજકોટ મુળ રહે,વાંકાનેર વાળાને ત.ક.અ.શ્રી જી.સી.જાડેજા એ.એસ.આઇ લોધીકા પો.સ્ટે.નાઓએ તા.ર૬/૧૧/ર૦૧૭ ક.૧ર-૧પ વાગ્યે ગુનાના કામે અટક કરી ગુનો શોધી કાઢેલ છે.

 

(૪)    ફરીયાદી ભાવિનભાઇ ધનશ્યામભાઇ પડીયા રહે,જુનાગઢ રોડ કેનાલ કાઠે ગોપી રેસીડન્સ ફલેટ નં.૪૦ર, જેતપુર વાળાના ઉધોગનગર મારૂતી ડાઇંગ નામના કારખાનામાં છાપરા ઉપરના પતરા કોઇ અજાણ્યા ઇસમોએ ખસેડી મારૂતી ડાઇંગ કારખાનામાં રાખેલ કેમરીક કાપડના ટાકા નંગ-ર૦ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા બનાવ તા.રર/૧૦/ર૦૧૭ ના સાંજના સાડા ચારેક વાગ્યે બનેલ છે અને જેતપુર સીટી પો.સ્ટે.,ગુ.ર.ન.૧ર૮/૧૭ ઇ.પી.કો.ક.૪પ૪,૪પ૭,૩૮૦ મુજબ તા.ર૮/૧૦/ર૦૧૭ ક.૧૬-૩૦ વાગ્યે વણ શોધાયેલ જાહેર થયેલ હતો. સ્થાનિક પોલીસે આ ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી આરોપી અંગે બાતમીરાહે હકીકત મેળવી આ કામે આરોપી રવી જીવરાજભાઇ રાઠોડ ઉવ.રર રહે,નવાગઢ વીવેકાનંદ સોસાયટી,જેતપુર વાળાને આ કામના ત.ક.અ.શ્રી સી.એસ.વાછાણી પો.સબ ઇન્સ. જેતપુર સીટી પો.સ્ટે.નાઓએ ગુન્હાના કામે તા.૧પ/૧૧/ર૦૧૭ ક.૧૮-૦૦ વાગ્યે અટક કરી ચોરીમાં ગયેલ કાપડના ટાકા નંગ-ર૦ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરી ગુનો શોધી કાઢેલ છે.        

 

ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૨)

()       તા.૧૬/૧૧/૨૦૧૭ નાં રોજ ગોંડલ આશાપુરા ચોકડી ખાતે આગામી વિધાનસભા ચુંટણી અનુસંધાને વાહન ચેકીંગની કામગીરીમાં હતાં. દરમ્યાન ૧. ધર્મેશ ઉર્ફે ધમો સન/ઓફ રાજેશભાઇ પોપટભાઇ તલસાણીયા કોળી ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે કોઠારીયા સોલ્વન્ટ દિનદયાલ નગરનાં બ્લોક નંબર-૧૦ કર્વાટર નંબર-૧૦૮ તથા ૨. મોહીન ઉર્ફે જાવેદ સન/ઓફ મહમદભાઇ ઉર્ફે હનીફભાઇ સુલતાનભાઇ ભાયાણી મીર (મુસ્લીમ) ઉ.વ.૨૨ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ રાજકોટ દૂધસાગર રોડ શાકમાર્કેટ પાસે ત્રણ માળીયા કર્વાટર નંબર-૯ રાજાબાબુ સંધીનાં કર્વાટરમાં ભાડેથી મૂળ રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે કોઠારીયા સોલ્વન્ટ દિનદયાલ નગરનાં બ્લોક નંબર-૧૮ કર્વાટર નંબર-૧૮૧ મૂળ ગામ પાળીયાદ અમરાબાપુની જગ્યાની આગળ તા.જી. બોટાદ વાળાઓ કાળા કલરનું હોન્ડા સાઇન મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-03-CQ-4449, એન્જીન નંબર JC36E73385815, તથા ચેસીસ નંબર ME4JC36KDE7423148 વાળુ લઇને પસાર થતા તેઓને રોકી વાહનની માલીકી બાબતે પૂછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને મોટર સાયકલના રજીસ્ટ્રેશનના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમો પાસેથી મળી આવેલ મોટર સાયકલ કિંમત રૂપીયા ૩૦,૦૦૦/-નું તેઓએ કોઇ જગ્યાએથી ચોરી કે છળકપટથી મેળવેલની પુરેપુરી શકયતા હોય જેથી પંચો રૂબરૂ તા.૧૬/૧૧/૨૦૧૭ નાં કલાક ૨૦/૪૫ થી કલાક ૨૧/૩૦ વાગ્યા સુધીનું પંચનામું કરી શકપડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી મજકુર બન્ને ઇસમોની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી.મુજબ તા.૧૬/૧૧/૧૭ નાં કલાક ૨૧/૩૦ વાગ્યે અટક કરી ગોંડલ સીટી.પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૨૨/૧૭ તા.૧૬/૧૧/૧૭ થી કરાવેલ છે. અને મજકુર ઇસમોની પૂછપરછ કરતા તેઓએ આશરે સાડા આઠેક મહીના પહેલા પોતાના અન્ય સાગરીતો સાથે મળી રાત્રીનાં સમયે ગોંડલ ખોડિયાર હોટલ પાસેથી એક ટાટા કંપનીની ૧૦ વ્હીલ વાળી ટ્રકની ચોરી કરેલ છે. જે અંગે ખરાઇ કરતાં ગોંડલ સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૮/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધાયેલ હોય જે વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

()       તા.૧૬/૧૧/૧૭ નાં રોજ ગોંડલ આશાપુરા ચોકડી ખાતે આગામી વિધાનસભા ચુંટણી અનુસંધાને વાહન ચેકીંગની કામગીરીમાં હતાં. દરમ્યાન ૧. ધર્મેશ ઉર્ફે ધમો સન/ઓફ રાજેશભાઇ પોપટભાઇ તલસાણીયા કોળી ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે કોઠારીયા સોલ્વન્ટ દિનદયાલ નગરનાં બ્લોક નંબર-૧૦ કર્વાટર નંબર-૧૦૮ તથા ૨. મોહીન ઉર્ફે જાવેદ સન/ઓફ મહમદભાઇ ઉર્ફે હનીફભાઇ સુલતાનભાઇ ભાયાણી મીર (મુસ્લીમ) ઉ.વ.૨૨ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ રાજકોટ દૂધસાગર રોડ શાક માર્કેટ પાસે ત્રણ માળીયા કર્વાટર નંબર-૯ રાજાબાબુ સંધીનાં કર્વાટરમાં ભાડેથી મૂળ રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે કોઠારીયા સોલ્વન્ટ દિનદયાલ નગરનાં બ્લોક નંબર-૧૮ કર્વાટર નંબર-૧૮૧ મૂળ ગામ પાળીયાદ અમરાબાપુની જગ્યાની આગળ તા.જી. બોટાદ વાળાઓ કાળા કલરનું હોન્ડા સાઇન મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-03-CQ-4449, એન્જીન નંબર JC36E73385815, તથા ચેસીસ નંબર ME4JC36KDE7423148 વાળુ લઇને પસાર થતા તેઓને રોકી વાહનની માલીકી બાબતે પૂછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને મોટર સાયકલના રજીસ્ટ્રેશનના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમો પાસેથી મળી આવેલ મોટર સાયકલ કિંમત રૂપીયા ૩૦,૦૦૦/-નું તેઓએ કોઇ જગ્યાએથી ચોરી કે છળકપટથી મેળવેલની પુરેપુરી શકયતા હોય જેથી પંચો રૂબરૂ તા.૧૬/૧૧/૧૭ નાં ક.૨૦/૪૫ થી કલાક ૨૧/૩૦ વાગ્યા સુધીનું પંચનામું કરી શક પડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી મજકુર બન્ને ઇસમોની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી. મુજબ  તા.૧૬/૧૧/૧૭ નાં ક.૨૧/૩૦ વાગ્યે અટક કરી ગોંડલ સીટી.પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી.નં.૨૨/૧૭ તા.૧૬/૧૧/૧૭ થી કરાવેલ છે. અને મજકુર ઇસમોની પૂછપરછ કરતા નં.(૨) નાએ પોતાના કબ્જા માંથી મળી આવેલ મોટર સાયકલ પોતે છએક મહીના પહેલા રાત્રીના સમયે રાજકોટ જામનગર રોડ પરાપીપળીયાનાં પાટીયા પાસે આવેલ સોસાયટી માંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. જે અંગે ખરાઇ કરતાં રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૫૪/૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધાયેલ હોય. જે વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

 

--------------------