પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/6/2025 12:09:37 PM

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસએ કરેલ સારી કામગીરીની વિગત

 તા.૭/૦૪/૨૦૧૪ થી તા.૧૩/૪/૨૦૧૪  

 

ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપી પકડી પાડયાંઃ-

(૧)     કોટડાસાંગાણી પો.સ્‍ટે.ગુ.ર.નં.૯૮/૨૦૧૧ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ વિગેરે મુજબનો ગુનો તા.૨૭/૯/૨૦૧૧ ના કલાક ૨૩/૦૦ થી ૨૮/૯/૨૦૧૧ કલાક ૭/૦૦ દરમ્‍યાન કોટડાસાંગાણી તાબેનાં તાડોઇ ગામે બનેલ હતો અને તા.૪/૧૦/૨૦૧૧ કલાક ૧૮/૧૫ વાગે જાહેર થયેલ આ ગુનાનાં ફરિયાદી દેવુબેન વા/ઓફ ધીરૂભાઇ સાપરા કોળી રહે.ભાડોઇવાળાની સગીર વયની દિકરી નામે વસંતબેન ઉવ.સાડા સતરવાળીને આ કામનો આરોપી વિપુલ ધીરૂભાઇ ગોહેલ ઉવ.૨૩ વાળો લગ્‍ન કરવાની લાલચ આપી તેણીનું અપહરણ કરી નાસી જઇ ગુનો કરેલ આ ગુનો કર્યાબાદ મજકુર આરોપી ઘણા લાંબા સમયથી નાસતો ફરતો હતો જે આરોપી બાબતે  ઉડાંણપૂર્વક તપાસ કરાવતા અત્રેની  એસ.ઓ.જી. રાજકોટ રૂરલને  ઘણા લાંબા સમયથી નાસતો ફરતો આ આરોપી વિપુલ ધીરૂભાઇ ગોહેલ ઉવ.૨૩ રહે.બેલડાવાળા ને તા.૧૧/૪/૨૦૧૪ કલાક ૨૩/૧૫ વાગે પકડી પાડી તેના વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(ર)     ગોંડલસીટી પો.સ્‍ટે.ગુ.ર.નં.૫૩૭૭/૧૩ એન.ડી.પી.એસ.એકટ-૨૭ મુજબનાં ગુનાનો આરોપી સુરેશ જેન્‍તીભાઇ કોળી ઉવ.૩૫ રહે.ગોંડલ સૈનિક સોસાયટીવાળો ગુનો કર્યા બાદ ધણા લાંબા સમયથી નાસતો ફરતો હોય જે આરોપીને અત્રેની એલ.સી.બી.રાજકોટ રૂરલએ ઉડાંણપૂર્વક તપાસ કરી આ નાસતા ફરતા આરોપી સુરેશ જેન્‍તીભાઇ કોળી રહે.ગોંડલવાળા ને તા.૧૦/૪/૨૦૧૪નાં રોજ ગોંડલ મુકામે રાતાનાલા પાસેથી પકડી પાડી તેનાં વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

જુગારધારાનો શોધેલ કવોલીટી કેસઃ-

 

(૧)    તા.૧૧/૪/૨૦૧૪નાં રોજ રાજકોટ રૂરલ એલ.સી.બી.નાં પો.ઇન્‍સ.શ્રી વી.જે.રાઠોડ તથા સ્‍ટાફ એ ભાયાવદર પો.સ્‍ટે. તાબેનાં જાર ગામની સીમમાં આવેલ જીમખાનામાં જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા/રમાંડતાં કુલ-૮ ઇસમોને રોકડ રૂ.૧,૮૭,૩૦૦/- તથા મોબાઇલ ફોન,વાહનો-જુગારનાં સાધનો વિગેરે મળી કુલ-૧૨,૬૪,૫૮૦/- મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્‍ધ ભાયાવદર પો.સ્‍ટે.ગુ.ર.નં.૩૦૩૧/૧૪ જુગારધારા કલમ-૪-૫ મુજબનો ગુનો તા.૧૧/૪/૨૦૧૪ના કલાક ૨૧/૧૫ વાગે દાખલ કરી તમામ આરોપી વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.