રાજકોટ રૂરલ જીલ્લા પોલીસએ કરેલ સારી કામગીરીની વિગત
તા.૧૬/૦૬/૨૦૧૪ થી તા.૨૨/૬/૨૦૧૪
જનુની માથાભારે આરોપીને પકડીપાડયો
તારીખ-૧૨/૫/૧૪ ના રોજ ગોંડલ સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૭/૨૦૧૨ ઇ.પી.કો.ક.૩૯૮, ૧૧૪ તથા લોધીકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૬/૨૦૧૨ ઇ.પી.કો.ક.૩૯૨, ૩૪ આર્મ્સ એકટ કલમ-૨૫(૧)એ તથા સુરેન્દ્રનગર જીલ્લાના થાન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૩/૨૦૧૨ ઇ.પી.કો.ક.૩૦૨ વિગેરે (૧૧) ગુનાના કાચા કામનો આરોપી દિનેશ રામજનમ શુકલા, રહે. રાજકોટવાળો ગોંડલ સબ જેલમાં હતો. તેની કોર્ટ મુદત થાનગઢ પો.સ્ટે.ના ગુ.ર.નં.૦૩/૨૦૧૨ ઇ.પી.કો.ક.૩૦૨ વિ.ના કામે લીંબડી, એડી.સેશન્સ કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ હતો દરમ્યાન ઓનેસ્ટ હોટલ પરથી તેના મીત્ર આરોપી મનીષ મગન સીરોયા ની મદદલઇ મોટર સાયકલ ઉપર બેસી નાશી ગયેલ હતો.
ઉપરોકત બનાવ અનુશંધાને જીલ્લા પોલીસ વડા શ્રી વિશાલ કુમાર વાધેલા નાઓએ અલગ - અલગ દિશામાં ટીમોને કાર્યરત કરેલ હતી જે અન્વયે સદર આરોપીઓ કોઇ મોટો ગુન્હો કરવા માટે રાજકોટ જીલ્લા વિસ્તારમાં આવનાર ની હકીકત એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી વી.જે.રાઠોડ તથા એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી આર.ડી.દેશાઇ નાઓને મળતા એલ.સી.બી., એસ.ઓ.જી., કયુ.આર.ટી., તથા સ્થાનીક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી રાત્રીના લોધીકા વિસ્તારમાં આવેલ પારડી ગામની સીમમાં કોમ્બીંગ કરેલ જે દરમ્યાન વહેલી સવારના સીમમા આવેલ એક અવાવરુ મકાન માં સંતાયેલ હોવાની ચોકકસ હકીકત મળતા તમામ ટીમો દ્રારા સંયુકત ઓપરેશન હાથ ધરી સદર મકાનને કોર્ડન કરતા આરોપી દ્રારા સદર મકાનનો દરવાજો તોડવા તથા પોલીસ ને ડરાવી ભાગી જવા માટે પોતાની પાસે રહેલ દેશી બનાવટની રીવોલ્વર માંથી બે-રાઉન્ડ ફાયરીંગ કરી ભાગી જવાનો પ્રયાસ કરેલ દરમ્યાન પોલીસ ટીમો દ્રારા સદર બંન્ને અરોપીઓને પકડી પાડી તેઓની પાસેથી એક રીવોલ્વર કિ.રૂ.૨૦,૦૦૦ તથા ૪-કાર્ટીસ કિ.રૂ.૧,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને લોધીકા પો.સ્ટે. સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.