પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

સાફલ્યગાથા

4/19/2024 6:13:38 AM

                                                                                                                              

 

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

 તા.૨૮//૨૦૧૪ થી તા.//૨૦૧૪

નારકોટીકસ ડ્રગ્‍સનો ગણનાપાત્ર કેશ શોધી કાઢયો

                તા.૨૯/૦૭/૨૦૧૪ ના રોજ રાજકોટ રૂરલ એલ.સી.બી.એ બાતમીરાહે હકિકત મેળવી કોટડા સાંગાણી પો.સ્‍ટે. વિસ્‍તારના શાપર-વેરાવળમાં રાજુ એન્‍જીનિયરીંગ પાછળ રહેતા પ્રોહી. બુટલેગર નરેન્‍દ્રસિંહ ઉર્ફે મહેન્‍દ્રસિંહ ઉર્ફે ઘોની શીવમંગલસિંહ ચૌહાણ, ઠાકુર, ઉ.વ.૪૩ વાળાને ત્‍યાં રેઇડ કરતા મજકુર તથા તેના ધર્મપત્‍નિ નીલમદેવી વા.ઓ. નરેન્‍દ્રસિંહ ઉર્ફે મહેન્‍દ્રસિંહ ઉર્ફે ઘોની શીવમંગલસિંહ ચૌહાણ, ઠાકુર, ઉ.વ.૩૧, રહે. મુળ- ઇન્‍નીખેડા, તા. ભોગાવ, પો.સ્‍ટે. વિચ્‍છા, રાજ્ય-ઉત્‍તરપ્રદેશ વાળા એમ બન્‍ને ઇસમો પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેર કાયદેસર રીતે ગાંજાનું વેંચાણ કરતા વેંચાણ કરવા માટેની નાની પડીકી નંગ-૦૬ તથા મોટા પાર્સલ નંગ-૪ વજન ૮.૨૩૦ કિલોગ્રામ કિ.રૂ.૪૯,૩૮૦/- તથા ગાંજા વેંચાણની રોકડ રકમ રૂ. ૩,૦૫,૯૨૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૫૬,૩૦૦/-સાથે પકડી પાડી કોટડા સાંગાણી પો.સ્‍ટે. ગુ.ર.નં. ૫૧૨૯/૨૦૧૪ એન.ડી.પી.એસ.એકટ૧૯૮૫ ની કલમ-૨૦(બી)(૧), ૨૨, ૨૯ મુજબનો ગુન્‍હો દાખલ કરાવેલ છે.

 

જુગારનો શોધી કાઢેલ ગણનાપાત્ર કેસ

        રાજકોટ રૂરલ એલ.સી.બી.ને મળેલ બાતમી હકિકત આધારે ભાદાભાઇ ઉર્ફે હરદાસ ભાઇ અરજણભાઇ ચંદ્રવાડીયા રહેવાસી ઉપલેટા વાળો પોતાના કબ્જા ભોગવટાની પાટણવાવ રોડ પર ભાદર કાઠે આવેલ વાડીના મકાનમાં બહારના માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી સગવડતા કરી આપતા પોતે તથા સંજય ચાવડા પોતાના અંગત ફાયદા સારુ નાલ ઉઘરાવી પૈસા પાના વતી તીનપતિનો રોન પોલીસનો હારજીતનો નસીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જેથી આ બાતમીવાળી જગ્‍યાએ એલ.સી.બી.શાખાના પો.સ.ઇ.શ્રી આર.ડી.વાઢેર તથા સ્‍ટાફ હકિકત વાળી જગ્‍યાએ રેઇડ કરતાં (૧) હરદાસભાઇ ઉર્ફ ભાદાભાઇ અરજણભાઇ ચંદ્રવાડીયા ઉ.વ.૫૪ રહે. ઉપલેટા,યાદવ રોડ (૨) રાજેશ ઉર્ફ રાજુ ગોવિંદ ભાઇ  ચંદ્રાવાડીયા ઉ..વ.૪ રહે ઉપલેટા, જીરાપા પ્લોટ (૩) અમરશી સામતભાઇ નંદાણીયા ઉ.વ.૩૦ રે.જામનગર (૪) રણજીત ખીમાભાઇ ચાવડા ઉવ.૨૮ રે. જામનગર (૬) કાળીબેન માલદેભાઇ કરંગીયા ઉ.વ.૪૦ રે.જામનગર (૭) જસુબેન રસીકભાઇ વેકરીયા ઉ.વ.૩૮ રે.ગોંડલ (૮) સુશીલાબેન પરસોતમભાઇ ગોધાણી  ઉવ. ૬૦  રે.ઉપલેટા (૯) સરોજબેન મનુભાઇ મહેતા ઉવ. ૪૫ રે.રાજકોટ (૧૦) નયનાબેન રજનીકાંત કારીયા ઉવ. ૫૫ રે. રાજકોટ  (૧૧) કિશનભાઇ દોલતભાઇ વાછાણી ઉવ.૫૦ રે.રાજકોટ (૧૨) રમેશભાઇ કાનાભાઇ  રાઠોડ ઉ.વ.૫૪ (૧૩) નયન વાણંદ (૧૪) સંજય હીરાભાઇ ચાવડા રે.ઉપલેટા (૧૫) ટમુબેન મેર રે.પોરબંદર વાળાઓ પાસે થી કુલ રૂ.,૨૯,૦૦/- તથા વાહનો મળી કુલ રૂ.૧૩,૫૪,૫૦૦/- નો કબજે કરી આરોપીઓ વિરૂધ્‍ધમાં શ્રી સરકાર તરફે આર.ડી.વાઢેર,પો.સ.ઇ.,એલ.સી.બી.,રાજકોટ ગ્રામ્‍યએ ફરીયાદી બની ઉપલેટા પો.સ્‍ટે. સે.ગુ..નં. ૩૦૬૭/૧૪ જુગારધારા ક.૪,૫ મુજબ ગુનો તા.૨૪/૭/૨૦૧૪ કલાક ૮/૩૦ વાગ્‍યે દાખલ કરાવેલ છે