રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત
તા.૨૨/૦૯/૨૦૧૪ થી તા.૨૮/૯/૨૦૧૪
જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢયા
તા.ર૪/૯/ર૦૧૪ ના રોજ શ્રી આર.એસ.ઝાલા રીડર પો.સબ ઇન્સ. જેતપુર ડીવીઝનનાઓએ જેતપુર શહેરમાં આવેલ સુદામાનગર કેનાલ કાઠે જુગાર અંગે રેઇડ કરી આરોપી નં.(૧) મનોજ ભીખુભાઇ ગોહેલ કોળી ઉવ.૩પ રહે4ભોજાધાર મહાકાળી ગરબીચોક4 જેતપુર (ર) કિશોર વલ્લભભાઇ બુટાણી ઉવ.૩પ રહે,બોરડી સમઢીયાળા તા.જેતપુર (૩) પ્રવિણભાઇ હંસરાજભાઇ ટીલવા પટેલ ઉવ.૪૮ રહે,એમ.જી.રોડ,જેતપુર (૪) હિતેષ ચીનાભાઇ ચૌહાણ ખાંટ ઉવ.ર૭ રહે,બોરડી સમઢીયાળા તા.જેતપુર (પ) રમેશ બચુભાઇ બુટાણી પટેલ ઉવ.૩૦ રહે,બોરડી સમઢીયાળા તા.જેતપુર વાળાઓ સુરેશભાઇ મુળજીભાઇ આંબલીયાના શ્રીજી કૃપા હિરાના કારખાનામાં તેઓની ગેરહાજરીમાં આરોપી નં.(૧) નાઓ આરોપી નં.(ર) થી (પ) ને ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી ગંજીપત્તાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો જુગાર રમી રમાડતા પોતાના ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવતા રોકડ રૂપીયા ૧૦4પ૯૦/- તથા ગંજીપત્તાના પાના સાથે તા.ર૪/૯/૧૪ ક.૧૮-૦૦ વાગ્યે મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ જેતપુર સીટી પો.સ્ટે.,ગુ.ર.ન.૩૧૯પ/૧૪ જુગારધારા કલમ- ૪4પ મુજબ તા.ર૪/૯/૧૪ ક.ર૦-૧પ વાગ્યે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
(ર) તા.ર૭/૯/૧૪ ના રોજ એલ.સી.બી.શાખાએ જસદણ ટાઉનમાં આવેલ ટાવર ચોકની સામે નાગરિક બેન્ક પાસે જુગાર અંગે રેઇડ કરી આરોપી નં.(૧) મનસુખ શામજીભાઇ કોળી ઉવ.૪૮ રહે,ખાનપર તા.બાબરા જી.અમરેલી (ર) જયવંતભાઇ અમરાભાઇ પટગીર ઉવ.પ૩ રહે,જસદણ (૩) અર્જુન બાવકુભાઇ મેણીયા રહે,જસદણ વાળાઓ પૈકી આરોપી નં.(૧) તથા (ર) આરોપી નં.(૩) વતી જાહેરમાં આવતા-જતા માણસો સાથે પૈસાની લેતી-દેતી કરી વર્લી મટકાનો હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રૂ.૧૧4રપ૦/- તથા વર્લી મટકાના આંકડા લખેલ સ્લીપ-ર તેમજ બોલપેન-ર તેમજ મોબાઇલ ફોન-ર કિ.રૂ.૧૦૦૦/- સાથે આરોપી નં.(૧) તથા (ર) નાઓ તા.ર૭/૯/૧૪ ના કલાક ૧૭-પ૦ વાગ્યે મળી આવતા આરોપી વિરૂધ્ધ જસદણ પો.સ્ટે.,ગુ.ર.ન.૩૧૧૩/૧૪ જુગારધારા કલમ- ૧ર(અ) મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાવેલ છે.