રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત
તા.૨૭/૧૦/૨૦૧૪ થી તા.૨/૧૧/૨૦૧૪
લુટનો ગુનો શોધી કાઢયો
ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.ન.૩૦/૧૪ ઇ.પી.કો.ક.૩૯૪,૩પ૬,૩ર૩,પ૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ-૧૩પ મુજબનો ગુનો તા.રપ/ર/૧૪ ના રોજ દોઢેક વાગ્યાના સુમારે જામવાડી પેટ્રોલપંપ સામે જી.આઇ.ડી.સી.એરીયા ગોંડલ મુકામે બનેલ છે અને તા.રપ/ર/૧૪ ના કલાક ૪-૦૦ વાગ્યે દાખલ કરવામાં આવેલ છે. આ કામના ફરીયાદી રામસરીબેન ઉર્ફે સુમીબેન વા/ઓ.રાજશીભાઇ માંડણભાઇ ચારણ રહે,ગધાપર મફતીયાપરા કનૈયા રેસ્ટોરન્ટ પાછળ જામવાડી વાળાના ધરે ચાર બુકાની બાંધેલ ગુજરાતી ભાષા બોલતા અજાણ્યા ઇસમોએ આવી ધરનો દરવાજો ખોલી સાહેદ રાજશીભાઇને માથામાં પાવડાથી ઇજા કરી તથા લાકડીથી માર મારી ફરીયાદીએ પહેરેલ સોના-ચાંદીના દાગીના મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કૂલ રૂ.૮૧,૬૦૦/- ની લુટ કરી મારી નાખવાની ધમકી આપી નાસી જઇ ગુનો કરેલ હતો. આ ગુનો વણ શોધાયેલ રહેલ હોય જેથી આ ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરાવતા આ કામે હકીકત મેળવી આ ગુનામાં સંડોવાયેલ આરોપી (૧) ગુડીયો કલમસીંગ અજમાર ઉવ.રપ રહે,મુળ બઇડા ભીલાલા ફળી તા.જોબટ થાના ઉદયગઢ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળાને તા.ર૯/૧૦/૧૪ ના રોજ અટક કરી ગુનો શોધી કાઢેલ છે.
---------------------