રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત
તા.૩/૧૧/૨૦૧૪ થી તા.૯/૧૧/૨૦૧૪
લુટ તથા ધરફોડ ચોરીના ગુના શોધી કાઢયા
જીલ્લામાં હાઇ-વે રોડ ઉપર આદીવાસી જેવા તેમજ હિન્દી-ગુજરાતી ભાષા બોલતા અજાણ્યા આરોપીઓ દ્રારા લુંટના બનાવો બનતા અટકાવવા જિલ્લાના તમામ અધિકારીઓને પોત-પોતાના વિસ્તારોમાં આવતા હાઇ-વે રોડ પર પેટ્રોલીંગ સઘન બનાવેલ અને પો.સ્ટે. વિસ્તારોમા મજુરીએ રાખેલ બહારના આદીવાસીઓના પુરા નામ-સરનામા મેળવી તેઓના મુળ-વતનમાં તેઓની કોઇ ગુનાકીય પ્રવૃતીમાં સંડોવણી છે કે કેમ ? તે અંગેની તપાસવાની કામગીરી શરુ કરવામાં આવેલ હતી.
જે અનુસંધાને રાજકોટ રૂરલ એલ.સી.બી.તથા એસ.ઓ.જી.શાખાની ટીમો એ બાતમીદારોથી હકીકત મેળવી આરોપી (૧) ગુડ્ડુ ઉર્ફે ગુડીયો સ/ઓ. કલમસીંગ અજનાર, જાતે- આદિવાસી ભીલ, ઉ.વ.૨૫, મુળરહે. બઇડા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્ય પ્રદેશ) હાલ રહે.- નેસડા, તા.ટંકારા, અંબારામભાઇની વાડી વાળાએ ગોંડલ જામવાડી ખાતે રામસરીબેન ચારણને ત્યાં રાત્રીના દોઢેક વાગ્યે મકાને આવી તેણીને તથા તેના પતિને માર મારી માથામાં ગંભીર ઇજા કરી લુંટ કરેલાની કબુલાત આપતા મજકુરને ગોંડલ સીટી પો. સ્ટે.ગુ.ર.નં.૩૦/૧૪ આઇ.પી.સી.-૩૯૪, ૩૫૬, ૪૫૨, વિગેરેના કામે અટક કરી તેના રીમાન્ડ મેળવી મજકુરની પુછપરછ કરતા મજકુરે તેના અન્ય સહ આરોપીઓ સાથે મળી અગાઉ પણ ઘણી ધાડ-લુંટ-ઘરફોડ ચોરીઓ કરેલાની કબુલાત આપતા તેના સહ આરોપીઓ એમ.પી.ખાતે હોવાનુ જણાવતા એમ.પી. ખાતે એલ.સી.બી.,એસ.ઓ.જી.ની ટીમ દ્રારા તપાસ કરાવતા મજકુરના સહ આરોપીઓ (ર) પાનસીંગ રામચંદ મોહનીયા (૩) રાજુ પાતલીયા અજનાર રે. બંને ગામ-અરંડીયા ફલી, પો.સ્ટે. ઉદયગઢ તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી.) વાળાઓ એમ.પી. રાજ્યના રાણપુર પો.સ્ટે.ગુ.ર.નં.૨૭૩/૧૪ આઇ.પી.સી.૩૮૨ ના કામે જેલમાં હોય જેલમાંથી આરોપીઓનો કબ્જો મેળવવાની કાર્યવાહી કરી આરોપીઓનો કબ્જો મેળવેલ. તેમજ રીમાન્ડ પરના આરોપીની પુછપરછમાં તેમના સહ આરોપીઓ તેના સગાવ્હાલા (૪) નોંઘરૂ એસ.ઓ. કલમસીંગ રાજીયા અજનાર, રહે. ગામ-બઇડા, ભીલાલા ફળીયા, થાણા- ઉદયગઢ, તા.-જોબટ, જી.-અલીરાજપુર, (૫) પારસીંગ એસ.ઓ. જેતુ મીઠુ અજનાર રહે. ગામ-બઇડા, ખુડા ધપાળા ફળીયા, થાણા- ઉદયગઢ, તા.-જોબટ, જી.-અલીરાજપુર તથા (૬) મહોબત એસ.ઓ. ભવરસીંગ ડાવર, રહે. ગામ-બઇડા, માતા ફળીયા, થાણા- ઉદયગઢ, તા.-જોબટ, જી.-અલીરાજપુર (૭) સહોબત એસ.ઓ. ભવરસીંગ ડાવર, રહે. ગામ-બઇડા, માતા ફળીયા, થાણા- ઉદયગઢ, તા.-જોબટ, જી.-અલીરાજપુર (૮) ગુ્ડીયાનો બનેવી વેસ્તા સાથે મળી નીચેની વિગતેની ધાડ - લૂટ તથા ચોરીઓ કરેલાની કબુલાત આપેલ છે. આમ મધ્યપ્રદેશ રાજયની ગેંગનો પર્દાફાશ થયેલ છે.
પકડાયેલ આરોપીઓથી નીચે મુજબના લુંટ-ધાડ-ઘરફોડ ચોરીના ગુન્હાઓ શોધાયેલ છે.
(૧) આજથી લગભગ આઠેક મહીના પહેલા (૧) ગુડીયો (ર) નોંઘરૂ (૩) પારસીંગ (૪) મહોબત (૫) પાનસીંગએ ગોંડલ તાલુકાના ડૈયા ગામે નિવૃત પી.એસ.આઇ. શ્રી ઘનશ્યામસિંહ ચુડાસમાની વાડીમાં બાઇને મારીને સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની મળી કુલ રૂ. ૧૦,૫૦૦/- ની લુંટ કરતા ગોંડલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૨૬/૧૪ આઇ.પી.સી. ૩૯૪ વિ. મુજબનો ગુનો દાખલ થયેલ છે.
(૨) આજથી આઠેક મહીના પહેલા એટલેકે ઉપરના બનાવના પંદરેક દિવસ પછી (૧) ગુડીયો (ર) નોંઘરૂ (૩) પારસીંગ (૪) મહોબત (૫) પાનસીંગ (૬) રાજુ પાતલીયાએ ગોંડલમાં જામવાળી જી.આઇ.ડી.સી. પાસે મકાનમાં ચારણ ભાઇ હતો તેને માથામાં મારી તથા તેની પત્નિને પણ મારી સોના ચાંદીના દાગીના તથા મોબાઇલની મળી કુલ રૂ.૮૧,૬૦૦/- ની લુંટ થયેલ જે અન્વયે ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૩૦/૧૪ આઇ.પી.સી.૩૯૪ વિ. મુજબનો ગુનો દાખલ થયેલ છે.
(૩) આજથી છએક મહીના પહેલા (૧) નોંઘરૂ (૨) પારસીંગ (૩) મહોબત (૪) પાનસીંગ (૫)રાજુ પાતલીયાએ ગોંડલમાં જામવાળી સીમ પાસે આવેલ કોલેજ નજીક એક ઓરડી બહાર ભાઇ હતો તેને પકડી ઓરડી ખોલાવી ઓરડીમાં સુતેલ બાઇ પાસેથી સોના ચાંદીના દાગીના તથા મોબાઇલની મળી કુલ રૂ. ૧૧,૬૦૦/- ની લુંટ કરેલ છે જે અન્વયે ગોંડલ તાલુકા પો.સ્ટે.ગુ.ર.નં.૫૧/૧૪ આઇ.પી.સી.૩૯૨ વિ. મુજબનો ગુનો દાખલ થયેલ છે.
(૪) આજથી લગભગ દોઢેક વર્ષ પહેલા (૧) ગુડીયો (ર) નોંઘરૂ (૩) પારસીંગ (૪) મહોબત (૫) પાનસીંગ (૬) રાજુ પાતલીયાએ ઘુનડા ગામે આવેલ ઇંટુના ભઠ્ઠામા કામ કરતા મજુરોની ઓરડીમાં સુતેલા લોકોને માર મારી મોબાઇલ ફોન- ફોનબેટરી તથા રોકડા રૂપીયા મળી કુલ રૂ.૨૭,૪૦૦/- ની લુંટ કરેલ છે. જે અન્વયે ટંકારા પો.સ્ટે.ગુ.ર.નં.૪૦/૧૪ આઇ.પી.સી. વિ. મુજબનો ગુનો દાખલ થયેલ છે.
(૫) ગયા પાંચમાં મહીનામાં (૧) નોંઘરૂ (૨) પારસીંગ (૩) મહોબત (૪) પાનસીંગ (૫)રાજુ પાતલીયાએ ટંકારાના ઉમીયાનગર પટેલના મકાનમાંથી રોકડા રૂપીયા તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧૩,૮૦,૦૦૦/- ની ઘરફોડ ચોરી કરેલ છે જે અન્વયે ટંકારા પો.સ્ટે.ગુ.ર.નં.૪૭/૧૪ આઇ.પી.સી. ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધાયેલ છે.
(૬) ગયા સાતમાં મહીનામાં (૧) નોંઘરૂ (૨) પારસીંગ (૩) મહોબત (૪) પાનસીંગ (૫) રાજુ પાતલીયા (૬) ગુડીયો એ ટંકારાના ઓટાળાના ગામે એક મકાનમાં લોકોને મારી મોબાઇલ ફોન નંગ-૩ કિ. રૂ. ૭,૦૦૦/- ની લુંટ કરેલ છે જે અન્વયે ટંકારા પો.સ્ટે..ગુ.ર.નં.૬૬/૧૪ આઇ.પી.સી. મુજબ ગુનો નોંધાયેલ છે.
(૭) ગયા આઠમાં મહીનામાં (આજથી બેક મહીના પહેલા) (૧) નોંઘરૂ (૨) પારસીંગ (૩) મહોબત (૪) સોબત (૫) વેસ્તાએ ટંકારાના નેકનામ ગામે એક મકાનમાં ચોરી કરી રોકડા રૂપીયા તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૮૦,૦૦૦/- ની ઘરફોડ ચોરી કરેલ છે જે અન્વયે ટંકારા પો.સ્ટે.ગુ.ર.નં.૮૧/૧૪ આઇ.પી.સી. મુજબ ગુનો નોંધાયેલ છે.
આમ ઉપર મુજબના અત્રેના રાજકોટ રૂરલ જીલ્લાના તથા મોરબી જીલ્લાના લુંટના તથા ધરફોડ ચોરીના ગુનાઓ શોધાયેલ છે.
---------------------