રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત
તા.૨૬/૦૧/૨૦૧૫ થી તા.૦૧/૦૨/૨૦૧૫
પ્રોહીબીશનનાં શોધી કાઢેલ ગણનાપાત્રકેસોઃ-
(૧) તા.૨૩/૧/૧૫ ના રોજ શ્રી કે.એસ.ટીટીયા પો.સ.ઇ. જસદણનાઓએ જસદણ મુકામે ગીતાનગરમાં પ્રોહી. અંગે રેઇડ કરી આરોપી ફેજલ ઉર્ફે ફેજુડી ઇકબાલભાઇ પરીયાણી જાતે મેમણ ઉ.વ.૩૦ રહે.જસદણ વાળાને ગેરકાયદેસર પાસ-પરમીટ કે કોઇ આધાર વગર પોતાની હવાલાવાળી સફેદ કલરની મારૂતી સૂજૂકી કાર નંબર જી.જે.-૧ એચ.ડી. ૧૬૭ એફ. માં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઇગ્લીંશ દારૂની બોટલ નંગ-૮૨ કિ.રૂ.૨૪,૬૦૦/- તથા બીયરનાં ટીન નંગ-૨૪ કિ.રૂ.૨૪૦૦/- તથા કાર કિ.રૂ.૩૫,૦૦૦/- એમ મળી કૂલ રૂ.૬૨,૦૦૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ જસદણ પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૨૦/૧૫ પ્રોહી ક.૬૬(૧)બી, ૬૫-એ-ઇ, ૧૧૬-બી મુજબ ગુનો તા.૨૩/૧/૧૫ નાં રોજ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
(ર) તા.૨૮/૧/૧૫ નાં રોજ શ્રી વી.વી.ઓડેદરા પો.સ.ઇ. એલ.આઇ.બી. રાજકોટ રૂરલનાઓએ શાપર (વે.) મુકામે અંકુર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં શ્રી રામ નામનાં કારખાનામાં રેઇડ કરી આરોપી (૧) હિતેષ છગનભાઇ શીંગાળા રહે.ગોંડલ (ર) રાજુભાઇ મનસુખભાઇ પરમાર રહે.શાપર (૩) પરેશ પરસોતમભાઇ લકકડ ઉ.વ.૨૫ રહે.વેરાવળ (શા.) વાળાનાં કબ્જા ભોગવટાવાળા કારખાનામાં ગે.કા.ઇગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ-૧૫૮ કિ.રૂ.૫૩,૭૦૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૨૦/૧૫ પ્રોહી ક.૬૬(૧)(બી), ૬૫-એ-ઇ, ૧૧૬(બી), ૮૧ મુજબ તા.૨૮/૧/૧૫ નાં રોજ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
(૩) તા.૩૧/૧/૧૫ નાં રોજ શ્રી પી.જી.રોહડીયા પો.સ.ઇ. ભાયાવદર નાઓએ ચીખલીયા ગામે પ્રોહી અંગે રેઇડ કરી આરોપી (૧) ડેસાભાઇ ભીમાભાઇ રબારી ઉ.વ.૨૧ તથા (ર) હાજાભાઇ કરશનભાઇ કોડીયાતર ઉ.વ.૨૧ રહે.ગાંધીધામ જુનાગઢ વાળાને ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર પોતાનાં કબ્જામાં ભારતીય બનાવટનાં ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૫૦,૪૦૦/- તથા સેન્ટ્રો કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૨,૫૦,૪૦૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ પાટણવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૧૨/૧૫ પ્રોહી ક.૬૬(૧)બી, ૬૫-એ-ઇ વિગેરે મુજબ ગુનો તા.૩૧/૧/૧૫ નાં રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જુગારધારાનાં શોધી કાઢેલ ગણનાપાત્રકેસોઃ-
(૧) તા.૨૮/૧/૧૫ ના રોજ શ્રી વી.વી.ઓડેદરા પો.સ.ઇ. એલ.સી.બી.એ શાપર (વે.) મુકામે શ્રી રામ એમસીલ નામના કારખાનામાં જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) સવજીભાઇ કરશનભાઇ પરસાડીયા ઉ.વ.૬૦ વિગેરે ૧૦-આરોપીઓને જુગાર રમતા રોકડા રૂ.૪૭,૦૦૦/- સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૦૯/૧૫ જુગાર ધારા ક.૪-પ મુજબ ગુનો તા.૨૮/૧/૧૫ નાં રોજ દાખલ કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
(ર) તા.૩૧/૧/૧૫ નાં રોજ શ્રી ડી.પી.ઉનડકટ પો.સ.ઇ. ભાયાવદરનાઓએ પડવલા ગામની સીમમાં જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) દોસમામદ હુશેનભાઇ સંધિ ઉ.વ.પ૦ રહે. પડવલા વાળા વિગેરે પ આરોપીઓને જુગાર રમતા રોકડા રૂ.૧૪,૭૦૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ભાયાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૦૨/૧૫ જુ.ધા.ક.૧૨ મુજબ ગુનો તા.૧/૨/૧૫ નાં રોજ દાખલ કરાવી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
--------------------------