પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

સાફલ્યગાથા

7/12/2025 7:01:32 AM

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

 તા.૦૨/૦૨/૨૦૧૫ થી તા.૦૮/૦૨/૨૦૧૫

ખુનનો ગુનો શોધી કાઢયો.

                વિંછીયા પો.સ્‍ટે. ગુ.ર.નં.૩૯/૧૪ ઇ.પી.કો.ક.૩૦૨ મુજબનો ગુનો તા.૧૩/૧/૧૪ ના રોજ જાહેર થયેલ આ કામે ફરીયાદી કેસાભાઇ વીઠ્ઠલભાઇ જાડા કોળીના દિકરા રમેશ કેશાભાઇ જાડા કોળી ઉવ.૨૫ રે.મોટા હળમતીયા તા.વીછીયા વાળો પોતાની વાડીએ જવા ઘરેથી નિકળેલ અને પોતાની વાડીના શેઢેથી રમેશની લાશ મળી આવેલ જેને માથાના ભાગે તથા દાઢીના ભાગે કોઇ ધારદાર હથીયાર વડે ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવેલ જે ગુનો વણ શોધાયેલ હોય આ કામે રાજકોટ રૂરલ એલ.સી.બી.શાખાએ ગુન્‍હાની વિઝીટ કરી વિછીયા હળમતીયા મુકામે કેમ્‍પ રાખી બનાવવાળી જગ્‍યાની આજુબાજુમાં રહેતા લોકો તથા ખેતરવાડીના માલીકોની પુછપરછ કરતાં તેમજ મરનાર રમેશના પરિવારની તેમજ સગા-વ્હાલાઓની ખુબજ જીણવટ ભરી રીતે તપાસ કરતા  સતત મહેનતના અંતે મળેલ માહિતી આધારે મરણજનાર રમેશના ભાઇ અરવીંદ કેસાભાઇ જાડા ઉવ.૨૦ રે.મોટાહળમતીયા વાળા પુછપરછના અંતે ભાંગી પડી પોતાના ભાઇ રમેશ સાથે ખેતીની જમીન તથા ઘરકંકાસના કારણે રમેશનુ ખુન  કરેલનો એકરાર કરતા આરોપીને ગુનામા અટક કરી ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

 

ચોરીનો ગુનો શોધી કાઢયો

                ધોરાજી પો.સ્‍ટે.ગુ.ર.નં. ૪/૧૫ ઇ.પી.કો.ક-૩૭૯ મુજબનો ગુનો તા.૧૦/૦૧/૧૫  ક.૧૯/૪૫ થી ક.૨૦/૦૦ દરમ્યાન સુપેડી ગામે બનેલ જેમા ફરીયાદી કમલેશ પ્રવિણભાઇ પાલા સોની ઉ.વ.૩૭ રહે.સુપેડી તા.ધોરાજી વાળાના માતા વિજ્યાબેન ના હાથમા સોનાના દાગીના ભરેલ થેલો આશરે કિ.રૂ.૯૨,૦૦૦/-ના કોઇ અજાણ્યા ત્રણ માણસો પાછળથી જુંટવી ચોરી કરી લઇ જતા બનાવ બનેલ છે. આ કામે એલ.સી.બી.રાજકોટ રૂરલે બાતમીદારોથી હકિકત મેળવી આરોપી ભનુ ઉર્ફે મનસુખ ઉર્ફે ધીરૂ  સન./ઓ. શંભુ વાઘેલા દેવીપુજક  રહે. જામકંડોરણા વાળાએ તેના સાગ્રીત પોપટ શંભુ તેમજ ગોગન વીરજી દેવીપુજક સાથે મળી આ ગુન્‍હો કરેલની કબુલાત આપતા સદર વણ શોધાયેલ ગુન્‍હો શોધી કાઢેલ છે.

 

                ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી ભનુ ઉર્ફે મનસુખ ઉર્ફે ધીરૂ  સન./ઓ. શંભુ વાઘેલા દેવીપુજક રહે. જામકંડોરણા વાળો (૧) પાટણવાવ પો.સ્ટે. ગુ.ર.ન. પ/૧૪ (ર) પાટણવાવ પો.સ્ટે.,ગુ.ર.ન.૧પ/૧૪ તથા (૩) કાલાવડ (જામનગર) પો.સ્ટે. ગુ.ર.ન.૬૬/૧૪ ઇ.પી.કો.ક.૪૪૭,૩૭૯ ના કામે નાસતો ફરતો હોય જેથી તેને આ ગુનાઓમાં પણ અટક કરેલ છે.

 

 

પ્રોહીબીશનનો શોધી કાઢેલ ગણનાપાત્ર કેશ

                તા.૦૩/૦ર/ર૦૧પ ના રોજ પો.સ.ઇ.શ્રી કોટડા સાંગાણી પો.સ્ટે.એ શાપર(વે) ચોકડી વિસ્તાર માંથી આરોપી સિકંદર જુમાભાઇ માલાણી મીયાણા ઉવ.ર૯ તથા (ર) દિલાવર ઉર્ફે જીગો યુસુફભાઇ પીપ્રવાડીયા રહે,જંગલેશ્વર, રાજકોટ વાળાને તેના ભોગવટા વાળી રિક્ષા નં.જીજે-૩.એ.એકસ-૨૭૩૨ માં પરપ્રાંતિય ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૮ કિ.રૂ. ૩ર,૪૦૦ તથા સદરહુ રિક્ષા મળી કૂલ રૂ.૧,૩ર,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે.,ગુ.ર.ન.પ૦ર૬/૧પ પ્રોહી.કલમ ૬૬(૧)બી, ૬પ-એઇ,૧૧૬-બી,૮૧ મુજબ ગુનો તા.૦૩/૦ર/૨૦૧પ ના દાખલ કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

                                      --------------------------