પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

સાફલ્યગાથા

7/1/2025 6:09:01 AM

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી તા.૦૯/૦૨/૨૦૧૫ થી તા.૧૫/૦૨/૨૦૧૫

ગે.કા.હથીયારો પકડી પાડયાઃ-  

                તા.૧૫/૨/૧૫ ના રોજ રાજકોટ રૂરલ એસ.ઓ.જી. એ લોધીકા તાબે.ના પીપળીયા ગામની સીમમાં આવેલ, આદર્શ રેસીડન્સી પાસેથી રાકેશભાઇ બાબુભાઇ વાળા ઉ.વ.૩૩ રહે.આદર્શ રેસીડન્સી બ્લોક નં.૮૮/બી, પીપળીયા પાળ ગામની સીમ વાળાને લાયસન્સ કે આધાર વગર પોતાના કબ્જામાં ગે.કા.રીતે રાખેલ પીસ્તોલ (અગ્નીશસ્ત્ર) કિ.રૂ.૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ-૬ કિ.રૂ.૩૦૦/- ના રાખી મળી આવતા મજકુરને અટક કરી તેના વિરૂધ્ધ લોધીકા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૨૬/૧૫ આર્મ્સ એકટ ક.૨૫(૧.બી) એ. મુજબ ગુન્હો તા.૧૫/૨/૧૫ ના રોજ દાખલ કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

જુગાર ધારાના શોધી કાઢેલ કવોલીટી કેસોઃ-  

(૧)   તા.૧૪/૦૨/૨૦૧૫ ના રોજ રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગોંડલ  મુકામે અંબીકા નગરમાં અવધ મકાનમાં જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) ભાર્ગવ વિનોદભાઇ ખત્રી (ર) દેવાંગ હસમુખભાઇ ખત્રી તથા (૩) પ્રધ્યુમનસિંહ ભરતસિંહ ડોડીયા રહે.બધા ગોંડલ વાળાને પોતાના અંગત ફાયદા સારૂ ક્રિકેટ વર્લ્ડ કપના મેચ પર ઓવર એકશન પર પોતાના ગ્રાહક પાસેથી ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા રોકડા રૂ.૨૨૦૫૦/- તથા ક્રિકેટ સટ્ટાના સાધનો મળી કૂલ રૂ.૧,૩૯,૨૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૩૦૬૦/૨૦૧૫ જુ.ધા.ક.૪,૫ મુજબ ગુન્હો તા.૧૪/૨/૧૫ ના રોજ દાખલ કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(ર)     તા.૧૪/૦૨/૨૦૧૫ ના રોજ રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધોરાજી  મુકામે મટન માર્કેટ સામે બહારપુરામાં જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) મુખ્તાર નુરમહમદ કારવા ખાટકી (ર) લતીફ આરીફભાઇ મેમણ (૩) રીયાઝ રઝાકભાઇ મેમણ (૪) એઝાઝ ફારૂકભાઇ ફકીર (પ) ખાલીદભાઇ અયુબભાઇ પઠાણ (૬) મકસુદ સતારભાઇ સીપાઇ (૭) ઇલ્યાસ મામદશા શાહમદાર ફકીર (૮) હુશેન રહીમભાઇ સીપાઇ રહે.બધા ધોરાજી વાળા પૈસા પાના વતી તીન પતીનો રોન પોલીસનો નસીબ આધારીત હાર જીતનો જુગાર રમી-રમાડી રોકડ રૂ.૮૨,૩૮૦/- તથા સાધનો મળી કૂલ રૂ.૨,૬૨,૩૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૧૨/૧૫ જુગારધારા ક.૪,૫ મુજબ ગુન્હો તા.૧૫/૨/૧૫ ના રોજ દાખલ કરાવી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

 

                                      --------------------------