રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરી
તા.૧૭/૦૮/૨૦૧૫ થી તા.૨૩/૦૮/૨૦૧૫
ગેરકાયદેસર હથીયારો પકડયાઃ-
તા.૨૦/૦૮/૨૦૧૫ ના રોજ રાજકોટ રૂરલ જીલ્લાની એસ.ઓ.જી.એ કોટડા સાંગાણી તાબેનાં શાપર-વેરાવળ ગામનાં રસ્તે મામા દેવના મંદિર પાસેથી આરોપી રાવજી છતરસીંગ ગણાવા (આદિવાસી) ઉ.વ.૨૨ રહે.સન્દા ગામ કટારા ફરીયુ તા.આઝાદનગર જી.અલીરાજપુર પોલીસ સ્ટેશન સેજાવાડા મધ્યપ્રદેશ વાળાને લાઈસન્સ વગરની ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્ટલ એક કિ.રૂ.૨૦,૦૦૦/- સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૦૬/૧૫ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)(એ) મુજબનો ગુનો તા.૨૦/૦૮/૨૦૧૫ નાં રોજ દાખલ કરી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ચોરીનો ગુન્હો શોધી કાઢીયોઃ-
તા.૧૭/૮/૨૦૧૫ ના રોજ જેતપુર સીટી ફ.ગુ.ર.નં.૧૨૭/૨૦૧૫ આઇ.પી.સી. કલમ-૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હા કામે આરોપી-(૧) મનિષા વા/ઓ. વશરામ સોલંકી, દે.પુ. તથા (ર) કંચન વા/ઓ. વિનોદ ભુપતભાઇ સોલંકી, દે.પુ., રહે.બન્ને- ગોંડલ, ખોડીયારનગર, વાળીઓના કબ્જમાંથી સોનાનુ પેંડલ-૧ તથા સોનાની બુટી જોડી-૧ કિં.રૂ/.૧૨,૦૦૦/- કબ્જે કરી અટક કરી ગુન્હો દાખલ કરેલ છે.
--------------------------