પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

જન સેવા કેન્દ્ર

7/5/2022 1:11:40 PM

નાગરિક અધિકારપત્ર અન્વયે સરકારશ્રીની તમામ કચેરીઓમાં "જનસેવા કેન્દ્રો" ઊભાં કરાવવા અંગે સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવેલ છે. જે તમામ કચેરીઓમાં એક સમાન હશે. જે લોક અનુદાન/ ભંડોળથી કાર્યરત થનાર છે. જે જનસેવા કેન્દ્ર તરીકે ઓળખાશે

આ કેન્દ્રમાં નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા, લખવાની વ્યવસ્થા તથા પીવા માટે પાણીની વ્યવસ્થા, અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા તથા જરૂરી ફોર્મ વગેરે મેળવવા માટેની અદ્યતન વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે

નાગરિક અધિકારપત્ર પરત્વે થનાર કાર્યવાહીની વિસ્‍તૃત સમજ / માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેન્દ્ર માટે નાયબ પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારીની જન સંપર્ક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેથી અરજદારે વધુ રજૂઆત માટે તેમ જ તે અંગેની માહિતી માટે જરૂર જણાયે તેઓશ્રીનો સંપર્ક કરવાનો રહેશે

આ કેન્દ્રમાં લોકોને આપવામાં આવતી સેવાના સંદર્ભમાં જે વહીવટી ખર્ચ થવા પાત્ર છે. તે સેવા ચાર્જ તરીકે અરજી દીઠ-રૂ.ર૦/- (વીસ) ની મર્યાદામાં નાગરિકો પાસેથી વસૂલ લેવાની સત્તા જે તે કચેરીના વડાને આપવામાં આવેલ હોઈ જરૂર જણાયે સેવાચાર્જ વસૂલ લેવામાં આવશે અને આ અંગેની થનાર આવકનો ઉપયોગ આ કેન્દ્રને વધુ સક્ષમ તથા સુવિધાવાળું બનાવવા માટે કરવામાં આવશે.

રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં કચેરી તેમજ દરેક પોલીસ સ્ટેશન ખાતે જનસેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે.

 

 

જનસેવા કેન્દ્રનો મુદ્રાલેખ

પોલીસ જનસેવા કેન્દ્રમાં આવતા દરેક અરજદાર/નાગરિક ખૂબ જ મહત્વની વ્યક્તિ છે. તેઓ કોઈ પણ રીતે આપણા ઉપર આધારિત નથી, પરંતુ આપણો આધાર તેમની ઉપર રહેલો છે. આપણે સેવા આપીને તેમની ઉપર ઉપકાર કરતા નથી. તે આ કેન્દ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે.