પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

નાગરિક અધિકારપત્ર

7/5/2022 12:10:23 PM

નાગરિક અધિકારપત્ર

લોકશાહી શાસન પદ્ધતિમાં નાગરિક કેન્દ્ર સ્થાને છેસર્વોપરી છે. સમગ્ર ગુજરાત રાજ્યનું વહીવટી તંત્ર આમ જનતાની સેવા માટે છે. આ વિશ્વાસને દ્દ્રઢ કરવા માટે રાજ્ય સરકારશ્રીએ સમગ્ર રાજ્યમાં નાગરિક જાગૃતિ અભિયાન શરૂ કરેલ છે અને આ અભિયાનના ભાગરૂપે સમગ્ર રાજકોટ જિલ્લાની જનતા સમક્ષ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તૈયાર થયેલ ''નાગરિક અધિકારપત્ર'' રજૂ કરતા અમો આનંદની લાગણી અનુભવીએ છીએ.

આ અધિકારપત્ર નો મુખ્ય ઉદ્દેશ પોલીસ અને પ્રજા વચ્ચે સકંલનનો સેતુબંધ મજબૂત કરવા અને પોલીસની કાર્ય પદ્ધતિમાં પરિણામલક્ષી કાર્યશીલતા લાવવા અને વહીવટી વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનો છે. પ્રજા પોલીસની કામગીર જાણે, પોતાના અધિકારો સમજે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ અને પ્રજા બન્ને કૃતનિશ્ચયી બને ત્યારે ''પોલીસ પ્રજા થકી છે અને પ્રજા માટે છે'' એ ઉક્તિ સાર્થક થાય તેમ જ પ્રજાને પોલીસ તંત્રમાં વિશ્વાસ જાગે અને પોલીસ કામગીરી વધુ લોકાભિમુખ અને લોકોપયોગી બને.

નાગરિક અધિકારપત્રના આ પુસ્તકમાં સમગ્ર પોલીસ દળની વિગત, તેનાં કાર્યો અને પ્રજાજનો માટે રાખવાની થતી પોલીસ સુવિધાઓ ઉપરાંત નાગરિક કયા સંજોગોમાં કેવી રીતે પોલીસની મદદ પ્રાપ્ત કરી શકે તે દર્શાવવામાં આવેલ છે.

નાગરિક અધિકારપત્રનો હેતુ :- સ્વતંત્ર દેશની લોકશાહીમાં નાગરિકોને મળેલ અધિકારો કયા છે તે જાણવું આમ પ્રજાના નાગરિકનો હક્ક બને છે. નાગરિક અધિકારોની જાણકારી નાગરિકને પોતાના હક્કો વિશે જાગૃત કરી સરકારી કચેરીઓના વહીવટમાં પારદર્શિતા લાવવાનો અને પ્રજાકીય કાર્યોને વધુ સક્ષમ બનાવવાનો અધિકારપત્રનો  હેતુ  છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અપાતી સેવાઓની સ્પષ્ટ જાણ દરેક નાગરિકને થાય અને વહીવટના કેન્દ્ર સ્થાને નાગરિક છે તે વહીવટના માળખાને અને નાગરિકને વહીવટી તંત્ર અંગે ચિત્ર સ્પષ્ટ બને તે નાગરિક અધિકારપત્રનો મુખ્ય હેતુ છે.

નાગરિક અધિકારો :

·          દરેક કચેરીની સેવા પ્રાપ્ત કરવાનો તમામ નાગરિકોને સમાન અધિકાર છે.

·         કચેરીમાં કામ કરતા દરેક કર્મચારી પાસેથી સૌજન્યપૂર્ણ વ્યવહાર મેળવવાનો અધિકાર છે. કચેરીમાં અરજી / ફરિયાદ કરવાનો અને નિકાલ કયા સ્તરેથી થશે તે અને નિકાલની સ્પષ્ટ વિગત જાણવાનો તમામ નાગરિકને સમાન અધિકાર છે.

·         સંબંધિત અધિકારીને રૂબરૂ મળવાનો અધિકાર દરેક નાગરિક છે.

·         નિકાલ સામે અસંતોષ હોય તો ક્યા રજૂઆત કરવી તે જાણવાનો અધિકાર નાગરિકને છે.

·         નાગરિકે કરેલ અરજીની તપાસ ૧૪ દિવસમાં પોલીસ ખાતા તરફથી પૂરી કરવામાં આવશે.

·         હથિયાર લાઇસન્સની તથા એક્સપ્લોઝિવ લાઇસન્સ મેળવવા કરેલી અરજી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી અત્રે મળે ત્યાર બાદ તે અરજીની તપાસ કરી રિપોર્ટ દિન-૩ માં કરવામાં આવશે.

·         કોઈ પણ બિલનો નિકાલ દિન-૧પમાં અત્રેની કચેરી તરફથી કરવામાં આવે છે.

·         પોલીસ અધિકારના ગુનાની તપાસ ૧પ દિવસમાં પૂરી કરવાની હોય છે અને વધુ તપાસ કરવા મંજૂરી માગવામાં આવે છે.

 

અત્રેના જિલ્લામાં કુલ- ૨૨ પોલીસ સ્ટેશન આવેલાં છે, આ પૈકી ગોંડલ સિટી, જેતપુર સિટી, ધોરાજી, ઉપલેટા, મોરબી સિટી, વાંકાનેર સિટી, ગોંડલ તાલુકા તથા જસદણ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર દરજ્જાના અધિકારી છે જયારે બાકીના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફરજ બજાવે છે.

ઉપરોકત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી પોલીસ ચોકી- આઉટ પોસ્ટના ઈન્ચાર્જ તરીકે એ.એસ.આઈ. અથવા હેડ કોન્સ્ટેબલ રહે છે. તેઓની મદદમાં પોલીસ કોન્સ્ટેબલ રાખવામાં આવેલ છે. જ્યારે જ્યારે તાત્કાલિક પોલીસ સેવાની આવશ્યકતા ઊભી થાય ત્યારે નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ ચોકી-આઉટ પોસ્ટમાં ટેલિફોન કરી અગર રૂબરૂમાં જાણ કરવાથી તુરંતજ પોલીસ મદદ મળી રહે છે. આઉટ પોસ્ટ વિસ્તારનાં ગામડાંઓના કોઈ પ્રજાજનને ફરિયાદ/અરજી કરવાની હોય ત્યારે પોલીસ સ્ટેશન જવાને બદલે આઉટ પોસ્ટ જો નજીક હોય તો ત્યા જઈ ફરિયાદ/અરજી આપી શકે છે અને આઉટ પોસ્ટના ઈન્ચાર્જ આવી ફરિયાદ પોલીસ સ્ટેશન દાખલ થવા મોકલી આપે છે. જેથી ફરિયાદીને પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂરત રહેતી નથી. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના દરેક આઉટ પોસ્ટમાં સરકારશ્રી તરફથી મોટર સાઇકલો ફાળવવામાં આવેલ છે. જેથી જરૂર પડયે પોલીસ તુરંત બનાવવાળી જગ્યાએ પહોંચી કાયદો વ્યવસ્થા જાળવવા અને બનાવની તપાસ કરવાની કામગીરી કરી શકે. ઉપરાત દરેક પોલીસ સ્ટેશનમાં ફાળવેલ વાહનને વાયરલેસ સેટની સુવિધા હોવાથી પોલીસ સ્ટેશનના સંપર્કમાં રહી શકે અને ગંભીર બનાવની જાણ પોલીસ સ્ટેશનને થતાંની સાથે થાણા અધિકારી :-

પોલીસ સ્ટેશનમાં કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશન ઓફિસર લે છે. ગુનો દાખલ કરે છે અને પછી તપાસની કાર્યવાહી તુરંત જ કરવામાં આવે છે.

·         પોલીસ સ્ટેશનમાં સંભવિત સુલેહ ભંગ તેમ જ કોઈ પણ બીજી અગત્યની બાબત અંગેની અરજી ગમે ત્યારે આપી શકાય છે.સામાન્ય રીતે દિન-૭ માં અરજીની તપાસ પૂરી કરવામાં આવે છે. અરજીના નિકાલ માટે અરજદાર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જનો રૂબરૂ સંપર્ક શાધી શકે છે.

·         કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા ગુનેગાર ટોળકી દ્વારા ગુનો કરવા કાવતરું ઘડાતું હોય અથવા દારૂ કે જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય કે ભૂગર્ભમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તો તે અંગે ટેલિફોનથી અગર તો રૂબરૂમાં જઈ માહિતી આપી શકાય છે. આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

·         લાઇસન્સવાળું હથિયાર ધરાવનાર જ્યારે પણ લાંબા પ્રવાસે બહાર જતા હોય ત્યારે પોતાનું હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી શકે છે.

·         લાંબા સમય માટે મકાન બંધ કરી બહાર ગામ જતા હોય ત્યારે તેની જાણ પોલીસ સ્ટેશનને કરવી જોઈએ જેથી પોલીસ પેટ્રોલિંગ વખતે આપની મિલકત ઉપર વિશેષ ધ્યાન આપી શકે.

·         પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને બહારના અજાણ્યા માણસો મળી આવે ત્યારે તેઓના બી-રોલ ભરી તેઓ જે પ્રદેશના તેમ જ વિસ્તારના હોય તે પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે છે. જેથી આવા અજાણ્યા માણસ અંગેની સાચી માહિત મળે છે. જેથી આપના ધ્યાનમાં પણ આવી વ્યક્તિ આવે અગર તો આપના મકાનમાં રહેતા હોય કે ગામમાં રહેતા હોય તો તે અંગેની જાણ પોલીસ સ્ટેશને કરવી જોઈએ.

·         નામચીન ગુનેગારો તેમ જ હિસ્ટ્રીશિટરો ઉપર પોલીસ સતત વોચ રાખે છે જેથી તેઓ અંગેની કોઈ પણ માહિતી આપને મળે તો તે પોલીસ સ્ટેશનને આપી શકો છો.

·         વર્ગ વિગ્રહ આંદોલનો, દેશદ્રોહ કે આતંકવાદ પ્રવૃત્તિ અંગેની કોઈ પણ માહિતી હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી માહિતી પ્રત્યક્ષ અથવા ગુપ્ત રીતે આપવા વિનંતી છે.

·         લોકોના જાન માલની સુરક્ષા તથા મહાનુભાવોની સુરક્ષા બાબતે કોઈ પણ માહિતી પોલીસ સ્ટેશને કે ઉપરી અધિકારીને આપી શકો છો.

·         કુદરતી આફત કે હોનારત કે આગ લાગવી, પૂર આવવું કે મકાન પડી જવાં વગેરે બાબતોની જાણ તુરંત જ પોલીસ સ્ટેશને કરવાથી મદદ મળી શકે છે.

·         ઘણી વખત ફરિયાદીને કયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગુનો બન્યો તેની જાણ હોતી નથી અથવા તો બીજા કોઈ સંજોગોના કારણે નજીકના પોલીસ સ્ટેશનએ જઈ તે વિસ્તારનાં પોલીસ સ્ટેશન સિવાય બીજા પોલીસ સ્ટેશન વિસ્તારની ફરિયાદ આપે તો પોલીસ સ્ટેશન ઓફિસર ''0'' નંબરથી ગુનો દાખલ કરી જે તે પોલીસ સ્ટેશનએ તપાસ માટે મોકલી આપે છે. જેથી ફરિયાદીને ખોટી રીતે પોલીસ સ્ટેશનની હદ માટે હેરાન થવું પડે નહીં.

·         પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ વ્યક્તિ કે વસ્તુઓ બાબતે જાણ કરી શકાય છે. બિનવારસી, મળી આવેલ લાશ બાબતે તેમ જ આકસ્મિક રીતે મૃત્યુના બનાવ બાબતે પણ જાણ કરવી જોઈએ.

·         મારામારી કે અકસ્માતના બનાવમાં ઈજા પામેલ વ્યક્તિને તુરંત જ યાદી સાથે પોલીસ સ્ટેશન ઓફિસર સરકારી દવાખાને મોકલી આપે છે. જે સારવારનું સર્ટિર્ફિકેટ ગુનાના કામે પણ પુરાવા તરીકે ઉપયોગી બને છે.

·         પોલીસ સ્ટેશન સતત ર૪ કલાક કાર્યરત રહે છે. દરેક પોલીસ સ્ટેશન પર પોલીસ સ્ટેશન ઓફિસર (પી.એસ.ઓ) સતત હાજર હોય છે અને તેઓની પાસે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ફરિયાદ નોંધાવી શકે છે.

·         ફરિયાદ : ગુનાના બે પ્રકાર હોય છે

(૧) કોગ્નિઝેબલ ગુનો : પોલીસ અધિકારના ગુનાને કોગ્નિઝેબલ ગુનો કહે છે. જેમાં ગુનાના આરોપીને વગર વોરંટે પકડવાની સત્તા પોલીસ ધરાવે છે.

(ર) નોન-કોગ્નિઝેબલ ગુનો : જે ગુનાના ઓરોપીને પોલીસ કોર્ટની પરવાનગી (વોરંટ) વગર પકડી શકતી  નથી તેવા ગુનાને નોન-કોગ્નિઝેબલ ગુનો ગણવામાં આવે છે.

જિલ્લાના મુખ્ય મથકે કંટ્રોલ રૂમ રાખવામાં આવે છે. આ કંટ્રોલ રૂમના ઈન્ચાર્જ તરીકે એ.એસ.આઈ. ત્રણ પાળીમાં ફરજ બજાવે છે. કંટ્રોલ રૂમ ખાતેના નીચેની વિગતે ફોન નંબર, ઇ મેઇલ તથા વેબ સાઇટ પર વધુ માહિતી મળી શકશે

ઈ-મેલ એડ્રેસ :- cr-rural-raj@gujarat.gov.in

વેબસાઇટ:- sprajkot.gujarat.gov.in

 

વિગત

ટેલિફોન નંબર

કંટ્રોલ રૂમ

૦૨૮૧ ૨૪૭૭૩૩૪

ફેક્ષ

૦૨૮૧ : ૨૪૭૬૦૫૨

પોલીસ ઇમર્જંન્સી

૧૦૦

ક્રાઇમ સ્ટોપર સેલ

૧૦૯૦

વુમન ક્રાઇસીસ રેસ્પોન્સ સેન્ટર

૧૦૯૧

ટ્રાફિક હેલ્પ લાઇન

૧૦૯૫

સીનીયર સીટીઝન હેલ્પ લાઇન

૧૦૯૬