પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

સંસ્થાની વિગતો, કાર્યો અને ફરજો

7/7/2025 7:12:27 AM

 

 

(૧) સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો

(એ) જાહેર તંત્ર ઉદેશ/હેતુ -- જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જાહેર, સરકારી, ખાનગી મિલ્કતો તેમજ લોકોની જાન માલની સુરક્ષા કરવાનો મુખ્ય ઉદેશ છે.

(બી) જાહેર તંત્રનું મીશન/દુરંદેશીપણું (વિઝન) -- પોલીસ તંત્ર દ્વારા સમાજને ભય મુકત કરવા સારૂ ઉપલબ્ધ સાધનોના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠતમ કામગીરી કરવાનું અને જુદી જુદી વૈજ્ઞાનિક પઘ્ધતિઓનો ઉપયોગ કરી કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ ગુન્હેગારોને કોર્ટ દ્વારા સજા કરાવવાનું ઘ્યેય છે.

(સી) જાહેર તંત્રનો ટુંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ --  ભારત દેશને સ્વતંત્રતા મળ્યા પછી રાજય સરકાર દ્વારા લોકશાહી ઢબે અને જુદાજુદા વર્ગોને પુરતુ પ્રતિનિધિત્વ મળે તે રીતે આજના પોલીસ દળની રચના કરવામાં આવેલ છે. જેમા ઉત્તરોતર જુદાજુદા પ્રકારનાં સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર તેમજ વૈજ્ઞાનિક ઢબે ગુન્હાઓની તપાસ માટે રાજય સરકાર દ્વારા વિવિધ સવલતો ઉભી કરવામાં આવેલ છે.

(ડી) જાહેર તંત્રની ફરજો --  પોલીસ તંત્ર દ્વારા નાગરીકોનાં જાન-માલની સુરક્ષાની પ્રાથમિક ફરજ છે. તદ્‍ ઉપરાંત કુદરતી આપતીઓ વખતે પણ પોલીસ તંત્ર જાતેથી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી અનેકવિધ રીતે મદદરૂપ થઈ તટસ્થતાથી ફરજ બજાવે છે.

(ઈ) જાહેર તંત્રની મુખ્ય પ્રવૃતિઓ અને કાર્યો --  પોલીસ તંત્ર દ્વારા પ્રથમ તો ગુન્હા બનતા અટકાવવા પ્રયત્ન કરવામાં આવે છે. તેમ છતાં, પ્રવર્તમાન સમયમાં વસ્તી, વિસ્તાર, ઉઘોગોનો બહોળો વિકાસ થયેલ છે તેમજ, ગુન્હેગારો જુદી જુદી વૈજ્ઞાનિક શોધોનો ગેરલાભ ઉઠાવી ગુન્હાખોરી આચરે તો આવા ગુન્હેગારોને શકય તેટલા વહેલા ઝડપી લઈ તેમના વિરૂઘ્ધ દરેક પ્રકારનાં સાક્ષી/પુરાવા મેળવી ન્યાયની અદાલતમાં સજા કરવા રજુ કરવામાં આવે છે.

(એફ) જાહેર તંત્ર દ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ --  પોલીસ તંત્ર દ્વારા નાગરીકોની લેખિત તેમજ મૌખિક ફરિયાદ લઈ તેની ધોરણસરની તપાસ કરી ગુન્હેગારોને કોર્ટમાં નશ્યત સારૂ રજુ કરવામાં આવે છે. તદ્‍ઉપરાંત જાહેર પ્રસંગો જેવા કે, વિવિધ પ્રકારનાં ધાર્મિક સરધસો, મેળાવડાઓ, જાહેર સભાઓ, કુદરતી આફતો, ચુંટણીઓ, સમ્મેલનો, વગેરેમાં કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે છે.

(જી) જાહેર તંત્રનાં જિલ્લા સ્તરનાં માળખાઓનો આલેખ –

ક્રમ

કચેરી/શાખા/પોલીસ સ્ટેશન

જાહેર માહિતી અધિકારી

એપેલેટ અધિકારી

પોલીસ અધિક્ષકશ્રીની કચેરી,

રાજકોટ ગ્રામ્ય, રાજકોટ

કચેરી અધિક્ષકશ્રી, અત્રેની કચેરી.

નાયબ પોલીસ અધિક્ષકશ્રી,

મુખ્ય મથક,

રાજકોટ ગ્રામ્ય, રાજકોટ

વાયરલેસ વિભાગ, રાજકોટ ગ્રામ્ય

પો.ઇન્સ.શ્રી, વાયરલેસ વિભાગ, રાજકોટ ગ્રામ્ય

એમ.ટી.વિભાગ, રાજકોટ ગ્રામ્ય

પો. ઇન્સ.શ્રી, એમ.ટી.વિભાગ. રાજકોટ ગ્રામ્ય

એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય

પો.ઇન્સ.શ્રી, એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય

એસ.ઓ.જી.  રાજકોટ ગ્રામ્ય

પો.ઇન્સ.શ્રી, એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય,

જિલ્લા ટ્રાફિક શાખા રાજકોટ ગ્રામ્ય

પો. સબ ઇન્સ.શ્રી

માઉન્ટેડ યુનિટ, રાજકોટ ગ્રામ્ય

પો.ઇન્સ.શ્રી, માઉન્ટેડ, રાજકોટ ગ્રામ્ય

પો.હેડ કવાર્ટર (મવડી) 

રાજકોટ ગ્રામ્ય

રીઝર્વ ઇન્સ.શ્રી, પો.હેડ કવા. રાજકોટ ગ્રામ્ય

ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશન

પો.ઇન્‍સ.શ્રી, ગોંડલ સીટી

નાયબ પોલીસ અધિક્ષકશ્રી,

ગોંડલ ડિવીઝન, ગોંડલ

૧૦

ગોંડલ સીટી બી-ડીવીઝન

પો.ઇન્‍સ.શ્રી, ગોંડલ સીટી બી-ડીવીઝન

૧૧

ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન

પો.ઇન્‍સ.શ્રી, ગોંડલ તાલુકા

૧૨

સુલતાનપુર પોલીસ સ્ટેશન

પો. ઇન્‍સ.શ્રી, સુલતાનપુર

૧૩

કોટડા સાંગાણી પોલીસ સ્‍ટેશન

પો. ઇન્‍સ.શ્રી, કોટડા સાંગાણી

૧૪

લોધીકા પોલીસ સ્‍ટેશન

પો. ઇન્‍સ.શ્રી, લોધીકા

૧૫

મેટોડા જી.આઇ.ડી.સી.

પો. ઇન્‍સ.શ્રી, મેટોડા જી.આઇ.ડી.સી.

૧૬

પડધરી પોલીસ સ્ટેશન

પો. ઇન્‍સ.શ્રી, પડધરી

૧૭

શાપર-વેરાવળ પોલીસ સ્‍ટેશન

પો. ઇન્‍સ.શ્રી,શાપર-વેરાવળ

૧૮

મહિલા પોલીસ સ્ટેશન, ગોંડલ

પો.ઇન્સ.શ્રી, મહિલા પો.સ્ટે.

૧૯

ના.પો.અધિ.શ્રીની કચેરી,

ગોંડલ ડિવી, ગોંડલ

રીડર પો.સબ ઇન્સ.શ્રી,

ના.પો.અધિ.ની કચેરી, ગોંડલ

૨૦

જસદણ પોલીસ સ્‍ટેશન

પો.ઇન્‍સ.શ્રી, જસદણ

નાયબ પોલીસ અધિક્ષકશ્રી,

જસદણ ડિવીઝન, જસદણ

૨૧

વિંછીયા પોલીસ સ્‍ટેશન 

પો. ઇન્‍સ.શ્રી,વિંછીયા

૨૨

ભાડલા પોલીસ સ્‍ટેશન

પો. ઇન્‍સ.શ્રી, ભાડલા

૨૩

આટકોટ પોલીસ સ્ટેશન

પો. ઇન્‍સ.શ્રી, આટકોટ

૨૪

ના.પો.અધિ.શ્રીની કચેરી,

જસદણ ડિવી, જસદણ

રીડર પો.સબ ઇન્સ.શ્રી,

ના.પો.અધિ.ની કચેરી, જસદણ

૨૫

જેતપુર સીટી પોલીસ સ્ટેશન

પો.ઇન્‍સ.શ્રી, જેતપુર

નાયબ પોલીસ

અધિક્ષકશ્રી,

જેતપુર ડિવીઝન, જેતપુર

૨૬

જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશન

પો. ઇન્‍સ.શ્રી, જેતપુર ઉધોગનગર

૨૭

જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન

પો. ઇન્‍સ.શ્રી,જેતપુર તાલુકા

૨૮

જામકંડોરણા પોલીસ સ્ટેશન

પો. ઇન્‍સ.શ્રી, જામકંડોરણા

૨૯

વિરપુર પોલીસ સ્‍ટેશન

પો. ઇન્‍સ.શ્રી,વિરપુર

૩૦

ના.પો.અધિ.શ્રીની કચેરી,

જેતપુર ડિવી, જેતપુર

રીડર પો.સબ ઇન્સ.શ્રી,

ના.પો.અધિ.ની કચેરી, જેતપુર

૩૧

ધોરાજી પોલીસ સ્ટેશન

પો.ઇન્‍સ.શ્રી, ધોરાજી સીટી

નાયબ પોલીસ

અધિક્ષકશ્રી,

ધોરાજી ડિવીઝન, ધોરાજી

૩૨

ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન

પો.ઇન્‍સ.શ્રી, ધોરાજી તાલુકા

૩૩

ઉપલેટા પોલીસ સ્ટેશન

પો.ઇન્‍સ.શ્રી, ઉપલેટા

૩૪

ભાયાવદર પોલીસ સ્ટેશન

પો. ઇન્‍સ.શ્રી, ભાયાવદર

૩૫

પાટણવાવ પોલીસ સ્ટેશન

પો. ઇન્‍સ.શ્રી, પાટણવાવ

૩૬

ના.પો.અધિ.શ્રીની કચેરી,

ધોરાજી ડિવી, ધોરાજી

રીડર પો.સબ ઇન્સ.શ્રી,

ના.પો.અધિ.ની કચેરી, ધોરાજી

 

 (એચ) જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ –પોલીસ એ પ્રજાનો મિત્ર છે. આ બાબત લોકો દ્વારા જેટલા પ્રમાણમાં સ્વીકૃત થાય તેટલા પ્રમાણમાં જ લોકો દ્વારા પોલીસને જુદા જુદા પ્રસંગોએ સહકાર મળી શકે કેમ કે, વસ્તી, વિસ્તાર, અને ઔઘોગિકરણને કારણે પોલીસની કામગીરીનો વ્યાપ મોટા ફલક પર વિસ્તાર પામેલ છે. જેના કારણે લોકો તરફથી પણ કાયદાને માન આપવામાં આવે અને અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમોની જાણકારી સક્ષમ અધિકારીને રૂબરૂમાં કે, ફોન દ્વારા પુરી પાડવામાં આવે તો ધણા ગુન્હાઓ બનતા પહેલાજ ડામી શકાય.

(આઈ) લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પઘ્ધતિઓ --  જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ર૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેના ટેલીફોન નંબર-૧૦૦ કે જે ટોલ ફ્રી છે જેના પર અથવા તો તમામ પોલીસ સ્ટેશનોમાં ટેલીફોનની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ પોલીસ વડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓને લેન્ડ લાઈન તથા મોબાઈલ સેવા દ્વારા નાગરીકો તરફથી કોઈ પણ પ્રકારની સલાહ સુચન કે બાતમી મેળવી તેના પર ત્વરીત પગલા લેવામાં આવે છે.

(જે) સેવા આપવા અંગેના-દેખરેખ, નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્રઃ- જિલ્લામાં પોલીસ અધિક્ષક કક્ષાના એક ભારતીય પોલીસ સેવાનાં અધિકારી જાતેથી સમગ્ર પોલીસ દળનું નિયંત્રણ કરે છે. જિલ્લામાં ચાર વિભાગ પાડવામાં આવેલ છે. આ વિભાગીય કચેરીમાં નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તેમના વિભાગ હેઠળનાં પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર સતત દેખરેખ રાખે છે, અને તાબાના અમલદારોને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ પુરી પાડે છે. આ જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક પોલીસ સ્ટેશન મળી કુલ- ૨૪ પોલીસ સ્ટેશનો આવેલા છે. જેના ઈન્ચાર્જ તરીકે પોલીસ ઈન્સ્પેકટર/પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાનાં અમલદારો તાબાનાં પોલીસ કર્મચારીઓ સાથે રહીને કાયદો વ્યવસ્થાની જાળવણી કરે છે.

મહિલાઓને લગતી ફરિયાદ સંબંધેની કામગીરી માટે જિલ્લા કક્ષાએ નારી સુરક્ષા સેલ કાર્યરત છે. જયાં મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલાઓની ફરિયાદના નિવારણ અંગેની કામગીરી કરવામાં આવે છે.

અનુ.જાતિ/અનુ.જનજાતિનાં લોકો પર થતા અત્યાચારો સંબંધિ તપાસ માટે સરકારશ્રી દ્વારા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.સી./એસ.ટી. સેલની નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ દ્વારા આ પ્રકારના ગુન્હાની જાતે તપાસ કરવામાં આવે છે. તદ્ઉપરાંત, વિશિષ્ટ પ્રકારની કામગીરી માટે જુદા જુદા સ્કવોર્ડ જેવા કે, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એન્ટી રોમીયો સ્ક્વોર્ડ વગેરેની રચના કરવામાં આવેલ છે, અને તેને સંલગ્ન ગુન્હાઓની ઝડપી તપાસ કરી ગુન્હેગારોને ઝડપી લઈ ન્યાયની અદાલતમાં રજુ કરાવી નશ્યત કરવામાં આવે છે. પોલીસ તંત્રની તપાસ કામગીરીની મદદ માટે વાયરલેસ વિભાગ, એમ.ઓ.બી.,  એલ.આઈ.બી., ફિંગર પ્રિન્ટ, અશ્વદળ, શ્વાનદળ, ફોટોગ્રાફી વિભાગ, મોટર વાહન શાખા, ગ્રામ્ય રક્ષક દળ, જિલ્લા ક્રાઈમ રેકર્ડ બ્યુરો પણ ઉપલબ્ધ છે.

 

(કે) મુખ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલ અન્ય કચેરીઓના સરનામાં –

ક્રમ

કચેરી / પોલીસ સ્ટેશન

સરનામું

પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય,

એમ.જી.રોડ, તક્ષશીલા એપાર્ટમેન્ટ પાસે રાજકોટ

ના.પો.અધિ.શ્રી, મુખ્ય મથક, રાજકોટ ગ્રામ્ય,   

એમ.જી.રોડ, તક્ષશીલા એપાર્ટમેન્ટ પાસે રાજકોટ

ના.પો.અધિ.શ્રી, એસ.સી./એસ.ટી.સેલ, રાજકોટ ગ્રામ્ય,  

એમ.જી.રોડ, તક્ષશીલા એપાર્ટમેન્ટ પાસે રાજકોટ

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ગોંડલ

સ્ટેશન રોડ, ગોંડલ

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જસદણ

જુની સી.પી.આઇ. કચેરી, જસદણ

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જેતપુર

જુનાગઢ રોડ,  જેતપુર

મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી, ધોરાજી

ધોરાજી સીટી પોલીસ સ્ટેશન

પો.ઇન્સ.શ્રી, વાયરલેસ વિભાગ, રાજકોટ ગ્રામ્ય

જામટાવર પાસે, જામનગર રોડ, રાજકોટ

પો. ઇન્સ.શ્રી, એમ.ટી.વિભાગ. રાજકોટ ગ્રામ્ય

પો.હેડ કવાર્ટર (મવડી)  રાજકોટ ગ્રામ્ય

૧૦

પો.ઇન્સ.શ્રી, એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય

ભરૂડી ટોલ નાકા પાસે નેશનલ હાઇવે નં.-૨૭

૧૧

પો.ઇન્સ.શ્રી, એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય, 

પો.હેડ કવાર્ટર (મવડી)  રાજકોટ ગ્રામ્ય

૧૨

પો. સબ ઇન્સ.શ્રી જિલ્લા ટ્રાફિક શાખા રાજકોટ ગ્રામ્ય

ચરખડી પાટીયા પાસે, નેશનલ હાઇવે નં.-૨૭

૧૩

પો.ઇન્સ.શ્રી, માઉન્ટેડ, રાજકોટ ગ્રામ્ય

પોપટપરા સેન્ટ્રલ જેલ પાસે રાજકોટ

૧૪

રીઝર્વ પો. ઇન્‍સ.શ્રી, પો.હેડ કવા. રાજકોટ ગ્રામ્ય

પો.હેડ કવાર્ટર (મવડી)  રાજકોટ ગ્રામ્ય

૧૫

પો.ઇન્‍સ.શ્રી, ગોંડલ સીટી

ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશન

૧૬

પો. ઇન્‍સ.શ્રી, ગોંડલ સીટી બી-ડીવીઝન

ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશન પાસે

૧૭

પો.ઇન્‍સ.શ્રી, ગોંડલ તાલુકા

ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન

૧૮

પો. ઇન્‍સ.શ્રી, સુલતાનપુર પોલીસ સ્ટેશન

સુલતાનપુર પોલીસ સ્ટેશન

૧૯

પો. ઇન્‍સ.શ્રી, કોટડા સાંગાણી

કોટડા સાંગાણી પોલીસ સ્‍ટેશન

૨૦

પો. ઇન્‍સ.શ્રી, લોધીકા

લોધીકા પોલીસ સ્‍ટેશન

૨૧

પો. ઇન્‍સ.શ્રી, મેટોડા જી.આઇ.ડી.સી.

મેટોડા જી.આઇ.ડી.સી. કાલાવાડ રોડ, રાજકોટ.

૨૨

પો. ઇન્‍સ.શ્રી, પડધરી

પડધરી પોલીસ સ્ટેશન

૨૩

પો. ઇન્‍સ.શ્રી,શાપર-વેરાવળ

શાપર-વેરાવળ પોલીસ સ્‍ટેશન

૨૪

પો.સબ ઇન્સ.શ્રી, મહિલા પો.સ્ટે.

મહિલા પોલીસ સ્ટેશન, ગોંડલ

૨૫

રીડર પો.સબ ઇન્સ.શ્રી, ના.પો.અધિ.ની કચેરી, ગોંડલ

ના.પો.અધિ.શ્રીની કચેરી, ગોંડલ ડિવી, ગોંડલ

૨૬

પો.ઇન્‍સ.શ્રી, જસદણ

જસદણ પોલીસ સ્‍ટેશન

૨૭

પો. ઇન્‍સ.શ્રી,વિંછીયા

વિંછીયા પોલીસ સ્‍ટેશન 

૨૮

પો. ઇન્‍સ.શ્રી, ભાડલા

ભાડલા પોલીસ સ્‍ટેશન

૨૯

પો. ઇન્‍સ.શ્રી, આટકોટ

આટકોટ પોલીસ સ્ટેશન

૩૦

રીડર પો.સબ ઇન્સ.શ્રી, ના.પો.અધિ.ની કચેરી, જસદણ

ના.પો.અધિ.શ્રીની કચેરી, ગોંડલ ડિવી, જસદણ

૩૧

પો.ઇન્‍સ.શ્રી, જેતપુર સીટી

જેતપુર સીટી પોલીસ સ્ટેશન

૩૨

પો. ઇન્સ.શ્રી, જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશન

રામૈયા હનુમાન મંદિર પાસે, જેતપુર-નવાગઢ

૩૩

પો. ઇન્‍સ.શ્રી,જેતપુર તાલુકા

જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન

૩૪

પો. ઇન્‍સ.શ્રી, જામકંડોરણા

જામકંડોરણા પોલીસ સ્ટેશન

૩૫

પો. ઇન્‍સ.શ્રી,વિરપુર

વિરપુર પોલીસ સ્‍ટેશન

૩૬

રીડર પો.સબ ઇન્સ.શ્રી, ના.પો.અધિ.ની કચેરી, જેતપુર

ના.પો.અધિ.શ્રીની કચેરી, જેતપુર ડિવી, જેતપુર

૩૭

પો.ઇન્‍સ.શ્રી, ધોરાજી સીટી

ધોરાજી સીટી પોલીસ સ્ટેશન

૩૮

પો. ઇન્સ.શ્રી, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન

ધોરાજી સીટી પોલીસ સ્ટેશન પાસે,

૩૯

પો.ઇન્‍સ.શ્રી, ઉપલેટા

ઉપલેટા પોલીસ સ્ટેશન

૪૦

પો. ઇન્‍સ.શ્રી, ભાયાવદર

ભાયાવદર પોલીસ સ્ટેશન

૪૧

પો. ઇન્‍સ.શ્રી, પાટણવાવ

પાટણવાવ પોલીસ સ્ટેશન

૪૨

રીડર પો.સબ ઇન્સ.શ્રી, ના.પો.અધિ.ની કચેરી, ધોરાજી

ના.પો.અધિ.શ્રીની કચેરી, ગોંડલ ડિવી, ધોરાજી

 

(એલ) કચેરી શરૂ/બંધ થવાનો સમય -- જિલ્લા પોલીસ વડાની વહિવટી કચેરીનો સમય સવારનાં કલાક-૧૦:૩૦ થી સાંજના કલાક-૧૮:૧૦ સુધીનો છે. પરંતુ, આ કચેરીમાં આવેલ કંન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક કાર્યરત રહે છે, તેજ રીતે, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો પણ ર૪ કલાક કાર્યરત હોય છે.