પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

અધિકારીઓ અને કર્મચારીઓની સત્રાઓ અને ફરજો

6/16/2025 2:13:46 PM

(ર) અધિકારીઓ/કર્મચારીઓની સત્તા અને ફરજો

(એ) પોલીસ અધિક્ષક –

સત્તાઓ --

(અ) વહીવટી -- તેમના સીધા નિયંત્રણ હેઠળ ફરજ બજાવતાં પોલીસ અધિકારી/ કર્મચારીઓ પૈકી કોન્સ્ટેબ્લ્યુરી સ્ટાફની નિમણુંક, બદલી, બઢતી, શિક્ષા, ઈનામ, નિવૃતિની સત્તાઓ ધરાવે છે. જયારે પો.સ.ઈ.સંવર્ગમાં બદલી, શિક્ષા, ઈનામ અંગેની સત્તાઓ ધરાવે છે. પો.ઇન્‍સ. સંવર્ગમાં બદલી અને ઈનામ પુરતી જ સત્તાઓ છે.

(બ) નાણાકીય -- ગુજરાત રાજય, નાણાકીય (સત્તા સોંપણી) નિયમો-૧૯૯૮માં જોગવાઈ થયા મુજબ જુદી જુદી નાણાકિયા સત્તાઓ પ્રદાન કરવામાં આવેલ છે, તદ્‍ઉપરાંત જિલ્લાને સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતા અનુદાનના નિયંત્રણ અધિકારી છે.

(ક) અન્ય -- પોલીસ વેલ્ફેર ફંડ પૈકી જિલ્લા યુનીટોનાં ભંડોળમાંથી વિવિધ પ્રકારની પોલીસ કલ્યાણ પ્રવૃતિ માટે અલગ અલગ નાણાકિય સત્તાઓ છે જેમાં વધુમાં વધુ પચાસ હજાર લોન તરીકે અને અન્ય નિયત પ્રવૃતિ માટે રૂપિયા વીસ હજારની સત્તા છે. તદ્‍ ઉપરાંત જુદી જુદી સહાયકીય પ્રવૃતિ માટે રાજયનાં પોલીસ વડા નિયત કરેલ રકમ મંજુર કરી શકે છે.

(ડ) ફરજો -- ગુજરાત પોલીસ મેન્યુઅલ-૧૯૭પ ભાગ-૩ ના નિયમ-રપ મુજબની ફરજો જિલ્લા પોલીસ વડા માટે નિયત કરેલી છે. જેમા મુખ્યત્વે ગુન્હાઓ અટકાવવા, તપાસ કરવી/કરાવવી, તેમજ આરોપીઓને ઝડપી લેવાની કામગીરીનું સતત સુપરવિઝન કરવાનું રહે છે. તાબાનાં પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને યોગ્ય તાલીમ મળે શિસ્તનું ધોરણ જળવાય રહે તે માટે તાબાનાં પોલીસ સ્ટેશનની નિયમીત ને ઓચીંતા તપાસણી કરવાની હોય છે. તાબાના દરેક પો.સ્ટે./કચેરી/આઉટ પોસ્ટની વર્ષમાં એકવાર તપાસણી કરી ગુન્હા તેમજ અન્ય બાબતોની જે તે વિસ્તારની જાણકારી મેળવવાની હોય છે અને ભારે ગુન્હાઓમાં બનાવ સ્થળની જાતે મુલાકાત લઈ તાબાના અધિકારી/ કર્મચારીઓને વિશિષ્ટ માર્ગદર્શન પુરુ પાડવાનું રહે છે. તાબામાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓનાં વાર્ષિક ખાનગી અહેવાલ લખવાના હોય છે. તદ્‍ઉપરાંત, જુદા જુદા કાયદાની જોગવાઈઓ મુજબની વહીવટી, નાણાકીય, સત્તાઓ અને ફરજો નિયત કરેલી છે.

(બી)  નાયબ પોલીસ અધિક્ષક --

સત્તાઓ --

(અ) વહિવટી -- તેમના વિભાગ હેઠળ આવતા પો.સ્ટે.નાં કોન્સ્ટેબ્યુલરી સ્ટાફની ૪ માસ સુધીની રજાઓ મંજુર કરવાની સત્તા ધરાવે છે. તાબાના અધિકારી/કર્મચારીઓનાં વાર્ષિક ખાનગી અહેવાલ લખવાના હોય છે. પ્રશ્નોના ઝડપી નિકાલ તેમજ રજુઆત અને શિક્ષાત્મક કાર્યવાહી અર્થે ઓર્ડલી રૂમ રાખી હુકમો કરી શકે છે. તાબાના પોલીસ સ્ટેશન/ કચેરીની વાર્ષીક તપાસણી કરી તમામ વહિવટી તથા ક્રાઈમ રેકર્ડની ચકાસણી, પોલીસ લાઈન વિઝીટ, હથિયાર દારૂગોળાની ચકાસણી કરી જરૂરી સુચના અને માર્ગદર્શન પુરુ પાડે છે. ના.પો.અધિ.શ્રી મુખ્ય મથકને પોલીસ વડા દ્વારા તબદીલ કરેલ વહીવટી, નાણાકીય સત્તાઓ મુજબની કામગીરી કરે છે.

(બ) નાણાકીય -- સામાન્ય રીતે નાણાકીય સત્તાઓ કચેરીના વડાને જ હોય છે પરંતુ તેઓની કચેરીમાં મંજુર થયેલ સ્થાયી પેશગીની રકમનો સરકારી કામે ઉપયોગ કરી શકે છે. નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથકને કચેરીનાં વડા એ તબદીલ કરેલ નાણાકીય સત્તાઓ જેવી કે, આકસ્મીક ખર્ચ, મુસાફરી ભથ્થા બિલોમાં પ્રતિ સહી કરે છે.

(ક) ફરજો -- ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ નાં નિયમ-ર૭ મુજબની ફરજો નિયત કરેલ છે. જેમાં મુખ્યત્વે પોતાના ડિવીઝનમાં બનતા ગુન્હાઓ પુરતી તેમની જવાબદારી છે. આ માટે ગંભીર ગુન્હાઓમાં સ્થળ મુલાકાત લઈ સુચના, માર્ગદર્શન તાબાના અધિકારીને પુરુ પાડવાનું રહે છે. ડિવીઝનમાં શિસ્ત અને કાર્યક્ષમતાનું ધોરણ જળવાય રહે તે જોવાનું છે. તાબાના પો.સ્ટે./આઉટ પોસ્ટનું નિયમસર અને પઘ્ધતિસર વાર્ષિક નિરીક્ષણ કરવાનું હોય છે. તદ્‍ઉપરાંત, ડિવીઝનમાં વિસ્ફોટક શસ્ત્રો અને દારૂગોળાની લાયસન્સ ધરાવતી દુકાનોનું અવાર નવાર ચેકીંગ કરવાનું હોય છે. તદ્‍ઉપરાંત જુદા જુદા કાયદાની જોગવાઈઓ મુજબની ફરજો બજાવવાની હોય છે.

(સી) પોલીસ ઈન્સ્પેકટર/ સબ ઈન્સ્પેકટર --

સત્તાઓ --

વહીવટી સત્તામાં તાબાના પોલીસનાં માણસોની પરચુરણ રજા/મરજીયાત રજા અને હેડ કવાર્ટર લીવ મંજરુ કરવાની સત્તા છે.

જયારે પો.સ્ટે.માં મંજુર થયેલ સ્થાયી પેશગીની રકમનો સરકારી કામે ઉપયોગ કરી શકે છે.

ફરજો --  

ગુજરાત પોલીસ મેન્યુઅલ-૧૯૭પ નાં ભાગ-૩ નાં નિયમ-૩૦, ૩૩ મુજબની ફરજો નિયત કરેલ છે. જેમાં મુખ્યત્વે ગુન્હાઓ શોધવા, અટકાવવા, ઉપરી અધિકારીનાં હુકમનો અમલ, શિસ્તની જાળવણી, જાહેર સુલેહ શાંતી ભંગને નિવારવા જરૂરી પગલા લેવા, તાબાના કર્મચારીઓનાં ગેરશિસ્ત કે, નિષ્કાળજી અંગે ઉપરી અધિકારીને રીપોર્ટ પાઠવવો, દરેક આઉટ પોસ્ટની મહીનામાં એકવાર મુલાકાત લેવી, પો.સ્ટે. નીચેના ગામડાઓની મુલાકાત લઈ પોલીસ વિઝીટ બુક તપાસવી, જરૂરી નોંધ કરવી તેમજ તે વિસ્તારનાં ગુનાખોરી માનસ ધરાવતા અને શંકાસ્પદ વ્યકિતઓની સંપુર્ણ વિગતો અઘતન રાખવી, પો.સ્ટે.નું વહિવટી અને ક્રાઈમનું રેકર્ડ જાળવવાની ફરજ છે.

          તદ્‍ઉપરાંત જુદા જુદા કાયદાની જોગવાઈઓ મુજબની ફરજો બજાવવાની હોય છે.

(ડી)  કચેરી અધિક્ષક --

સત્તાઓ --

(૧) જનરલ સુપરવિઝન

(ર) કંટ્રોલ રજીસ્ટર નિભાવવુ   

(૩) દફતર તપાસણી

 

(અ) વહિવટી –

પોલીસ અધિક્ષકની કચેરીનાં સિવિલિયન કર્મચારીઓની પરચુરણ રજા/ મરજીયાત રજા મંજુર કરે છે, અને જુનીયર કલાર્ક સંવર્ગનાં કર્મચારીઓનાં દફતર નિરીક્ષણ કરે છે, અને વાર્ષિક ખાનગી અહેવાલ લખવાના હોય છે.

(બ) નાણાકીય –

જિલ્લા પોલીસ તંત્રને સરકારશ્રી સત્તાઓ ફાળવવામાં આવતા અનુદાનનાં તેઓ ઉપાડ અને વહેચણી અધિકારી છે.

(ક) ફરજો –

જિલ્લા પોલીસ વડાની કચેરીની તમામ વહિવટી બાબતોની કામગીરીનું સંચાલન જાતેથી તેમજ તાબાનાં કર્મચારીઓ દ્વારા કરાવે છે, અને ઉપરી અધિકારીની સુચનાઓ મુજબ વહિવટી કામ યોગ્ય રીતે થાય કર્મચારીઓમાં શિસ્તનું ધોરણ જળવાય રહે તે જોવાની ફરજ છે. પોલીસ અધિક્ષક અને કચેરી સ્ટાફ વચ્ચે મુખ્યત્વે સાંકળરૂપ કામગીરી બજાવવાની હોય છે. જટીલ વહિવટી બાબતોમાં તાબાના કર્મચારીઓને ચાવીરૂપ માર્ગદર્શન પુરૂ પાડવાનું હોય છે.

 

 

પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની વિવિધ શાખાઓના સીવીલીયન અધિકારીઓ અને કર્મચારીની ફરજો અને સતાઓ -

  • કચેરી અધિક્ષક--

    • જનરલ સુપરવીઝન

    • કંટ્રોલ રજીસ્ટર નિભાવવું

    • દફતર તપાસણી

  • અંગતમદદનીશ --

    • ગજરાતી સ્ટેનો ગ્રેડ-ર તથા પોલીસ અધિક્ષકશ્રીના અંગતમદદનીશ ડીકટેશનની કામગીરી, મુલાકાતીઓની મુલાકાતના સમય તથા તારીખો નિયત કરવા, ટેલીફોન સંભાળવાની કામગીરી, પૂર્વ નિર્ધારીત મુલાકાતો તથા બેઠકોની નોંધ રાખવી, અધિકારીશ્રીએ રાખવા જોઈતા અગત્યના કાગળો કેખાનગી અહેવાલો અધિકારીશ્રી વતી યોગ્ય અને ઉચિત રીતે રાખવા વગેરે.

પત્ર વ્યવહાર શાખા

  • હેડ કલાર્ક--

    • ઈન્સ્પેકશન નોંધની પુર્તતા

    • મહેકમની નવી દરખાસ્તો

    • પત્ર વયવહાર શાખા ઉપર સુપરવિઝન

  • કોરસ્‍પોન્‍ડન્‍સ બ્રાન્‍ચ-૧ સિનિયર કલાર્ક

    • પો.સ.ઈ.થી જી.પો.અધિ.શ્રી, દરજજાના અધિકારીઓની રજા, બઢતી, નિવળતી તાલીમ પે ફિકશેશન તેમજ મહેકમને લગતી કામગીરી

    • વાર્ષિક વહીવટી અહેવાલ, મંજુર મહેકમની ફાળવણી

    • ડેપ્યુટેશન અંગેની કામગીરી તેમજ પત્રકો

  • કોરસ્‍પોન્‍ડન્‍સ બ્રાન્‍ચ-ર સિનિયર કલાર્ક

    • પ્રોપર્ટી કાર્ડ અંગેની કામગીરી

    • બીલ્ડીંગને લગતી તમામ કામગીરી

    • તમામ ગ્રેડના અધિકારી / કર્મચારીને કવાર્ટરની ફાળવણી

    • કવાર્ટર ખાલી કરાવવાને લગતી કામગીરી

    • કવાર્ટરને લગતા દિવાની દાવાને લગતી કામગીરી

    • ધરભાડું મંજુર કરવાની કામગીરી

    • નાના મોટા મુળકામ

    • ચાલુ મરામતની કામગીરી

    • કોરસ્‍પોન્‍ડન્‍સ બ્રાન્‍ચ-૩ સિનિયર કલાર્ક

      • એમ.ટી.ને લગતી તમામ કામગીરી

      • વીડીયો ફોટોગ્રાફી વિગેરેની કામગીરી

      • એમ.એ.સીટી કેસો

      • કલોધીંગને લગતી કામગીરી

      • કોરસ્‍પોન્‍ડન્‍સ બ્રાન્‍ચ-૪ જુ. કલાર્ક

      • તમામ પ્રકારના લાયસન્સો

      • પોલીસ પાર્ટી, એસ્કોર્ટ (ઓન પેમેન્ટ)

      • કેદી પેરોલ, ફર્લો

      • તમામ પ્રકારના દિનોની ઉજવણી

      • રમત ગમત

      • ટ્રાફીકને લગતી તમામ કામગીરી

      • ટેલીફોનને લગતી તમામ કામગીરી

      • પાણી / મીલ્કતવેરાના બીલો

      • કવાર્ટરને લગતા ઈલેકટ્રીક બીલોની કામગીરી

      • આર્મ્સ એમ્યુનેશન અને ટીયરગેર વગેરેની કામગીરી

      • કોમ્પ્યુટરને લગતી કામગીરી

      • ઈલેકટ્રીક બીલો મંજુર કરવાની કામગીરી

      • કોરસ્‍પોન્‍ડન્‍સ બ્રાન્‍ચ-પ જુ.કા.

        • સીવી. સ્ટાફના વર્ગ-૩ અને ૪ ના મહેકમની રજા, બઢતી, બદલી, તાલીમ વિગેરેની કામગરી તથા પત્રકો

        • તમામ પ્રકારની મીટીંગો (લો અને ઓડર્સ સીવાયની)

        • રહેમરાહે નોકરી અંગેની દરખાસ્તોની (કલાર્ક તેમજ વર્ગ-૪ ની) કામગીરી તથા તેને લગતા દાવાઓની કામગીરી

        • ધોડા, ઉંટ અને ડોગને લગતા મહેકમની કામગીરી તેમજ તેમના રાશન ખરીદીને લગતી તમામ કામગીરી તથા પત્રકો

        • વાયરલેશને લગતી ખરીદીની કામગીરી

        • જામીનખતને લગતી કામગીરી

        • દરેક શાખાની વર્કશીટની તારીજ મેળવી અને પત્રક બનાવી સબંધીત અધિ.શ્રીને મોકલવાની કામગીરી

        • રીફ્રેશર ખર્ચના બીલોની કામગીરી

        • જીલ્લાના પોલીસ સ્ટેશનમાં પાણી ટેન્કરની મંજુરી તથા બીલોને લગતી કામગીરી

        • તમામ પ્રકારના પરચુરણ બીલો.

      શીટ શાખા

      • હેડ કલાર્ક--

        • ઈન્સ્પેકશનને લગતી કામગીરી

        • શીટશાખાના દિવાની કોર્ટ કેશો

        • શીટશાખાનુ જનરલ સુપર વીઝન

      • શીટ-૧ સી. કા.

        • હે.કો.પો.કો.ના મહેકમને લગતી તમામ કામગીરી

        • ભરતીને લગતી કામગીરી અને તેને અનુશાંગીત પત્ર વ્યવહાર

        • બદલી,બઢતીને લગતી કામગીરી અને તેને લગતો પત્ર વ્યવહાર

        • હેન્ડ રજીસ્ટરો નિભાવવા

        • રોસ્ટર રજીસ્ટરો નિભાવા અને મહેકમને લગતા અન્ય રજીસ્ટરો નિભાવવા

        • ઉચ્ચતરં પગાર ધોરણ મંજુર કરવા ને લગતી કામગીરી

        • પોલીસ કર્મચારીઓના ગ્રેડેશનોલ પ્રસિઘ્ધ કરવા અને તેને લગતો પત્ર વ્યવહાર

        • પોલીસ કર્મચારીઓના કાયમી કરવા.

        • પ્રતિનિયુકિત અને તેને અનુશાંગીત પત્ર વ્યવહાર

        • ઓર્ડલીરૂમની કામગીરી

        • ઈનામને લગતી કામગીરી

        • અન્ય જીલ્લેથી આંતર જીલ્લા બદલી માટેની અરજીઓના પત્ર વ્યવહાર

        • ઉપરના સિવાયની અન્ય પરચુરણ કામગીરી

        • પત્રકો મોકલવા.

        • તાલીમને લગતી કામગીરી

        • આ સિવાયની નવી ઉપસ્થિત થનાર કામગીરી જેવી કે પગાર બાંધણી કરવી. અને માન્ય કરાવવી

        • અન્ય પરચુરણ કામગીરી

      • શીટ-ર જુ.કા.

      • હથીયારી પોલીસ કર્મચારીઓને લગતી નીચેની કામગીરી.

        • પો.કો./હે.કો.ના નોકરી પત્રકો નિભાવવા અને વ્યવસ્થિત ચકાસણી કરી ગણતરી કરવી.

        • બદલીમાં આવનાર જનારના નોકરી પત્રકો મોકલવા. મંગાવવા અને તેને લગતો પત્ર વ્યવહાર

        • નોકરી પત્રકમાં પગાર,રજા,સજા,ઈનામ વિગેરે તમામ નોંધ કરવી.

        • જીલ્લાના પોલીસ કર્મચારીઓની આંતર જીલ્લા બદલીનો પત્ર વ્યવહાર

        • રીફેશર કોર્ષ અને તેને લગતી કામગીરી

        • ખાસ પગાર અને અન્ય ભથ્થા મંજુર કરવાને લગતી કામગીરી

        • પોસ્ટ વારી રજીસ્ટર નિભાવવું

        • મંજુર થયેલ ઉચ્ચતર પગાર ધોરણ માન્ય કરાવવું અને તેને લગતો પત્ર વ્યવહાર

        • બઢતી સમયે પગાર બાંધણી કરવી.

        • ગેઝેટ પ્રસિઘ્ધ કરવું અને તેને લગતો પત્ર વ્યફવહાર

        • ડ્રાયવરોની તાલીમ અને નિમણુંક અગેની કામગીરી

        • પત્રકો મોકલવા

        • સજામા થી પુન-સ્નયુકિત

        • ઈજાફા મંજુર કરવા

        • રજા મંજુર કરવી.

        • રીકુટ રોલ વેરસફીકેશન

        • અન્ય પરચુરણ કામગીરી

        • નિવૃતી

        • રહેમરાહે નોકરી અંગે

  • શીટ-૩ જુ.કા.

  • બિન હથીયારી પોલીસ કર્મચારીઓને લગતી નીચેની કામગીરી.

    • પો.કો./હે.કો.ના નોકરી પત્રકો નિભાવવા અને વ્યવસ્થિત ચકાસણી કરી ગણતરી કરવી.

    • બદલીમાં આવનાર જનારના નોકરી પત્રકો મોકલવા મંગાવવા અને તેને લગતો પત્ર વ્યવહાર.

    • નોકરી પત્રકમાં પગાર, રજા,ઈનામ વિગેરે તમામ નોધો કરવી.

    • જીલ્લાના પોલીસ કર્મચારીઓની આંતર જીલ્લા બદલીનો પત્રવ્યવહાર

    • રીફેશર કોર્ષ અને તેને લગતી કામગીરંી

    • ખાસ પગાર અને અન્ય ભથ્થા મંજુર કરવાને લગતી કામગીરી

    • પોસ્ટ વારી રજીસ્ટર નિભાવવું

    • મંજુર થયેલ ઉચ્ચતર પગાર ધોરણ માન્ય કરાવવુ અને તેને લગતો પત્ર વ્યવહાર

    • બઢતી સમયે પગાર બાંધણી કરવી.

    • પત્રકો મોકલવા

    • ઓળખ કાર્ડ આપવા અને બકલ નંબર ફાળવવા

    • સજામા થી પુન નિયુકિત

    • ઈજાફા મંજુર કરવા

    • રજા મંજુર કરવી.

    • રીકુટ રોલ વેરીફીકેશન

    • અન્ય પરચુરણ કામગીરી

    • નિવળતી

    • રહેમરાહે નોકરી અંગે.

  • ડી.પી.શાખા

    • ડી.પી.-૧ સી.કા.
      ખાતાકીય તપાસને લગતી તમામ કામગીરી તેમજ તેને લગતા પત્રવ્યવહારની કામગીરી

    • ડી.પી.-ર જુનીયર કલાર્ક
      સીધીકારણ દર્શક નોટીસો અને સીનીયર કલાર્કનીમદદમાં

હિસાબી શાખા

  • હેડ કલાર્ક--

    • ઈન્પેકશનને લગતી કામગીરી

    • બજેટ

    • ઓડીટપારા સેટલમેન્ટ

    • ચલણ વેરીફીકેશન

    • શાખાનું જનરલ સુપરવિજન

  • એ.બી.-૧ (કેશીયર) સી.કા.

    • કેશીટરને લગતી તમામ કામગીરી

    • સર્વીસ સ્ટેમ્પ

    • કાયમી પેશગી અને તેના હિસાબો

    • મરામત જાળવણીના ચુકવણા

    • માસીક ખર્ચ પત્રકો.

  • એ.બી.-ર (પગારબીલ વર્ગ-૧ થી ૪) સી.કા.

    • રાજય પત્રીત અધિકારીના પગાર બીલ

    • પો.સ.ઈ.ના પગારબીલ

    • કારકુન વર્ગ-૩,૪ ના પગારબીલ

    • ઉપરોકત કર્મચારીના પુરવણી બીલો

    • જી.પી.એફ. મીસીંગ

    • એ.બી.રજીસ્ટર

    • હે.કો., પો.કો. જાહેર રજા પગારબીલ

    • ઉપરોકત કર્મચારીઓની ઈન્કમટેક્ષને લગતી કામગીરી

    • જી.પી.એફ. પાસબુક

    • આવક વેરાને લગતી કામગીરી

  • એ.બી.-૩ (હે.કો., પો.કો. પગારબીલ) સી.કા.

    • હે.કો., પો.કો. પગારબીલ

    • તેઓના પુરવણીબીલ

    • તેઓની ઈન્કમટેક્ષની કામગીરી

    • બોનસબીલ

    • હે.કો., પો.કો. મકાનલોન, મોટર સાયકલ લોન કપાત રજીસ્ટરો

    • હે.કો., પો.કો. ની જી.પી.એફ. મીસીંગની કામગીરી

  • એ.બી.-૪ (કન્ટી.) કલાર્ક કમ ટાઈપીસ્ટ

    • પેન્શન કેસના પત્રકો

    • પેન્શન કેસને લગતા દાવાઓ

    • તમામ પ્રકારના પેન્શન કેસો

    • જુથ વિમા યોજનાની કામગીરી

    • અકસ્માત જુથ વિમા યોજનાની કામગીરી

    • વેલ્ફેર ફંડને લગતી કામગીરી

  • એ.બી.-પ (જી.પી.એફ.) જુ.કા.

    • જી.પી.એફ. ઉપાડ, પેશગી, ફાયનલ વીથ ડ્રો.

    • જી.પી.એફ. નવા નંબર મેળવવા

    • એસ્કોર્ટ ચાર્જીસ બીલો

    • રીકવરી રજીસ્ટર નિભાવણી

    • ઈનામ બીલો

    • તમામ પ્રકારના કન્ટીજન્સી બીલો

    • ઉચ્ચક બીલ બનાવવા તથા રજીસ્ટર નિભાવણી

  • એ.બી.-૬ (ટી.એ.) જુ.કા.

    • તમામ ભથ્થા બીલો

    • એલ.ટી.સી. બીલો

    • એસ.ટી., રેલ્વે વોરન્ટ

    • તહેવાર પેશગી તથા અનાજ પેશગી મંજુરી હુકમ તથા બીલ

    • એચ.બી.એ. / એમ.સી.એ , પેશગીની દરખાસ્ત વ્યાજ ગણતરી તથા બીલ બનાવવાની કામગીરી

    • મીસીંગ હપ્તાની કામગીરી.

    • મેડીકલ રીએમ્બર્સમેન્ટની કામગીરી

જી.આર.ડી.

  • જુ.કા.

    • જી.આર.ડી.ને લગતી તમામ પ્રકારની કામગીરી તથા પત્રકો

    • હોમગાર્ડના વેતન બીલો તથા ટી.એ. બીલો બનાવવા તથા મંજુર કરવાની કામગીરી.

અરજી શાખા

  • જુ.કા.
    અરજીને લગતી તમામ કામગીરી જેમકે તપાસ કરનાર અધિકારી પાસેથી અહેવાલો મંગાવવા તથા તે અહેવાલો પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ રજુ કરવા તથા ઉપલા અધિકારીઓને અહેવાલ મોકલવા પી.એમ.રીપોર્ટ તથા અરજીને લગતા પત્રકો

રજીસ્ટ્રીશાખા

  • રજીસ્ટાર સી.કા.

    • તમામ પરચુરણ તેમજ સ્ટેશનરીની ખરીદી

    • સ્ટેશનરી તથા ફોર્મસ ના ઈન્ડેન્ટ

    • સ્ટેશનરી તથા ફોર્મસ તથા ફરનીચર ઈસ્યુ કરવા

    • લાયબ્રેરી તથા ડેડસ્ટોકની કામગીરી

    • રજીસ્ટ્રીશાખાના તથા ટાઈપશાખાનું જનરલ સુપરવીઝન

  • ઈનવર્ડ કલાર્ક જુ.કા.

    • સ્થાનીક તથા બહારથી આવતી ટપાલો સ્વીકારવા તથા ઈનવર્ડ કરી સબંધીત શાખાને મોકલવી

    • રેકર્ડ સબંધીતમામ પ્રકારની કામગીરી તેમજ એકઠી થયેલ પસ્તીની વેંચાણ અંગેની કામગીરી

    • આઉટવર્ડ કલાર્ક જુ.કા.

    • કચેરીની દરેક પ્રકારની તમામ ટપાલો રવાના કરવી.

ટાઈપ શાખા

  • ટાઈપીસ્ટ (ગુજરાતી)

    • ડી.પી.શાખા

    • રજીસ્ટ્રી શાખા

  • ટાઈપીસ્ટ (ગુજરાતી)
    ડી.પી. શાખા તથા રજીસ્ટ્રી શાખા સિવાયની તમામ શાખાની ટાઈપની કામગીરી.

  • ટાઈપીસ્ટ (ગુજરાતી)
    અંગતમદદનીશની મદદમાં