રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત
તા.૦૭/૦૩/૨૦૧૬ થી તા.૧૩/૦૩/૨૦૧૬
ગેર કાયદેસર હથીયાર પકડયાઃ-
તા.૦૯/૦૩/૨૦૧૬ના રોજ શ્રી કે.જી.ગોસ્વામી પોલીસ સબ ઇન્સ. રાજકોટ રૂરલનાઓએ આરોપી શબ્બીરહુશેન ગુલામહુશેન પીરજાદા જાતે સૈયદ ઉ.વ.૩૯ રહે. નવાગામ વાળાને પોતાનાં કબજામાં ગેરકાયદેસર પરવાના વગરનો દેશી બનાવટનો તમંચો-૧, કિંમત રૂ.૧૫૦૦૦/- નો રાખતા તેને પકડી પાડી તેના વિરૂધ્ધ ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૪૧/૧૬ આર્મ્સ એકટ કલમ ૨૫(૧) એ.મુજબ નો ગુનો તા.૦૯/૦૩/૨૦૧૬ કલાક ૨૩/૫૫ વાગ્યે દાખલ કરાવી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રોહીબીશનનો શોધેલ કવોલીટી કેશોઃ-
રાજકોટ રૂરલ જીલ્લાનાં ભાડલા પો.સ્ટે.નાં પો.સ.ઇ. શ્રી એસ.એમ. રાણાએ તા.૦૬/૦૩/૨૦૧૬ નારોજ દહીંસરા ગામની સીમમાં પ્રોહી. અંગે રેઇડ કરી આરોપી સુરેશભાઇ માયાભાઇ સોસા રહે. દહીંસરા વાળાએ ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ-૧૯૨૦ કિં.રૂ. ૬,૪૭૪,૪૦૦/- તથા એક ટ્રક નંબર-RJ-27-GA-5412 કિં.રૂ.૨૫,૦૦,૦૦૦/- એમ મળી કુલ રૂ. ૩૧,૭૪,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ભાડલા પો.સ્ટે. ગુ.ર.નં. ૫૦૨૩/૧૬ પ્રોહી.ક. ૬૬(૧)બી., ૬૫એ.,ઇ. મુજબનો ગુનો તા.૦૬/૦૩/૨૦૧૬ ના રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
--------------------------