પોલીસ અધિક્ષક, રાજકોટ
http://www.sprajkot.gujarat.gov.in

સારી કામગીરી

6/7/2025 3:44:15 PM

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગતઃ-

 તા.૦૪/૦૪/૨૦૧૬ થી તા.૧૧/૦૪/૨૦૧૬ સુધીની સારી કામગીરી ખુનના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢયા

(૧)    કોટડા સાંગાણી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૫/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૦૨, ૩૯૭, ૩૨૬, ૩૨૩, ૧૧૪, જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો તા.૦૨/૦૪/૨૦૧૬ ના રોજ જાહેર થયેલ જેમાં ફરીયાદી ગંગાબેન વા.ઓ. ડાયાભાઇ ભલાભાઇ બાબરીયા, રહે. રામપરાની સીમમાં પોતાના પરીવાર સાથે સુતા હતા ત્યારે તા.૦૧/૦૪/૨૦૧૬ ના ક. ૨૦/૦૦ થી ૨૦/૩૦ દરમ્યાન કોઇ ત્રણ અજાણ્યા ઇસમો આવીને પોતાના પત્તિ ડાયાભાઇ ભલાભાઇ બાબરીયા ઉપર લુંટ કરવાના ઇરાદે તીક્ષ્ણ હથીયારથી હુમલો માથાના ભાગે ઇજા કરી તેમજ ફરીયાદીને પણ ઇજા કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ. ૮૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૩૫,૫૦૦/-ના મુદામાલની લુંટ કરી નાસી ગયેલ આ ગુન્હો વણશોધાયેલ હોય જેથી તાત્કાલીક પહોંચી જઇ ફરીયાદી અને નજરે જોનાર સાહેદ તે મરણ જનારના પત્ની ગંગાબેનએ પોતાના કુટુંબના સબંધોના કારણે અમુક હકીકત છુપાવેલ હતી તેઓની પુછપરછ કરતા આ બનાવમાં પોતાની ખેતીની જમીનના પ્રશ્ને પોતાના કૌટુંબીક ભત્રીજા આરોપી (૧) દિપક કાનજીભાઇ બાબરીયા તથા બીજા ત્રણ અજાણ્યા ઇસમોએ રાત્રીના સમયે હુમલો કરી બંન્ને ને માર મારેલ અને સોનાના દાગીના અને રોકડ રકમની લુંટ કરેલ આ બનાવમાં ગંભીર ઇજા થતા ડાયાભાઇ ભલાભાઇનુ મોત નીપજેલ હતુ જેથી આરોપી દિપક કાનજીભાઇ બાબરીયાને તા.૦૭/૦૪/૨૦૧૬ ના રોજ અટક કરી વણ શોધાયેલ ગુનો શોધી કાઢેલ છે.  

 

 

(૨)    ગોંડલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૫૮/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૦૨, જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો તા.૦૨/૦૪/૨૦૧૬ ના રોજ જાહેર થયેલ જેમાં ફરીયાદી હરસુખભાઇ ખોડાભાઇ રાઠોડ, રહે. અરડોઇવાળાના ભાઇ રાણાભાઇ ખોડાભાઇ રાઠોડનું તા.૦૧/૦૪/૨૦૧૬ ના ક. ૨૦/૦૦ થી ૨૦/૩૦ દરમ્યાન રીબડા-અરડોઇ ગામના રોડ ઉપર ખુન કરી લાશ ફેંકી ગયેલ હોય આ ગુન્હો વણશોધાયેલ હોય દરેક પાસાઓની તપાસ કરી મળેલ હકિકત આધારે મરણજનાર રાણાભાઇ ના પરિવાર સાથે ખુબજ ધરોવો ધરાવતા અને સાથે જ કામ કરતા તેના કૌટુંબીક ભત્રીજા જેન્તીભાઇ મેઘાભાઇ રાઠોડ, રહે. અરડોઇવાળાની યુકતીપ્રયુકતીથી પુછપરછ કરતા પુછપરછના અંતે ભાંગી પડતા આરોપી જેન્તીભાઇ મેઘાભાઇ રાઠોડને તેની કાકી અને મરણજનારની પત્ની મંજુબેન સાથે મીઠા સબંધો હોવાના કારણે મરણજનાર રાણાભાઇ આડખીલી રૂપ હોય જેથી તા.૦૧/૦૪/૨૦૧૬ ના રાત્રીના સમયે મોકો મળ્યે તેનુ ખુન કરી નાખેલ હોવાની કેફીયત આપેલ છે આરોપી જેન્તીભાઇ મેઘાભાઇ રાઠોડ, રહે. અરડોઇવાળાને તા.૦૭/૦૪/૨૦૧૬ ના રોજ અટક કરી વણ શોધાયેલ ગુનો શોધી કાઢેલ છે.  

 

મિલકત સંબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢયા

 

(૧)     ધોરાજી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૯/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો તા.૦૧/૦૪/૨૦૧૬ ના રોજ જાહેર થયેલ જેમાં ફરીયાદી ચેતનભાઇ હસમુખભાઇ ગાંધી, રહે. ધોરાજી, બ્રીજેશ ટાવર પાસેવાળાની સ્ટેશન રોડ ઉપર આવેલ ગાંધી સ્ટોરનામની દુકાનમાં તા.૨૮/૦૩/૨૦૧૬ ના બપોરના ચારેક વાગ્યે બે અજાણ્યા ઇસમો ગ્રાહકના સ્વાંગમાં આવી નજર ચુકવી વેપારના થડામાંથી આશરે રૂ. ૮૩,૦૦૦/- ની રોકડ રકમની ચોરી કરી લઇ જતા આ વણશોધાયેલ ગુન્હાની તપાસમાં રહી મળેલ હકિકત આધારે આરોપીઓ (૧) અનવર ઉર્ફે ટકો સતારભાઇ પીપરવાડીયા જાતે પીંજારા ઉ.વ.૪૬ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે. નવા થોરાળા શેરી નંબર-૧૫/૫ ના ખૂણે ચોરા પાસે રાજકોટ (કાળુભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી) (ર) કેતન ઉર્ફે ભુરો ઉર્ફે રાજુ મનસુખલાલ અમલાણી જાતે લુવાણા ઉ.વ. ૪૦ ધંધો. કપડાની ફેરી રહે. રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ખોડીયાર પરા શેરી નંબર-૭ ગૌશાળાની બાજુમાં (ઉકાભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી) વાળાઓને તા.૦૪/૦૪/૨૦૧૬ ના રોજ પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

 

(૨)    જેતપુર તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭૨/૨૦૧૫ ઇ.પી.કો.ક.૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો તા.૧૭/૦૯/૨૦૧૫ ના રોજ જાહેર થયેલ જેમાં ફરીયાદી રોહીતભાઇ બાબુભાઇ ઢોલરીયા, રહે. જેતપુર, તીરૂપતિ સોસાયટીવાળાની જેતલસર ગામે આવેલ દાતાર પ્રોવીઝન સ્ટોરમાં તા.૧૭/૦૯/૨૦૧૬ ના સવારના ૦૯/૦૦ થી ૦૯/૩૦ દરમ્યાન બે અજાણ્યા ઇસમો ગ્રાહકના સ્વાંગમાં આવી ફરીયાદીની નજર ચુકવી વેપારના ગલ્લામાંથી રૂ. ૩૦,૦૦૦/-ની રોકડ રકમની ચોરી કરી લઇ જતા આ વણશોધાયેલ ગુનહાની તપાસમાં રહી મળેલ હકિકત આધારે આરોપીઓ (૧) અનવર ઉર્ફે ટકો સતારભાઇ પીપરવાડીયા જાતે પીંજારા ઉ.વ.૪૬ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે. નવા થોરાળા શેરી નંબર-૧૫/૫ ના ખૂણે ચોરા પાસે રાજકોટ (કાળુભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી) (ર) કેતન ઉર્ફે ભુરો ઉર્ફે રાજુ મનસુખલાલ અમલાણી જાતે લુવાણા ઉ.વ. ૪૦ ધંધો. કપડાની ફેરી રહે. રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ખોડીયાર પરા શેરી નંબર-૭ ગૌશાળાની બાજુમાં (ઉકાભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી) વાળાઓને તા.૦૪/૦૪/૨૦૧૬ ના રોજ પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.