હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- મે/૨૦૧૮

 

ખુનના વણ શોધાયેલ ગુન્હા શોધી કાઢયા ઃ- (૧)

 

 

                તા.૨૬/૦૫/૨૦૧૮ નાં રોજ ફરીયાદી શ્રી હરેશભાઇ જબુલભાઇ વાઢેર જાતે.કોળી રહે.શાંતિધામ સોસાયટી શેરી નં.૧ બલોક નં.૧૮/બી તા.કોટડા સાંગાણી વાળાએ શાપર-વેરાવળ પો.સ્ટે.માં ફરીયાદ જાહેર કરેલ કે તેઓના પુત્ર હેત ઉ.વ.૪ વર્ષ વાળાનું કોઇ અજાણ્યો માણસ અપહરણ કરી લઇ ગયેલ છે. જે શાપર-વેરાવળ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૪૨/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩ મુજબ ગુન્હો રજી. થયેલ. બાદ તા.૨૬/૦૫/૨૦૧૮ ના રોજ ફરીયાદીના પુત્ર હેત ઉ.વ.૪ વર્ષ વાળાની અરડોઇ જવાના રસ્તે રેલ્વેના પાટા નજીકથી હત્યા કરાયેલ હાલતમા લાશ મળી આવતા ઇ.પી.કો.કલમ ૩૦૨ ઉમેરો થયેલ હતો અને ગુન્હો વણ શોધાયેલ હોય. આ વણ શોધાયેલ ગુન્હાની ઉંડાણપુર્વક તપાસ કરી એફ.આઇ.આર.માં જણાવેલ શંકાસ્પદ મોબાઇલ નં.૬૩૫૯૫૮૩૬૫૮ ના સી.ડી.આર તથા કેફ ફોર્મની તપાસણી તેમજ અગાઉ મેળવેલા સી.ડી.આર.નો અભ્યાસ કરતા આ સીમ કાર્ડ ડમી હોવાનું જણાય આવેલ જેથી મોબાઇલના આઇ.એમ.ઇ.આઇ અન્વયે તપાસ ચાલુ હતી આ દરમ્યાન હેડકોન્સ. બ્રીજરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે તા.૨૯/૦૫/૨૦૧૮ ના રોજ એસ.ઓ.જી. પો.ઇન્સ. તથા પો.સ.ઇ.શ્રી તથા સ્ટાફ તથા શાપર વેરાવળ પો.સ્ટે.નાં પો.સ.ઇ.શ્રી તથા સ્ટાફને મદદમા લઇ આરોપી નિકુંજભારથી રમેશભારથી ગૌસ્વામી બાવાજી ઉ.વ.૨૧ રહે.રાજકોટ, ગાંધીગ્રામ અક્ષરનગર મેઇન રોડ, લાખના બંગલા સામે વાળાને પડવલાથી રાજકોટ તરફ સ્વીફટ કાર નં.જીજે-૦૩.સીજે/૮૩૧૭ માં આવતા ગુન્હામા વપરાયેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડી આરોપીને તા.ર૯/૦પ/ર૦૧૮ ના કલાક ૧૭-૦૦ વાગ્યે અટક કરી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.

 

અપહ્યત બાળકો શોધી કાઢયા ઃ-                                                                                                         

 

 

                વિરપુર પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં ૧૬/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૬૩ ના કામે ગઈ તા: ૨૪/૦૫/૨૦૧૮ ના રોજ ક.૨૧/૦૦ વાગ્યે જાહેર થયેલ ફર્સ્ટ ગુ.ર.નં ૧૬/૧૮, ઈ.પી.કોકલમ ૩૬૩ મુજબના કામના ફરીયાદી શ્રી રમેશભાઇ પરસોતમભાઇ પરમાર રાવળ, ધંધો- મજુરી, રહે- વિરપુર, રાણબાગ સામે વૃધ્ધાશ્રમના રસ્તે, તા- જેતપુર ને સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરાઓ છે. જે બે સગીર વયના દિકરા નામે સંજય, ઉ.વ ૧૨ તથા અનીલ, ઉ.વ ૧૦ નાઓ ગઈ તા: ૨૦/૦૫/’૧૮ ના રોજ ઘરેથી સવારના અગીયારેક વાગે ઘરેથી નિકળી ચાલી ગયેલ અને રાત્રીના નવેક વાગે પરત આવતા ફરીયાદીની પત્નિ રેખાબેને તેમના બન્ને દિકરાઓ સંજય તથા અનીલ “આખો દીવસ જમવા ઘરે કેમ આવેલ નહી ઘરે આવો તમારો વારો કાઢુ છુ” તેમ કહેતા બન્ને કિશોર વયના સગા ભાઈઓ રીસાઈને ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગયેલ જે બીજા દિવસ તા: ૨૧/૦૫/૨૦૧૮ સુધી ઘરે પરત નહી આવતા ફરીયાદી અને તેમની પત્નિ રેખાબેનને તેમના બન્ને દિકરા સંજય અને અનિલ સોમનાથ કે જુનાગઢ તેમના સબંધીઓને ત્યા ચાલી ગયેલ હશે તેમ માની તેમની રીતે તપાસ કરતા તેમના બન્ને બાળકો મળી આવેલ નહી. ત્યારબાદ ફરીયાદી  રમેશભાઈને કોઈ અજાણ્યો આરોપી ઈસમ તેમના બન્ને સગીર વયના બાળકો સંજય અને અનીલને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનો પાક્કો શક વહેમ પડતા તા.૨૪/૦૫/’૧૮ ના રોજ ઈ.પી.કો.કલમ ૩૬૩ મુજબની ફરીયાદ નોંધાવતા ગુન્હાની ગંભીરતા અને બે સગા કિશોર વયના બાળકોના અપહરણની હકીકત જોતા ઉપરી અધિકારીશ્રીઓનુ ધ્યાન દોરી વિરપુર (જલારામ) પો.સ્ટે થી ગુન્હાની તપાસ તજવીજ શરૂ કરેલ.આ અમોએ તથા I/C પોલીસ અધિક્ષક શ્રુતી મહેતા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઝેડ આર દેસાઈ જેતપુર વિભાગ તથા I/C સર્કલ પોલીસ ઈન્સપેક્ટર, ધોરાજી શ્રી એમ.વી.ઝાલા નાઓએ બે સગા કિશોર વયના બાળકો સંજય અને અનીલને શક્ય તેટલા ઓછા સમયમાં મહત્તમ પ્રયાસો કરી શોધી કાઢવા ડે-ટુ-ડે જરૂરી તમામ માર્ગદર્શન અને સુચનાઓ પુરી પાડેલ હતી, તેમજ અપહ્યત બાળકો સત્વરે શોધી કાઢવા સારૂ રાજકોટ જિલ્લાની એલ.સી.બી શાખાના I/C  પોલીસ ઈન્સપેક્ટર શ્રી એમ.આર.ગોંડલીયા , PSI શ્રી બી.એન.ચૌધરી તથા સ્ટાફના માણસો જોડાયેલ હતા.

 

ઉપરોક્ત તમામ વિપરીત સંજોગો અને બન્ને બાળકોની ઓળખના અભાવે અને માત્ર સંજયે લાલ કલરનો ચોકડા વાળો શર્ટ તથા બ્લુ પેન્ટ પહેરેલ છે, પગમાં રબરના ચંપલ પહેરેલ છે, વાને શ્યામ છે, ઉંચાઇ આશરે ચાર ફુટ જેટલી છે, નાક પર જુનુ લાગેલા નું નીશાન છે અને એક હાથમાં કલાઇ પર અંગ્રેજીમાં “એસ” ત્રોફાવેલ છે તેમજ અનીલે બ્લુ અને વ્હાઇટ પટ્ટા વાળો શર્ટ તથા બ્લુ પેન્ટ પહેરેલ છે, પગમાં સેન્ડલ પહેરેલ છે, વાને શ્યામ છે, ઉચાઇ આશરે ત્રણેક ફુટ જેટલી છે, એક હાથે કલાઇ પર અંગ્રેજીમાં “એ” લખેલ છે તે મુજબના વર્ણન હકીકતના આધારે ગુન્હાની તપાસ ચાલુ હતી.

આ દરમ્યાન ગઈ તા: ૨૬/૦૫/૨૦૧૮ ના રોજ ક. ૧૭/૩૦ વાગ્યાના અરસામાં વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ નાઓને બાતમી હકીકત મળેલ કે ગુન્હામા જણાવેલ વર્ણન મુજબના કિશોર વયના બે સગા ભાઈઓ મોડી રાત્રીના ભુજ, G K જનરલ હોસ્પિટલ પાસે આવેલ “સખી વન સ્ટોપ સેન્ટર” ખાતે હાજર છે, જે આધારે સંસ્થા પર હાજર સ્ટાફ પાસેથી બન્ને બાળકોના ફોટોગ્રાફ્સ મંગાવી ફરીયાદીને બતાવી ઓળખ ખરાઈ કરતા ફોટોગ્રાફમાં જણાવેલ બાળકો જ ગુન્હાના અપહ્યત થયેલ બાળકો હોવાનુ પ્રસ્થાપીત થતા તાત્કાલીક ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરી તેઓની મંજુરી મેળવી તા: ૨૬/૦૫/’૧૮ ના રોજ ફરીયાદી પક્ષને સાથે રાખી સરકારી વાહનમાં પોલીસ ટીમને ભુજ જવા રવાના કરેલ અને જે તા:૨૭/૦૫/૧૮ ના રોજ પરત વિરપુર (જલારામ) પોલીસ સ્ટેશન ખાતે સહીસલામત પરત આવતા બન્ને અપહ્યત બાળકોનો કબ્જો તેમના માતા-પિતાને સોંપેલ છે. આમ પોલીસે અપહ્યત બન્ને બાળકોને ૪૮-કલાકમાં શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

-----------------------------------------------------------------------------------------------

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 15-06-2018