હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી

 તા.૦૬/૦૬/૨૦૧૬ થી તા.૧૨/૦૬/૨૦૧૬ સુધીની

લુટના ગુનાઓ શોધી કાઢયાઃ-(૩)

 

(૧)    લોધીકા પો.સ્ટે.,ગુ.ર.નં.૧૬/૧૬ ઇ.પી.કો.કલમ-૩૯૪,૧૧૪ મુજબનો ગુન્હો તા.૦૬/૫/૧૬ ના રોજ જાહેર થયેલ જેમાં ફરીયાદી અમીતકુમાર ધીરૂભાઇ ગજેરા, રહે. માખીયાળાવાળા તા.૦૬/૦૫/૨૦૧૬ ના ક.૧૪/૪૫ વાગ્યે પેસેન્જર તરીકે મારૂતી વેનમાં બેસી જતા હતા તે દરમ્યાન ખાંભા ગામની સીમમાં લોધીકા-રીબડા રોડ ઉપર આવતા આ મારૂતી વેનમાં બેસેલ ચાર અજાણ્યા ઇસમોએ મુંઢ માર મારી ઇજાઓ કરી ટી.વી.નંગ-૦૧, મોબાઇલ ફોન નંગ- ૦૩, સેલ્ફી સ્ટીક નંગ-૦૧, હાર્ડ ડીસ્ક નંગ-૦૧ તથા પાન કાર્ડ, એટી.એમ કાર્ડ વિગેરે તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૪૭,૭૦૦/- ના મુદામાલની લુંટ કરેલનો બનાવ જાહેર થયેલ છે. આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં એલ.સી.બી. રાજકોટ રૂરલે રહી તા.૧૧/૦૬/૧૬ ના રોજ મળેલ હકિકત આધારે (૧) અફઝલ હમીદમીયા કાસમમીયા સૈયદ-કાદરી ઉ.વ.૧૯ ધંધો.પાનની દુકાન રહે.આદર્શ રેસીડન્સી શાપર(વે.), પીપળીયા રોડ તા.કોટડાસાંગાણી મુળ રહે.ખોડધરી તા.ગારીયાધાર જી.ભાવનગર. (૨) સાગર બાબુભાઇ રાઠોડ દલીત ઉ.વ.૨૪ ધંધો.કડીયાકામ રહે.રાજકોટ રૈયાગામ સ્મશાનની સામે ધાર ઉપર મુળ રહે.સરદારગઢ તા.માણાવદર જી.જુનાગઢ,  (૩) કરણ ઉર્ફે કિરણ હરજીભાઇ મુંધવા ભરવાડ ઉ.વ.૨૭ ધંધો.મજુરી રહે.આદર્શ સોસાયટી પીપળીયા રોડ શાપર (વે), તા.કોટડાસાંગાણી મુળ રહે.આકરૂ તા.ધંધુકા જી.અમદાવાદ,  (૪) સુલતાન ભીખુભાઇ મકવાણા સીપાઇ ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે. શાપર (વે.), સુમરા સોસાયટી પીપળીયા રોડ તા.કોટડાસાંગાણી મુળ રહે.ચીતલ તા.જી. અમરેલી વાળાઓને લુંટમાં વાપરેલ વાહન તથા ગયેલ મુદામાલ કબજે કરી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

 

(૨)    ગોંડલ તાલુકા પો.સ્ટે.,.ગુ.ર.નં.૯૦/૧૬ ઇ.પી.કો.કલમ-૩૯૪,૩૪૧,૫૦૪,૧૧૪ જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો તા.૧૯/૦૫/૧૬ ના રોજ જાહેર થયેલ જેમાં ફરીયાદી પારસભાઇ બીપીનભાઇ સંચાણીયા, રહે. હાલ-રાજકોટ, સંતકબીર રોડ, આર્યનગર-૬ વાળા તા.૧૮/૦૫/૧૬ ક.૨૩/૧૫ વાગ્યે પસેસન્જર તરીકે વાહનમાં બેસી જતા હતા તે દરમ્યાન ચાર અજાણ્યા માણસોએ વાહન ગુંદાસરા રોડ, અરડોઇ ફાટક પછી લઇ જઇ આરોપીઓએ માથામાં લોખંડનું પાનું મારી ઇજા કરી મોબાઇલ, પાવર બેંક તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૧૪,૬૦૦/-ની લુંટ કરેલનો બનાવ જાહેર થયેલ છે. આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં એલ.સી.બી.રાજકોટ રૂરલે રહી તા.૧૧/૦૬/૧૬ મળેલ હકિકત આધારે (૧) અફઝલ હમીદમીયા કાસમમીયા સૈયદ-કાદરી ઉ.વ.૧૯ ધંધો.પાનની દુકાન રહે.આદર્શ રેસીડન્સી શાપર(વે.), પીપળીયા રોડ તા.કોટડાસાંગાણી મુળ રહે.ખોડધરી તા.ગારીયાધાર જી.ભાવનગર. (૨) રાહુલ દિનેશભાઇ બારૈયા કોળી, ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવીંગ, રહે. વેરાવળ (શા.), મેઇન રોડ, યોગીનગર-ર, અગરબતીના કારખાનાની બાજુમાં, તા.કોટડાસાંગાણી મુળ-રહે. ખાટલી,  તા. જામકંડોરણા (૩) કરણ ઉર્ફે કિરણ હરજીભાઇ મુંધવા ભરવાડ ઉ.વ.૨૭ ધંધો. મજુરી રહે.આદર્શ સોસાયટી પીપળીયા રોડ શાપર(વે), તા.કોટડા સાંગાણી મુળ રહે.આકરૂ તા.ધંધુકા જી.અમદાવાદવાળાઓને લુંટમાં વાપરેલ વાહન તથા ગયેલ મુદામાલ કબજે કરી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

 

 

(૩)    મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પો.સ્ટે.,ગુ.ર.નં. ૪૧/૧૬ ઇ.પી.કો.ક.૩૯૪,૧૧૪ જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો તા.૨૮/૦૫/૧૬ ના રોજ જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી દિપકકુમાર ગુણવંતરાય દેગી, કંસારા, રહે. લીંબડી, સુર્યપરમ સોસાયટી વાળા તા.૨૭/૦૫/૧૬ ના રોજ રાજકોટ ગ્રીન લેન્ડ ચોકડીથી પેસેન્જર તરીકે ઇન્ડીકા કારમાં બેસી લીંબડી જતા હતા તે દરમ્યાન રાજકોટ-અમદાવદ નેશનર હાઇવે રોડ ઉપર ભલગામની સીમમાં આવેલ હોટલ બિસ્મીલ્લાહ નજીક આવતા આ કારમાં બેસેલ ત્રણ અજાણ્યા આરોપીઓએ ચાલુ કારે ફરીયાદીની ડોક નમાવી મરચાની ભુકી બન્ને આંખો ઉપર લપેટી ફરીયાદીને છરીથી સાથળ ઉપર ઇજાઓ કરી રોકડ રકમ રૂ. ૭,૦૦૦/- મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૪,૦૦૦/- શીંગદાણાના કટ્ટા નંગ-૨, વજન ૬૦ કિ.ગ્રા, કિ.રૂ.૬,૬૦૦/-ની લુંટ કરેલ હોવાનો બનાવ જાહેર થયેલ છે. આ કામે તા.૧૧/૦૬/૧૬ ના રોજ પકડેલ આરોપીઓ પૈકી આરોપીઓ (૧) અફઝલ હમીદમીયા કાસમમીયા સૈયદ-કાદરી ઉ.વ.૧૯ ધંધો.પાનની દુકાન રહે.આદર્શ રેસીડન્સી શાપર(વે.), પીપળીયા રોડ તા.કોટડા સાંગાણી મુળ રહે.ખોડધરી તા.ગારીયાધાર જી.ભાવનગર. (૨) સુલતાન ભીખુભાઇ મકવાણા સીપાઇ ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે. શાપર (વે.), સુમરા સોસાયટી પીપળીયા રોડ તા.કોટડા સાંગાણી મુળ રહે.ચીતલ તા.જી.અમરેલી (૩) કરણ ઉર્ફે કિરણ હરજીભાઇ મુંધવા ભરવાડ ઉ.વ.૨૭ ધંધો. મજુરી રહે.આદર્શ સોસાયટી પીપળીયા રોડ શાપર(વે), તા.કોટડા સાંગાણી મુળ રહે.આકરૂ તા.ધંધુકા જી.અમદાવાદ વાળાઓની પુછપરછ દરમ્યાન આ ગુન્હો તેઓએ કરેલ હોવાની કબુલાત આપતા આ વણ શોધાયેલ ગુન્હો એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 13-06-2016