હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- ઓગષ્ટ/૨૦૧૬

 

ધરફોડ ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૨)

(૧)    ધોરાજી પો.સ્ટે.ગુ.ર.નં.૧૮/૧૬ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ધરફોડ ચોરીનો ગુન્હો તા.૧૯/૩/૧૬ ક.૧૦/૪૫ વાગ્યે વણ શોધાયેલ દાખલ થયેલ હતો આ કામે સેમસંગ કંપનીના ટીવી-૪, તેમ સેમસંગ કંપનીનું હોમ થીયેટર-૧, અને સેમસંગ કંપનીનો મોબાઇલ-૧ મળી કૂલ કિ.રૂ.૨,૫૪,૭૯૦/- ના મુદામાલની ચોરી થયેલ હતી. આ કામના આરોપી નં.(૧) યોગેશ મુળજીભાઇ પરામાર ઉ.વ.૨૧ રહે.પંચવટી રોડ, પ્રદિપ સિનેમા પાછળ, જુનાગઢ (ર) અનિલભાઇ કાળાભાઇ પરમાર અનુજાતિ ઉ.વ.૨૪ રહે.મધુરમ નગર, બ્લોક નં.ડી/૧૮૫ જુનાગઢ વાળાઓને એલ.સી.બી. જુનાગઢે પકડી પાડતા આ ચોરી કરેલાની કબુલાત આપતા સ્થાનિક પોલીસ ધોરાજીએ આરોપીઓનો કબ્જો લઇ ત.ક.અ. શ્રી જે.આર.રાણા પો.સ.ઇ. ધોરાજી પો.સ્ટે.નાઓએ આ કામના આરોપીઓને તા.૫/૮/૧૬ ક.૧૫/૩૦ વાગ્યે અટક કરી ચોરીમાં ગયેલ મુદામાલ પૈકી રૂ.૨,૨૬,૨૯૦/- નો મુદામાલ કબ્જે કરી ગુન્હો શોધી કાઢેલ છે.

 

(૨)    ધોરાજી પો.સ્ટે.ગુ.ર.નં.૬૩/૧૬ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦, ૫૧૧ મુજબનો ધરફોડ ચોરીની કોશીષનો ગુન્હો તા.૨૪/૭/૧૬ ક.૧૧/૦૫ વાગ્યે વણ શોધાયેલ દાખલ થયેલ હતો. આ કામના આરોપી નં.(૧) યોગેશ મુળજીભાઇ પરામાર ઉ.વ.૨૧ રહે.પંચવટી રોડ, પ્રદિપ સિનેમા પાછળ, જુનાગઢ (ર) અનિલભાઇ કાળાભાઇ પરમાર અનુજાતિ ઉ.વ.૨૪ રહે.મધુરમ નગર, બ્લોક નં.ડી/૧૮૫ જુનાગઢ વાળાઓને એલ.સી.બી. જુનાગઢે પકડી પાડતા આ ચોરીની કોશીષ કરેલાની કબુલાત આપતા સ્થાનિક પોલીસ ધોરાજીએ આરોપીઓનો કબ્જો લઇ ત.ક.અ. શ્રી પી.બી.ગઢવી પો.સ.ઇ. ધોરાજી પો.સ્ટે.નાઓએ આ કામના આરોપીઓને તા.૫/૮/૧૬ ક.૧૬/૩૦ વાગ્યે અટક કરી ગુન્હો શોધી કાઢેલ છે.

 

ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૩)  

(૧)    રાજકોટ સીટી, એ. ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૨૨૫/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા. ૨૮/૦૭/૧૬ ક.૧૭/૪૫ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી વિમલભાઇ જયવંતલાલ ઉર્ફે જસુભાઇ મહેતા, રહે. રાજકોટ, બજરંગવાડીવાળા તા. ૧૪-૧૫/૦૭/૧૬ ના રોજ પોતાનું હીરો હોન્ડા મો.સા.નં. જીજે.૦૩.એફ.બી.૨૯૧૧ કિ.રૂ.૩૦,૦૦૦/-નું મુકી બહાર ગયેલ તે દરમ્યાન કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયેલ જે ગુન્હો વણશોધાયેલ હોય તેની તપાસમાં  એલ.સી.બી.રાજકોટ રૂરલે રહી મળેલ હકિકત આધારે આરોપી નરેશ ઉર્ફે નરીયો હરેશભાઇ મોહનભાઇ ચાડમીયા, રહે.મુળ-જસદણ, નવાપુલ પાસે, હાલ-શાપર-વેરાવળ, તા.કોટડા સાંગાણી વાળાને મુદામાલના મો.સા. જીજે.૦૩.એફ.બી.૨૯૧૧ કિ.રૂ. ૩૦,૦૦૦/- સાથે તા.૦૧/૦૮/૧૬ ના રોજ પકડી પાડી આ વણ શોધાયેલ ગુનો શોધી કાઢેલ છે.

 

(૨)    ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૪૦/૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો વાહન ચોરીનો ગુન્હો  તા.૬/૩/૧૬ ક.૧૩/૪૦ વાગ્યે વણ શોધાયેલ દાખલ થયેલ હતો આ કામે રૂ.૪૫,૦૦૦/- ના એફ.ઝેડ મો.સા.ની ચોરી થયેલ હતી આ કામે સ્થાનિક પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરી આ કામે આરોપી અનિલ ઉર્ફે દેવરાજ સોલંકી ઉ.વ.૨૩ રહે.પીઠડીયા ટોલનાકા પાસે વાળાને ત.ક.અ. શ્રી બી.આર.માંજરીયા એ.એસ.આઇ.ગોંડલ સીટી પો.સ્ટે.નાઓએ તા.૨૦/૮/૧૬ ક.૧૮/૦૦ વાગ્યે અટક કરી ચોરીમાં ગયેલ મુદામાલનું મો.સા. કિ.રૂ.૪૫,૦૦૦/- નું કબ્જે કરી ગુન્હો શોધી કાઢેલ છે.

 

(૩)    જામકંડોરણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૯/૧૬ ઇ.પી.કો.ક.૩૮૦ મુજબનો ગુન્હો તા.૩૦/૬/૧૬ ક.૧૧/૧૫ વાગ્યે વણ શોધાયેલ દાખલ થયેલ હતો આ કામે મોટા દુધીવદર ગામે પાણીના સંપમાંથી કોપર કેબલ વાયર ૧૨૦ મીટર કિ.રૂ.૪૫,૦૦૦/- ની ચોરી થયેલ હતી આ કામે સ્થાનિક પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરી આ કામે આરોપી નં.(૧) સોમાભાઇ મગનભાઇ ફુલમારી દેવીપુજક ઉ.વ.૩૨ (ર) રૂપાભાઇ ઉર્ફે ફુલાણી દાનાભાઇ વાધેલા દેવીપુજક ઉ.વ.૫૦ રહે.બન્ને ઇન્દીરાનગર જામકંડોરણા વાળાઓને ત.ક.અ. શ્રી વી.આર.ખેર પો.સ.ઇ. જામકંડોરણા પો.સ્ટે.નાઓએ તા.૫/૮/૧૬ ક.૯/૦૦ વાગ્યે અટક કરી ગુન્હો શોધી કાઢેલ છે.

 

 

ગોંડલ સબ જેલમાં મરણ ગયેલ કેદીનો બનાવ શોધી કાઢયો ઃ- (૧)  

          ગોંડલ સીટી પો.સ્ટે. અ.મોત નંબર-૫૯/૧૬ સી.આર.પી.સી.કલમ-૧૭૪ મુજબના બનાવની તપાસ દરમ્યાન ગુન્હાહીત કૃત્ય બનેલ હોવાની હકિકત ખુલેલ જેમાં આ કામના આરોપીઓએ નિખીલ ઉર્ફે નિકુંજ રમેશભાઇ દોંગા, જગદીશ ઉર્ફે જગાલાલ અરજણભાઇ ગોંડલીયા, મનીષ મગનભાઇ સીરોયા, મીતેશ નાગરભાઇ જાદવ, સુનીલ ભીખુભાઇ પરમારએ જેલમાં સગવડતા મળી રહે તે હેતુથી શ્રી એ.આર. વ્યાસ, અધિક્ષક, સબજેલ, ગોંડલનાઓ ઉપર આક્ષેપો કરી દબાણ હેઠળ લાવી, બદલી કરાવવા માટે અગાઉ ગુન્હાહીત કાવતરાની યોજના બનાવેલ તે મુજબ મુખ્ય સુત્રધાર નિખીલ રમેશભાઇ દોંગાની સુચનાથી તા.૦૯/૦૭/૧૬ ના રોજ સવારે કૈદીઓની બેરેકની બંધી ખુલેલ તે સમયે મનીષ મગનભાઇ સીરોયાએ ઝેરી દવા કે જે તેઓ તમામ જાણે છે કે આ ઝેરી  દવા પીવાથી કોઇ પણ માણસનું મૃત્યુ નિપજી શકે છે. તેમ છતા તે ઝેરી દવા પ્લાસ્ટીકની કોથળીમાં ભરી તે કોથળી ટેનીસ બોલ ચીરી તેમાં મુકી જેલની પાછળની દિવાલેથી જેલની અંદરથી મીતેશ જાદવએ પથ્થરનો ઘા કરતા સામેથી મનીષ સીરોયાએ ઝેરી  દવા ભરેલ પ્લાસ્ટીકની કોથળી મુકેલ ટેનીસનો બોલ જેલ અંદર ઘા કરેલ તે ટેનીસ બોલ મીતેષ નાગરભાઇ જાદવએ લઇ લીધેલ અને તે બોલ જગદીશ ઉર્ફે જગાલાલ અરજણભાઇ ગોંડલીયાને આપી દીધેલ હતો.

          ત્યાર બાદ મીતેશ નાગરભાઇ જાદવ તા.૧૦/૦૭/૧૬ ના રોજ ટેમ્પરેરી બેઇલ ઉપર મુકત થયેલ અને કાવતરા મુજબ સાગર ઉર્ફે સચીન બાબુભાઇ રાઠોડએ પોતાની તબીયત બરાબર ન હોવાની તા.૧૦/૦૭/૧૬ ના રોજ સાંજના જેલરશ્રીને ફરીયાદ કરેલ જેથી તા.૧૧/૦૭/૧૬ ના રોજ સરકારી હોસ્પીટલ, ગોંડલ ખાતે અમુક કૈદીઓને સારવારમાં લઇ જવાના હોય તેની સાથે સાગર ઉર્ફે સચીન બાબુભાઇ રાઠોડને પણ જવાનું હોય તે દરમ્યાન તા.૧૧/૦૭/૧૬ સવારના ક.૦૯/૧૦ વાગ્યે શ્રી એ.આર.વ્યાસ સબજેલ, ગોંડલ ખાતે રજા ઉપરથી પોતાની ફરજ ઉપર હાજર થયેલ તે પહેલા જગાલાલએ તેની સાથે વીસીમાં કામ કરતા કૈદી સુનીલ ભીખુભાઇ પરમાર મારફતે ઝેરી દવા ભરેલ કોથળી કૈદી સાગર ઉર્ફે સચીન બાબુભાઇ રાઠોડને આપતા તે ઝેરી દવા સબજેલમાંથી જાતે પી ને સીવીલમાં જવા માટે સૌથી છેલ્લે આવેલ અને પ્રિઝન્સ વાહનમાં સૌથી છેલ્લી શીટમાં બેસી ગયેલ હતો. સાગર ઉર્ફે સચીન બાબુભાઇ રાઠોડને તેની બિમારી સબબ સીવીલ હોસ્પીટલ, ગોંડલ ખાતે સારવારમાં લઇ જતા તેણે ઝેરી દવા પીધેલ હોવાનું ફરજ પરના મેડીકલ ઓફીસરશ્રી એસ.કે.સિંહાએ જણાવી જરૂરી સારવાર આપી સરકારી હોસ્પીટલ, રાજકોટ ખાતે વધુ સારવાર માટે રીફર કરેલ અને વધુ સારવાર દરમ્યાન શ્રી એ.આર.વ્યાસ, અધિક્ષકશ્રી સબજેલ, ગોંડલનાઓએ આપેલ દવા પીવાથી ઉલ્ટીઓ થવાનું તહોમત મુકેલ હતું,

          આમ સાગર ઉર્ફે સચીન બાબુભાઇ રાઠોડ ઝેરી દવા પીશે એટલે તેનું મોત નિપજી શકે છે તેવું તમામ જાણતા હોવા છતા સાગરને પ્રલોભન આપી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા આ કૃત્ય કરવા માટે દુષ્પ્રેરણ કરી તેમજ થયેલ ગુન્હા માટે ખોટી માહીતી આપી તેમજ શ્રી એ.આર.વ્યાસ, અધિક્ષક, સબજેલ, ગોંડલને હાની પહોચે તે માટે તેમના ઉપર ગુન્હાનું ખોટુ તહોમત મુકી તેમજ  જન્મટીપની સજાને પાત્ર ગુન્હા અંગેની યોજના છુપાવી આ ગુન્હાહીત કાવતરાને પાર પાડવામાં કાચા કામના કૈદી સાગર ઉર્ફે સચીન બાબુભાઇ રાઠોડ, જાતે-દલીત, ઉ.વ.૨૪, ધંધો- કડીયાકામ, રહે. હાલ- રાજકોટ, રૈયા ગામ, સ્મશાન પાસે, મુળ ગામ- સરદારગઢ, તા. માણાવદર, જી. જુનાગઢ, હાલ- સબજેલ, ગોંડલવાળાનું તા.૧૧/૦૭/૨૦૧૬ ક.૧૬/૪૦ વાગ્યે મોત નિપજતા તમામ તથા તપાસમાં ખુલે તેઓ તમામ સામે ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૪૫/૧૬ ગુન્હો ઇ.પી.કો.ક. ૩૦૪, ૧૦૯,૧૧૩,૧૧૪,૧૧૮,૨૦૩,૨૧૧,૧૨૦બી, ૩૪ અને આરોપી નં.(૩) અને (૫) સિવાયના તમામ આરોપીઓએ અનુસુચીત જાતી અને અનુસુચીત જનજાતી પર અત્યાચાર અટકાવવાના અધિનિયમની કલમ-૩(૨)(૫) મુજબ ગુન્હો દાખલ કરાવી સબજેલ, ગોંડલમાં બનેલ સાગર બાબુભાઇ રાઠોડના મૃત્યુના અ.મોતના બનાવને એલ.સી.બી.રાજકોટ રૂરલે શોધી કાઢવામાં આવેલ છે.     

 

        આર્મ્‍સ એકટ મુજબ કેસ : ()

 

૧.      તા.૨/૦૮/૨૦૧૬ ના રોજ ગોંડલ સીટી પો.સ્‍ટે. વિસ્‍તારમા પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન મળેલ હકીકત આધારે ઉમવાડા ચોકડી પાસેથી આરોપી ખેંગારસિંહ હરશ્‍યામસિંહ જાડેજા ઉ.વ.ર૮ રહે.સિંધાવદર તા.ગોંડલ વાળો પોતાના કબ્‍જામા દેશી બનાવટનો તમંચો-૧ કિં.રૂ.૫,૦૦૦/- ગે.કા.રીતે પરવાના વગર રાખી મળી આવતા કલાક : ૧૭/૦૦ વાગ્‍યે અટક કરી મજકુર આરોપી વિરૂધ્‍ધ  ગોંડલ સીટી પો.સ્‍ટે. ગુ.ર.નં ૩૨૨૪/૧૬ આર્મ્‍સ એકટ ક. ૨૫(૧-બી)(એ), ૨૯ મુજબ ગુન્‍હો રજી. કરાવેલ છે.

 

ર.      તા.૩/૦૮/૨૦૧૬ ના રોજ ગોંડલ સીટી પો.સ્‍ટે. વિસ્‍તારમા પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન મળેલ હકીકત આધારે ગુંદાળા ચોકડી પાસેથી આરોપી વહતુભાઇ કાથડભાઇ જળુ ઉ.વ.૪૦ રહે.ગોંડલ ભોજરાજપરા, વોરા કોટડા રોડ,મામાના મંદીર પાસે વાળો પોતાના કબ્‍જામા દેશી બનાવટની રીવોલ્‍વર-૧ કિં.રૂ.૨૦,૦૦૦/- ગે.કા.રીતે પરવાના વગર રાખી મળી આવતા કલાક : ૧૭/૩૦ વાગ્‍યે અટક કરી મજકુર આરોપી વિરૂધ્‍ધ  ગોંડલ સીટી પો.સ્‍ટે. ગુ.ર.નં ૩૨૨૫/૧૬ આર્મ્‍સ એકટ ક. ૨૫(૧-બી)(એ), ૨૯ મુજબ ગુન્‍હો રજી. કરાવેલ છે.

 

૩.      તા.૧૦/૦૮/૨૦૧૬ ના રોજ ગોંડલ સીટી પો.સ્‍ટે. વિસ્‍તારમા ગુન્‍હાની તપાસમા હતા દરમ્‍યાન રીમાન્‍ડ પરના આરોપી દ્વારા હથીયાર અબા કાસમ મતવા પાસેથી મેળવેલ મળેલ હકીકત આધારે મતવાના ઢોરા,ભીમનાથ મંદીર સામેથી આરોપી અબા કાસમભાઇ ખીરાણી મતવા ઉ.વ.૪૫ રહે.ગોંડલ,પાંજરાપોળ,મતવાના ઢોરે વાળાના પોતાના ઘરમાથ્‍ી દેશી બનાવટની પિસ્‍ટલ-૧ કિ;.રૂ.ર૦,૦૦૦ તથા કાર્ટીસ-ર કિ;.રૂ.૧૦૦ ગે.કા.રીતે પરવાના વગર રાખી મળી આવતા મજકુર આરોપી વિરૂધ્‍ધ  ગોંડલ સીટી પો.સ્‍ટે. ગુ.ર.નં ૩૩૩૫/૧૬ આર્મ્‍સ એકટ ક. ૨૫(૧-બી)(એ) મુજબ ગુન્‍હો રજી. કરાવેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 07-10-2016