હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- નવેમ્બર/૨૦૧૬

 

ખુનના ગુના શોધી કાઢયા ઃ- (૧)

(૨)    તા.૨૫/૦૮/૧૬ ક.૯/૨૦ વાગ્યે શ્રી ઘુઘાભાઇ સામતભાઇ ચાવડા જામ.રબારી, રહે. ભડલી, તા. જસદણ વાળાએ જાહેર કરેલ કે જસદણ પો.સ્ટે. વિસ્તારના ભડલી-ગઢાળા રોડ ઉપર મારૂતી-૮૦૦(ફાન્ટી) કાર રજી નં. જીજે.૦૫.એ.આર.૩૬૬૨ માં એક અજાણયા પુરુષની લાશ પડેલ હોય જે અંગે સ્ટેડા એન્ટ્રી નં ૭/૧૬ ક્લાક ૯/૨૦ થી થયેલ હોય જેની તપાસ દરમ્યાન મળી આવેલ લાશ સંજયભાઈ મનુભાઈ સાકળીયા-કોળી, ઉ.વ.૩૭ રહે. ટાટમ, તા. ગઢડા, જી.બોટાદવાળાની હોય અને આ સંજય મનુભાઈ સાકળીયાએ કોઈપણ કારણોસર ઝેરી દવાની અસર હેઠળ મરણ ગયેલ હાલતમાં પડેલ છે. જે આધારે જસદણ પો.સ્ટે. અ.મોત નંબર-૮૫/૧૬ સી.આર.પી.સી.કલમ-૧૭૪ મુજબનો બનાવ દાખલ કરવામા આવેલ હતો. આ બનાવની તપાસ દરમ્યાન મરનારના પરીવારજનોએ મરનાર સંજયને ટાટમ ગામના માવજીભાઈ કરશનભાઈ તાવીયાની દિકરી ચંદ્રીકા સાથે આડા સબંધો હોય જેથી આ છોકરીના પરીવારજનોએ સાથે મળી મોત નિપજાવેલ હોવાની આશંકા દર્શાવેલ હતી. જે આધારે તપાસ કરતા આરોપીઓ માવજીભાઇ કરશનભાઇ તાવીયા (ચંદ્રીકાના પિતા) તથા નયનાબેન વા.ઓ. માવજીભાઇ તાવીયા, (ચંદ્રીકાના માતા), રહે. બંને ટાટમ, તા.ગઢડા તથા મંગુબેન વા.ઓ. ધીરૂભાઇ ઝાલા (ચંદ્રીકાના માસી), તથા અંકુર ધીરૂભાઇ ઝાલા (ચંદ્રીકાના માસીયાઇ ભાઇ), રહે. બંને ગઢડા જી.બોટાદ તથા વિપુલ ગોરધનભાઇ ડાભી, (ચંદ્રીકાના માસીયાઇ ભાઇ), રહે. મુળ લીંબાળી તા.ગઢડા,  હાલ- સ્વામીના ગઢડા, સ્વામીનારાયણ મંદીરવાળા એમ પાંચેય જણાએ ચંદ્રીકા સાથે આડા સબંધ રાખનાર અને તે આડા સબંધોના કારણે ચંદ્રીકાને ગર્ભ રહી ગયેલ હોય અને ડોકટર જો ગર્ભ ન પાડી દયે તો ચંદ્રીકાને અપનાવી લેવા સંજયને કહેવુ અને ચંદ્રીકાને અપનાવી લેવામાં આનાકાની કરે તો સંજય મનુભાઇ સાકળીયાનુ મોત નીપજાવવા પુર્વયોજીત કાવતરૂ રચી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા ગે.કા.મંડળી રચી સંજયને હરીપર ગામની સીમમાં આવેલ મંગુબેનની વાડીએ ઉતારી જવાનું કહી છેતરીને મંગુબેનની વાડીએ લઇ જઇ મંગુબેનની વાડીએ પહોચતા નયનાબેનએ પોતે રસ્તામાંથી રૂ.૨૦/- ની લીધેલ મરચાની ભુકી સંજયની આંખમાં પાછળથી ચોળી નાખતા સંજયની આંખમાં મરચાની ભુકી જતા તે જોઇ શકવાને શક્તિમાન નહી રહેતા સંજયને તેની મારૂતીકાર માંથી નીચે ઉતારી તમામે ઢીકાપાટુનો તથા લાકડાના હાથા વડે માર મારી તથા દોરડા વડે ગુંદીના ઝાડ સાથે બાંધી ચંદ્રીકાનો ગર્ભ પડાવી દે નહીતર ચંદ્રીકાને અપનાવી લે તેમ વાત કરતા સંજયએ પોતે પરણેલો હોવાથી ચંદ્રીકાને અપનાવવાનો ઇન્કાર કરી દેતા તેને બળજબરી પુર્વક કપાસમા છાંટવાની જંતુનાશક દવા પીવડાવી મોત નીપજાવી તથા પુરાવાનો નાશ કરવા માટે સંજયની લાશનો નિકાલ કરવા સંજયની મારૂતીકારમાં લાશ નાખી ભડલી-ગઢાળા રોડ ઉપર સંજયની લાશ સહીતની મારૂતીકાર રેઢી મુકી દીધેલ હોય જેથી આ બનાવ ખુનમાં પલટાયેલ હોય તેથી શ્રી આર.બી.ગોહીલ, પો.સ.ઇ.,પેરોલ ફર્લો સ્કવોડ, (એલ.સી.બી.), રાજકોટ ગ્રામ્યનાઓએ શ્રી સરકાર તરફે ફરીયાદી બની જસદણ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૯/૧૬ ઇ.પી.કો.ક.૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૨૦બી, ૨૦૧ મુજબનો ગુન્હો તા.૧૪/૧૧/૨૦૧૬ ના રોજ દાખલ કરાવી આ ગુન્હો શોધી કાઢેલ છે. આ કામે તપાસ દરમ્યાન આરોપીઓ (૧) માવજીભાઇ કરશનભાઇ તાવીયા રહે. ટાટમ તા. ગઢડા જી. બોટાદ (૨) નયનાબેન વા/ઓ  માવજીભાઇ તાવીયા રહે. ટાટમ તા. ગઢડા જી. બોટાદ (૩) મંગુબેન વા/ઓ ધીરૂભાઇ ઝાલા રહે. ગઢડા તા. ગઢડા જી. બોટાદ (૪) અંકુર ધીરૂભાઇ ઝાલા  રહે. ગઢડા તા. ગઢડા જી. બોટાદ (૫) વિપુલ  ગોરધનભાઇ ડાભી રહે. મુળ લીંબાળી હાલ રહે. ગઢડા, સ્વામી નારાયણ મંદીર વાળાઓને તા.૧૬/૧૧/૨૦૧૬ ક.૧૯-૦૦ વાગ્યે અટક કરવામાં આવેલ છે,  

અપહરણનો બનાવ શોધી કાઢયો ઃ- (૧)  

(૧)    પડધરી પો.સ્ટે.,ગુ.ર.નં. ૬૪/૧૬ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૬૬ મુજબનો ગુન્હો તા. ૧૮/૦૯/૧૬  ક.૧૯/૩૦ વાગ્યે જાહેર થયેલ છે. જેમાં ફરીયાદી કાળાભાઇ મેરાભાઇ ટારીયા, ભરવાડ, રહે. પડધરી, ગીતાનગર વાળાની સગીરવયની પુત્ર સોનલ ઉ.વ.૧૬ વાળીને તેના ઘરેથી તા. ૧૭-૧૮/૦૯/૧૬ ક.૨૩/૦૦ થી ક.૦૭/૦૦ દરમ્યાન કોઇ સમયે આરોપી દિપક હકભાઇ ઝાપડા, રહે.પડધરી ગીતાનગર વાળો લલચાવી ફોસલાવી લઇ ગયેલ હોય જે ગુન્હામાં ઘણા લાંબા સમયથી તપાસ કરવા છતા આરોપી તથા ભોગ બનનાર મળી આવતા ન હોય જેથી આ ગુન્હાની તપાસમાં એલ.સી.બી.રાજકોટ રૂરલે રહી તપાસ દરમ્યાન મળેલ હકિકત આધારે ખારચીયા, તા. જસદણ, ચોટીલા પંથકમાં તપાસ કરતા તા.૦૩/૧૧/૨૦૧૬ ના રોજ મજકુર આરોપી દિપક હકાભાઇ ઝાપડા રહે.મુળ પડધરી, ગીતાનગર અને હાલ-ચોટીલા વાળાને પકડી પાડી તેની ચુંગાલ માંથી ફરીયાદીની સગીરવયની પુત્રી સોનલ ઉ.વ.૧૬ વાળીને છોડાવી બન્ને પડધરી પો.સ્ટે. હવાલે કરી આ અપહરણમાં આરોપી અને ભોગ બનનારને શોધી કાઢવામાં આવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 14-12-2016