|
રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી
વણ શોધાયેલ લુટના ગુના શોધી કાઢયા ઃ- (૨)
(૧) જેતપુર સીટી પો.સ્ટે.,ગુ.ર.નં.૪૩/૨૦૧૭ ઇ.પી.કો.કલમ. ૩૯૨, ૧૧૪ મુજબનો ગુનો તા.૦૬/૦૫/૧૭ ક.૨૦/૩૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી નિતાબેન વા/ઓ. મહેનદ્રભાઇ બચુભાઇ બોસમીયા રહે.જેતપુર, પાંચપીપળા રોડ, શક્તિ સોસાયટી વાળા તા.૦૪/૦૫/૨૦૧૭ ક.૦૮/૩૦ વાગ્યે સોસાયટીના રોડ ઉપરથી પસાર થતા હતા તે દરમ્યાન કોઇ અજાણ્યા ત્રણ ઇસમો એકસેસ મોટર સાયકલમાં આવી ફરીયાદીએ ગળામાં પહેરેલ સોનાનો ચેઇન સાડા ત્રણ તોલાનો ઝુટ મારી અડધો ચેઇન કિ.રૂ.૫૦,૦૦૦/- ની લુટ કરી નાસી જઇ ગુનો કરતા આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં એલ.સી.બી. રાજકોટ રૂરલે રહી મળેલ હકિકત આધારે તા.૦૯/૦૬/૨૦૧૭ ના રોજ આરોપી પરસોતમ ઉર્ફે જિક્કી એસ./ઓ. રાજુભાઇ જેન્તીભાઇ મકવાણા રહે. રાજકોટ, કુબલીયાપરા વાળાને પકડી પાડી આરોપીની પુછપરછ દરમ્યાન અન્ય આરોપીઓ (૧) વિલાસ રાજુભાઇ દેવીપુજક રહે.રાજકોટ, કુબલીયાપરા, (૨) લખન કોળી રહે.રાજકોટ, રામનાથપરા વાળાના નામો ખોલાવી આ વણ શોધાયેલ મિલ્કત વિરૂધ્ધનો ગુનો શોધી કાઢેલ છે.
(ર) જેતપુર સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૬૦/૧૭ ઇ.પી.કો.ક.૩૯૨, ૫૦૬(ર), ૧૧૪ મુજબનો ગુન્હો તા.૩૧/૦૫/૨૦૧૭ ક.૨૦/૩૦ વાગ્યે દાખલ થયેલ હતો આ કામે ફરીયાદી વિવેકભાઇ પરાગગીરી ગોસાઇ બાવાજી ઉ.વ.૨૩ રહે.જુનાગઢ રોડ, માહીર પેલેસ જેતપુર વાળા બેંક માંથી રોકડ રૂ.૩૦,૦૦૦/- ઉપાડી પોતાની ટ્રાન્સપોર્ટ ઓફીસે જતા હતા ત્યારે અજાણ્યા ઇસમોએ ફરીયાદીની પાછળ આવી ગાડી રોકાવી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના મોટર સાયકલની ચાવી લઇ ફરીયાદીના રૂ.૩૦,૦૦૦/- ભરેલ બેગની લુંટ કરી નાશી જઇ ગુનો કરતા બનાવ તા.૩૧/૫/૧૭ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે જેતપુર-રબારીકા રોડથી આગળ ને.હા.રોડ રધુનાથ ટ્રાન્સપોર્ટની બાજુની શેરીમાં બનેલ હતો આ વણ શોધાયેલ ગુન્હાના કામે જેતપુર સીટી પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરી આરોપીઓ અંગે હકિકત મેળવી આ કામે આરોપી નં.(૧) સુનિલભાઇ સોમાભાઇ હેગડે ઉવ.૫૦ રહે.નરશીહ મહેતાના ચોરા પાસે, જુનાગઢ તથા (ર) રફીકભાઇ ઉમરભાઇ માંડોરીયા ઉ.વ.૨૦ રહે.મુંગા બહેરા સ્કુલ પાસે જુનાગઢ વાળાઓને તા.૧૩/૦૬/૨૦૧૭ ક.૨૩/૦૦ વાગ્યે આ કામના ત.ક.અ. શ્રી કે.આર.રાવત પોલીસ ઇન્સ. જેતપુર સીટી પો.સ્ટે.નાઓએ અટક કરી ગુન્હો શોધી કાઢેલ છે.
વણ શોધાયેલ ચોરીના ગુના શોધી કાઢયા ઃ- (૧)
(૧) જામકંડોરણા પો.સ્ટે.,ગુ.ર.નં. ૨૧/૨૦૧૭ ઇ.પી.કો.કલમ. ૩૭૯ મુજબનો ગુનો તા.૦૪/૦૬/૨૦૧૭ ક.૧૪/૩૦ વાગ્યે જાહેર થયેલ જેમાં ફરીયાદી શિવકુમાર ભોલાભાઇ નિવારી રહે. હાલ- જામકંડોરણા, ભાદરા નાકા વાળાનું જામકંડોરણા-ધોરાજી રોડ ઉપર જસાપર ગામની સીમમાં ગોહિલરાજ હોટેલની સામેથી તા.૦૩/૦૬/૨૦૧૭ ક.૧૮/૦૦ થી તા.૦૪/૦૬/૨૦૧૭ ક.૦૯/૦૦ દરમ્યાન ૨૫ કે.વી. સાઇલન્ટ ટાઇપ જનરેટર સેટ કિ.રૂ.૨,૫૬,૦૦૦/- નું કોઇ ચોરી કરી લઇ જતા આ વણ શોધાયેલ ગુન્હાની તપાસમાં એલ.સી.બી. રાજકોટ રૂરલે રહી સી.સી.ટી.વી.ફુટેજ ચેક કરતા મળેલ હકિકત આધારે મહીન્દ્રા પીકઅપ વાહન નં. આરજે.૩૦.જી.એ.૫૮૧૮ વાળીમાં લઇ ગયેલ હોય જેથી રાજસ્થાન ખાતે તપાસ કરી આ ગુન્હાના આરોપી મુલસીંગ એસ/ઓ. ખીમસીંગ મોહનસીંગ ચુડાવત રહે.રાન, તા.દેવગઢ, થાના. દિવેલ, જી.રાજસમદ (રાજસ્થાન) (ર) રામલાલ મંગીલાલ કાલસા (૩) પારસ કાલુરામ સાલ્વી (૪) લક્ષ્મણ મારામ ગુર્જર (પ) શાંતિલાલ ગોરધન પ્રજાપતિ (૬) પ્રભુ ભોજારામ ચૌહાણ (૭) સુરેશ ભોભાજી ગુર્જર વાળા પૈકી આરોપી નં.(૧) ને તા.૧૦/૦૬/૨૦૧૭ ના ક.૧૧-૩૦ વાગ્યે તથા આરોપી નં.(ર)(૩) ને તા.૧૪/૬/૧૭ ક.ર૦-૪પ વાગ્યે અટક કરી ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદામાલનું જનરેટર કિ.રૂ.ર,પ૬,૦૦૦/- નું કબજે કરી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.
વણ શોધાયેલ અપહરણના ગુના શોધી કાઢયા ઃ- (૧)
(૧) જેતપુર સીટી પોલીસ સ્ટેશન ,ગુ.ર.ન.૪૨/૧૭ ઇ.પી.કો.ક.૩૩૬૩, ૩૬૬, તથા પોકસો એકટ કલમ ૫(એલ) ૬ મુજબનો ગુનો તા.૨૬/૦૪/૧૭ ના ક.૨૨/૧૭ વાગ્યે જાહેર થયેલ હતો આ કામના ફરીયાદી અનુદાસ લખમણદાસ રાવત ઉ.વ.૩૫ રહે.આવાસ યોજના કવાર્ટસ, જેતપુર વાળાની દીકરી કાજલ ઉ.વ.૧૪ વાળીને કોઇ અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી ફરીયાદીના વાલીપણા માંથી અપહરણ કરી લઇ જતા બનાવ તા.૨૧/૪/૧૭ ક.૧૪/૩૦ વાગ્યે જેતપુર મુકામે રામજી મંદિર રોડ ઉપર બનેલ છે. આ વણ શોધાયેલ ગુનાની જેતપુર સીટી પોલીસે ઉંડાણ પુર્વક તપાસ કરી તપાસ દરમ્યાન આ કામના આરોપી (૧) સુખદેવગીરી પ્રતાપગીરી મેધનાથી ઉ.વ.૫૦ રહે.નવાગઢ ધાર, જેતપુર (ર) ભાવેશપરી મોહનપરી ગોસાઇ ઉવ.૪૦ રહે.દેરડી રોડ આવાસ યોજના, જેતપુર વાળાઓના નામો ખોલાવી આ કામના ત.ક.અ. શ્રી કે.આર.રાવત પોલીસ ઇન્સ. જેતપુર સીટી પો.સ્ટે.નાઓએ આરોપીઓને તા.૦૭/૦૬/૨૦૧૭ ના ક.૧૯-૪પ વાગ્યે અટક કરી આ વણ શોધાયેલ ગુનો શોધી કાઢેલ છે.
|