|
રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી
ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળનો ગુનો ઃ- (૧)
(૧) વિંછીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૦૪/૨૦૧૮ આઇ.પી.સી. કલમ. ૩૨૩, ૩૨૭, ૩૮૫, ૧૨૦(બી), ૧૧૪ તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ની કલમ ૬૬(ડી), ૬૬(ઇ) મુજબનો ગુન્હો તા.૨૧/૧/૧૮ રાત્રીના સાડા આઠ નવ વાગ્યાના અરસામાં ભોયરારોડ ભોયરા ગામથી નજીક જંગલ વિસ્તારમાં બનેલ છે. અને તા.૨૭/૧/૧૮ ક.૧૬/૦૦ વાગ્યે દાખલ થયેલ છે. આ કામે આરોપી (૧) જનક ગોવિંદભાઇ સાંકળીયા રહે.અમરાપુર વાળાએ ફેસબુકમાં Shital Jamod નામથી ખોટુ આઇડી બનાવી. તે આઇડી મારફતે મેસેન્જર એપ્સ દ્રારા ફરીયાદી સાથે મેસેજથી વાતચીત કરી તથા મોબાઇલ ફોન દ્રારા કોઇ છોકરી સાથે વાત કરાવી અથવા કોઇ છોકરી જેવા અવાજમા વાત કરી, ફરીયાદીને મળવા માટે બોલાવી ભોંયરા ગામ નજીક જંગલ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ આરોપી (૨) વિપુલ વશરામભાઇ સોલંકી રહે.અમરાપુર વાળાએ ફરીયાદીને વાહનના કલ્ઝ વાયર તથા ઢીંકાપાટુથી માર મારી, ફરીયાદીના પાકીટ માંથી રૂા.૬,૫૦૦/- રૂપિયા બળજબરીથી કાઢી લઇ, આરોપીઓએ મોબાઇલ ફોનમાં ફરીયાદીનો અભદ્ર વિડીયો ઉતારી તે વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી. વિડીયો વાઇરલ નહીં કરવા માટે રૂબરૂમાં તથા મોબાઇલ ફોન ઉપર પ્રથમ પાંચ લાખ માગણી કરી, આજીજી કર્યા બાદ છેલ્લે વીસ હજાર રૂપિયાની માગણી કરી ગુનામા એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે ગુનાના આરોપીઓ (૧) જનકભાઇ ઉર્ફે વિક્રમ સ.ઓ. ગોવિંદભાઇ કાનાભાઇ સાંકળીયા, કોળી, ઉ.વ.૨૫, રહે.અમરાપુર, તા.વિછીંયા (૨) વિપુલભાઇ સ.ઓ. વશરામભાઇ રવજીભાઇ સોલંકી, કોળી, ઉ.વ.૨૬, રહે.અમરાપુર, તા.વિછીંયા, (૩) હિતેશભાઇ રામભાઇ નાગસ રબારી ઉ.વ. ૨૦ રહે.રેવણીયા, તા.વિછીંયા, (૪) જીતેશભાઇ ઉર્ફે હિતો રવજીભાઇ ડાભી કોળી ઉ.વ.૨૧ રહે.હિંગોળગઢ તા.વિછીંયા વાળાઓને એલ.સી.બી રાજકોટ રૂરલે હસ્તગત કરી વિંછીયા પો.સ્ટે. સોંપતા આ કામની તપાસ સી.પી.આઇ.શ્રી જસદણ સર્કલનાઓએ સંભાળી લઇ તપાસ દરમ્યાન આ કામના આરોપીઓને તા.૨૭/૧/૧૮ ક.૨૧/૦૫ વાગ્યે અટક કરેલ છે.
મેડીકલ પ્રેકટીશ્નર એકટ મુજબ કેસ : (૧)
(૧) એસ.ઓ.જી. રાજકોટ રૂરલનાઓ તા.૨૫/૦૧/૨૦૧૮ ના રોજ ગે.કા. રીતે ચાલતી પેથોલોજી લેબોરેટરીની તપાસમા જેતપુર સીટી પો.સ્ટે. વિસ્તારમા હતા દરમ્યાન કણકીયા પ્લોટ, સત્સંગ હોલની સામે આવેલ જાગૃતિ પેથોલોજી લેબોરેટરી પંચો રૂબરૂ ચેક કરતા તેના માલિક ભાવેશભાઇ મુળજીભાઇ ગજેરા પટેલ ઉ.વ.૪૧ રહે.જેતપુર, શિવમ પાર્ક, સરદાર ચોક વાળા એમ.ડી. ની પેથોલોજીની ડિગ્રી ધરાવતા ન હોય અને ગુજરાત મેડીકલ કાઉન્સેલરનુ સર્ટિફીકેટ ધરાવતા ન હોવા છતા પ્રેકટીસ કરી પેથોલોજી લેબોરેટરી ચલાવી મળી આવતા લેબોરેટરી અંગેના જુદા જુદા સાધનો રાખી કુલ કિં.રૂ.૨,૬૦,૦૦૦/- ના સાધનો સાથે મળી આવતા મજકુર વિરૂધ્ધ જેતપુર સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૩૦રર/૧૮ ગુજરાત મેડીકલ પ્રેકટીશ્નર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૧ તથા આઈ.પી.સી. કલમ ૪૧૯ મુજબ ગુન્હો દાખલ કરાવતા આ કામની તપાસ સ્થાનીક પોલીસે સંભાળી લઇ તપાસ દરમ્યાન આ કામના આરોપીને તા.૨૫/૧/૧૮ ક.૧૩/૩૦ વાગ્યે અટક કરેલ છે.
--------------------
|