|
રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત
તા.૨૫/૧૧/૨૦૧૩ થી તા.૧/૧૨/૨૦૧૩
ગેરકાયદેસર હથીયાર પકડી પાડેલઃ-
તા.૨૫/૧૧/૨૦૧૩ ના રોજ એસ.ઓ.જી રાજકોટ રૂરલએ બાધી ગામના ભરત ઉર્ફે ભુરો દેવરાજ રાઠોડ કે, જે રાજકોટ શહેરના ગેરકાયદેસર હથીયાર ના કેસમાં વોન્ટેડ હતો તેને બાધી ગામના પાટીયા પાસેથી ૧૨-બોરના જીવતા કાર્ટીસ નંગ-૧૮ કિ.રૂ.૩૬૦૦/- સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ પડધરી પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૯૪/૧૩ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ મુજબ ગુનો દાખલ કરાવેલ જેની તપાસ દરમ્યાન મજકુર આરોપીએ એક તમંચો તથા કાર્ટીસ ફિરોજ અલીભાઇ મલેક રહે.ગેડીયા જી.સુરેન્દ્રનગર વાળાને વેચેલ હોવાનું જણાવતા તેની પાસેથી તમંચો-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા કાર્ટીસ-૧ કિ.રૂ.૨૦૦/- કબ્જે કરી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
ધરફોડ ચોરીનો ગુનો શોધી કાઢેલઃ-
ટંકારા પો.સ્ટે. ગુ.ર.નં.૭૬/૧૩ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો તા.૨/૧૧/૧૩ ના રોજ જાહેર થયેલ હતો આ કામે કોઇ અજાણ્યા આરોપીઓએ ફરીયાદીના મકાનના નકુચા તોડી પતરાની બેગમાંથી સોના-ચાંદીના દાગીના-રોકડા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૪૫૦૦૦/- ની ચોરી કરી નાશી ગયેલ આ વણશોધાયેલ ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી (૧) લાલસીંગ ઉર્ફે બાંડો લટુભાઇ મછાર ઉ.વ.૨૫ રહે.આંબલીયાણી તા.કુકશી જી.ધાર (ર) મહેર ઉર્ફે રમેશ કાળુભાઇ મેડા ઉ.વ.૨૯ રહે.હોલીબટાડા તા.ગંદવાણી જી.ધાર વાળાને તા.૩૦/૧૧/૧૩ ક.૧૭/૩૦ વાગ્યે અટક કરી મુદામાલ રીકવર કરી ગુનો શોધી કાઢેલ છે.
|
|