|
રાજકોટ રૂરલ જીલ્લા પોલીસએ કરેલ સારી કામગીરીની વિગત
તા.૧૪/૦૭/૨૦૧૪ થી તા.૨૦/૭/૨૦૧૪
પ્રોહીબીશનનાં શોધી કાઢેલ કવોલીટી કેસઃ-
(૧) રાજકોટ રૂરલ જીલ્લાના જામકંડોરણા તાબેનાં તરકાસર ગામની સીમમાં આવેલ ડો.કુબાવતની વાડી તરીકે ઓળખાતી વાડીમાં આ વાડીનાં માલીકની જાણ બહાર આરોપી રાજેન્દ્રસિંહ વિક્મસિંહ જાડેજા રહે.તરકાસરવાળાએ ઇગ્લીંશ દારૂનો જથ્થો ઉતારેલ હોય તેવી બાતમીનાં આધારે રાજકોટ રૂરલ એલ.સી.બી.એ આ જગ્યાએ પ્રોહીબીશનની રેઇડ કરતા ત્યાંથી રોયલ સ્ટગની બોટલ નંગ-૩૦૬,એરીસ્ટ્રોક્રેટ વ્હસ્કીની બોટલ નંગ-૧૨૦, ગ્રીન લેબલ વ્હસ્કીની બોટલ નંગ-૩૦૬, ડી.એસ.પી.બ્લેક વ્હસ્કીની બોટલ નંગ-૩૧૦, બ્લ્યુમુન વ્હસ્કીની બોટલ નંગ-૪૦૮,પાર્ટી સ્પેશીયલ વ્હીસ્કીની બોટલ નંગ-૩૯૪, હેવર્ડ-૫૦૦૦, સ્ટ્રોગ બીયર નંગ-૧૧૫૨ એમ મળી ઇગ્લીંશ દારૂની કુલ બોટલ-૨૭૬૭ કિ.રૂ.૮,૩૦,૧૦૦/-તથા બીયર નંગ-૧૧૫૨ કિ.રૂ.૧,૧૫,૨૦૦/-એમ મળી કુલ રૂ.૯,૪૫,૩૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપી રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા રહે.તરકાસરવાળા વિરૂધ્ધ જામકંડોરણા પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૬૭/૧૪ પ્રોહી કલમ ૬૬-૧-બી,૬૫એઇ,૧૧૬-બી મુજબનો ગુનો તા.૧૯/૭/૧૪ નાં રોજ દાખલ કરાવેલ છે.
નાસતા ફરતા આરોપી પકડયાઃ-
(૧) લોધીકા પો.સ્ટે.ગુ.ર.નં.૫૧૪૧/૧૧ પ્રોહી કલમ ૬૬-બી,૬૫એઇ,૧૧૬-બી,૮૧ મુજબનાં ગુનાનો આરોપી માધુભા સુરસિંહ ઝાલા રહે.ઝીજુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગરવાળો ગુનો કર્યા બાદ ધણા લાંબા સમયથી નાસતો ફરતો હોય જે આરોપીને અત્રેની એલ.સી.બી.એ તા.૧૬/૭/૨૦૧૪ નાં રોજ પાટડી બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
(ર) કોટડાસાંગાણી પો.સ્ટે.ગુ.ર.નં.૯૪/૧૩ ઇ.પી.કો.કલમ ૩૨૪,૧૧૪ મુજબનાં ગુનાનો આરોપી ગોપાલ ભોજુભાઇ દાંતી (ગઢવી) રહે.પાટડી તા.લોધીકાવાળો ગુનો કર્યા બાદ નાસતો ફરતો હોય મજકુર આરોપીને અત્રેની એલ.સી.બી.એ તા.૧૯/૭/૨૦૧૪નાં રોજ સાપર પોલીસ ચોકી પાસેથી પકડી પાડી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
|