રાજકોટ રૂરલ જીલ્લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી
તા.૪/૮/૧૪ થી તા.૧૦/૮/૧૪
નાસ્તા ફરતા આરોપી પકડયા ઃ- (૩)
(૧) કોટડા સાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૨૮/૧૨ ઇ.પી.કો.ક.૪૫૭, ૩૮૦, ૧૧૪ વિગેરે મુજબનાં ગુનાનો આરોપી જીતુભાઇ પ્રવિણભાઇ રાઠોડ ઉ.વ.૨૦ રહે.રાજકોટ વાળો ગુનો કર્યા બાદ ધણા લાંબાસમય થી નાસતો ફરતો હતો મજકુર અરોપીને અત્રેની રાજકોટ રૂરલ એલ.સી.બી.એ તા.૭/૮/૨૦૧૪નાં રોજ હકિકત મેળવી કોટડા સાંગાણી મુકામેથી પકડી પાડી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
(ર) ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૬૩/૧૪ પ્રોહી ક.૬૬(૧)બી, ૬૫-ઇ, ૮૧ મુજબનાં ગુનાનો આરોપી દિલીપભાઇ રતીલાલ સોઢા ઉ.વ.૨૫ રહે.જુનાગઢ કાળવા ચોક વાળો ગુનો કર્યા બાદ નાસતો ફરતો હતો મજકુર આરોપીને અત્રેની રાજકોટ રૂરલ એલ.સી.બી.એ તા.૬/૮/૧૪ નાં રોજ ધોરાજી ખાતેથી પકડી પાડી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
(૩) ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૫૯/૧૪ પ્રોહી ક.૬૬(૧)બી, ૬૫-ઇ, ૮૧ મુજબનાં ગુનાનો આરોપી રાજુભાઇ બચુભાઇ પરમાર ઉ.વ.૪૦ રહે.જુનાગઢ કાળવા ચોક વાળો ગુનો કર્યા બાદ નાસતો ફરતો હતો મજકુર આરોપીને અત્રેની રાજકોટ રૂરલ એલ.સી.બી.એ તા.૬/૮/૧૪ નાં રોજ ધોરાજી ખાતેથી પકડી પાડી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જુગાર ધારાનાં શોધીકાઢેલ ગણનાપાત્ર કેસો ઃ- (૨)
(૧) રાજકોટ રૂરલ એલ.સી.બી.એ તા.૮/૮/૨૦૧૪નાં રોજ કોટડા સાંગાણી તાબેનાં શાપર(વે.) મુકામે કિશોરભાઇ અરજણભાઇ કોરાટ ઉ.વ.૪૮ રહે.શાપર (વે.) વાળાનાં ફાર્મ હાઉસનાં મકાનમાં જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા કુલ-૭ આરોપીઓને રોકડા રૂ.૬૫,૫૦૦/- વાહનો-૪, મોબાઇલ-૮ મળી કુલ રૂ.૨,૦૫,૦૦૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ કોટડા સાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૮૬/૧૪ જુ.ધા.ક.૪,૫ મુજબ ગુનો તા.૮/૮/૧૪ નાં રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
(૨) રાજકોટ રૂરલ એલ.સી.બી.એ તા.૧૦/૮/૧૪ નાં રોજ ગોંડલ મુકામે જયશ્રીનગરમાં રહેતા નીલેષ બળવંતરાય ગોસાઇ ઉ.વ.૩૩ રહે.ગોંડલવાળાનાં રહેણાંક મકાનમાં જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા કુલ-૪ આરોપીઓને રોકડા રૂ.૮૫,૮૦૦/- મોબાઇલ ફોન, વાહન વિગેરે મળી કુલ રૂ.૧,૨૭,૮૦૦/-નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ગુ.ર.નં.૩૨૨૬/૧૪ જુગાર ધારા ક.૪-પ મુજબનો ગુનો તા.૧૦/૮/૧૪ નાં રોજ દાખલ કરાવી તેનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
|