|
રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત
તા.૧૮/૮/૨૦૧૪ થી તા.૨૪/૮/૨૦૧૪
લુટનો ગુનો શોધી કાઢયો
જેતપુર સીટી પો.સ્ટે.,ગુ.ર.ન.૧ર૮/૧૪ ઇ.પી.કો.ક.૩૯૪,૩૪ મુજબનો ગુનો તા.૨/૮/૧૪ ના રોજ જાહેર થયેલ છે. આ કામના ફરીયાદી આકાશભાઇ શ્રીરામ કીશોર ચૌધરી (યાદવ) ઉવ.ર૦ રહે,જેતપુર વાળા તથા સાહેદ તા.૧/૮/૧૪ ના રોજ જેતપુર ભાદરનદીના જુના પુલ ઉપર ચાલીને જતા હતા ત્યારે ત્રણ આરોપીઓ મોઢે કપડુ બાંધી હિરોહોન્ડા મો.સા. ઉપર આવી ફરીયાદી તથા સાહેદને રોકી છરી વતી તેના ઉપર હુમલો કરી ફરીયાદીને હાથ ઉપર ઇજા કરી તેની પાસેથી મોબાઇલ ફોન બોકસ કંપનીનો કી.રૂ.૩૦૦૦/- નો તેમજ સાહેદ પાસેથી લાવા કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૩૩૦૦/- અને ખિસ્સા માંથી રોકડ રૂ.પ૦૦૦/- એમ મળી કુલ રૂ.૧૧,૩૦૦/-ની લુંટ કરી નાસી જઇ ગુનો કરતા બનાવ બનેલ છે સદરહુ ગુનો વણ શોધાયેલ હોય અને આ ગુનામાં મોબાઇલ ફોનની લુંટ થયેલ હોય જેથી આ મોબાઇલોના આઇ.એમ.ઇ નંબર ઉપરથી એકટીવેશનમાં મુકી, જાણીતા ગુનેગારો તથા શકદારોને તપાસી તેમજ ખાનગીરાહે હકિકત મેળવી ગુનો શોધી કાઢવા તમામ દિશાઓમાં તપાસ કરતા આ ગુનામાં આરોપી (૧) મહેન્દ્રસીંહ ઉર્ફે મોન્ટુ રમેશસીંહ ચાવડા ઉવ.ર૩ રહે,મોચીનગર-રાજકોટ (ર) મયુરસીંહ દીલીપસીંહ પરમાર ઉવ.ર૦ રહે,અયોધ્યાપાર્ક,રાજકોટ (૩) પ્રતીપાલસીંહ ભુપેન્દ્રસીંહ જાડેજા ઉવ.રર રહે,બજરંગવાડી,રાજકોટ તથા (૪) યુવરાજ લલીતભાઇ એરંડા ઉવ.રપ રહે,રામનાથપરા,રાજકોટ વાળા સંડોવાયેલાનું તપાસ દરમ્યાન જણાતા ઉપરોકત આરોપીઓ પૈકી નં.(૧) ને તા.૧૭/૮/૧૪ ક.૧૮-૧૦ તથા નં.(ર) થી (૪) ને તા.૧૮/૮/૧૪ ક.૧ર-૩૦ વાગ્યે અટક કરી લુંટમાં ગયેલ મુદામાલ પૈકી મોબાઇલ ફોન કિ.રૂ.૩૩૦૦/-નો રીકવર કરી જેતપુર શહેર પોલીસે ગુનો ડીટેકટ કરેલ છે.
ચિલઝડપનો ગુનો શોધી કાઢયો
જેતપુર સીટી પો.સ્ટે.,ગુ.ર.ન.૧૩૧/૧૪ ઇ.પી.કો.ક.૩પ૬,૩૭૯ મુજબનો ગુનો તા.૧૦/૮/૧૪ ના ક.૧૮-૦૦ ના સુમારે જેતપુર નવાગઢ અંડર બ્રીજ ને.હા.રોડ ઉપર બનેલ છે અને તા.૧૦/૮/૧૪ ના ક.૧૯-૧પ વાગ્યે દાખલ થયેલ છે. આ કામના ફરીયાદી પુજાબેન વા/ઓ.માધાભાઇ સોંદરવા ઉવ.ર૦ રહે,શાપર(વે) વાળા બનાવના દિવસે પોતાના પતિ સાથે મોટીમારડ ગામે તેના ભાઇને રાખડી બાંધવા ગયેલા હતા ત્યાંથી મો.સા.ઉપર પાછા ફરતા જેતપુર-નવાગઢ ને.હા.રોડ અંડર બ્રીજ પાસે પહોંચતા ર-અજાણ્યા ઇસમોએ તેની પાછળ મો.સા.લઇ આવી ચાલુ મો.સા.એ ફરીયાદીએ ગળામાં પહેરેલ સોનાનો ચેઇન કિ.રૂ.ર૮,૦૦૦/- નો ઝોટ મારી ચીલઝડપ કરી નાસી જઇ ગુનો કરેલ. આ ગુનો વણ શોધાયેલ હોય જેથી શકદારોને તપાસી ખાનગીરાહે હકીકત મેળવતા અને આ ગુનાનો આરોપી સોની બજારમાં ચેઇન વેચવા માટે આવનાર હોવાની હકીકત મળતા ત્યાં વોચ ગોઠવી આ વર્ણન વાળો આરોપી મળી આવતા મજકુરને પકડી તેનું નામ પુછતા દિપક વશરામ રાઠોડ દેવીપુજક રહે,મોટી મારડ વાળો હોવાનું જણાવેલ અને તેના કબજા માંથી આ ગુનામાં ગયેલ ચેઇન મળી આવતા અને આ ચેઇન તેને પોતાના સાવકા ભાઇ રસીક ઉર્ફે કાળા ભીખાભાઇ સોલંકી સાથે મળી ઉપરોકત જગ્યાએથી ચીલઝડપ કરેલ હોવાનું જણાવતા આ આરોપી દિપક વશરામ રાઠોડ દેવીપુજક ઉવ.ર૩ રહે,મોટી મારડ વાળાને તા.રર/૮/૧૪ ના ક.૧૭-૦૦ વાગ્યે અટક કરેલ છે જયારે સહ આરોપીને પકડી પાડવા તપાસ ચાલુ છે.આમ આ ચીલઝડપનો વણ શોધાયેલ ગુનો ડીટેકટ થયેલ છે.
|