હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

તા.૮/૯/૧૪ થી તા.૧૪/૯/૧૪

 

 હથીયાર ચોરીનો ગુનો શોધી કાઢયો ઃ-  (૧)

 

        રાજકોટ મુકામે વૃંદાવન સોસાયટીમાં રહેતા સંદીપભાઇ વલ્લભભાઇ માકડીયા પટેલ ઉ.વ.૩૯ વાળાનાં મેટોડા જી.આઇ.ડી.સી.માં અંજલી પાર્ક કલાપી એપાર્ટમેન્ટમાંથી તા.૧૬/૦૮/૧૪ થી તા.૧૮/૮/૧૪ દરમ્યાન કોઇ અજાણ્યા આરોપી ફરીયાદી શ્રી સંદીપભાઇ વલ્લભભાઇ પટેલની પરવાનાં વાળી એન.પી.બી. રીવોલ્વર કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા પિસ્ટલ એક કિ.રૂ.૧,૨૫,૦૦૦/- તથા સોની કંપનીનું કલર ટી.વી.ની કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કૂલ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલની ફરીયાદ દાખલ કરાવતા આ અંગે લોધીકા પો.સ્ટે. ગુ.ર.નં.૫૭/૧૪ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો તા.૧૮/૮/૧૪ નાં રોજ દાખલ કરવામાં આવેલ આ ગુનો પ્રથમ વણશોધાયેલ હોય અને આ ગુનામાં પરવાના વાળા હથીયારોની ચોરી થયેલ હોય જેથી આ ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરતાં આ ગુનામાં સંડોવાયેલ આરોપી જીનેશપરી ઉર્ફે જલો બટુકપરી કાનપરી ગોસાઇ ઉ.વ.૩૦ રહે.ખોડપરા જેતપુર વાળાને તા.૧૧/૯/૧૪ ક.૧૧/૩૦ વાગ્યે અટક કરેલ છે. અને આ ગુનામાં ચોરાયેલ એન.પી.બી.રીવોલ્વર તથા પિસ્ટલ કબ્જે કરી ગુનો ડીટેકટ કરેલ છે.   

          

મિલ્કત વિરૂધ્ધનાં ગુનાઓ ડીટેકટ કર્યા ઃ- (૧)

 

        રાજકોટ રૂરલ એલ.સી.બી. તા.૧૨/૯/૧૪ નાં રોજ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી રાહે હકિકત મળતા મેટોડા જી.આઇ.ડી.સી. ગેટ નંબર-ર પાસેથી (૧) સંજય ઉર્ફે જયસીંગ માનસીંગ લોહાર વિશ્વકર્મા નેપાળી ઉ.વ.૨૦ રહે.હાલ રાજકોટ મુળ-ટીકાપુર જી.નેપાલગંજ, નેપાળ તથા (ર) અર્જુન ઉર્ફે ટીકારામ વીરબહાદુર ખડકર નેપાળી ઉ.વ.૧૯ રહે. હાલ રાજકોટ મુળ જોડીયપલ નેપાલગંજ નેપાળ વાળા પાસેથી એક નોકીયા કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૬,૦૦૦/- એક માઇક્રોમેક્ષ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧,૦૦૦/- તેમજ કાળા કલરનું હિરો હોન્ડા સ્પલેન્ડર મોટર સાયકલ નં.જી.જે.-૩ બી.આર.-૫૧૫૧ ની શકમંદ મિલ્કત સાથે સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ કબ્જે કરી તેની ઉંડાણપુર્વક પુછપરછ કરતા (૧) મલવીયા નગર ગુ.ર.નં.૧૧૮/૧૪ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ તથા ગાંધીગ્રામ ગુ.ર.નં.૨૫૧/૧૪ ઇ.પી.કો.ક.૨૭૯ મુજબનાં ગુનાઓ ડીટેકટ થયેલ છે.

 

પ્રોહીબીશનનાં શોધીકાઢેલ કવોલીટી કેસો ઃ- (૧)

 

        તા.૧૧/૯/૨૦૧૪ નાં રોજ શ્રી વી.વી.ઓડેદરા પોલીસ સબ ઇન્સ્પેકટર લોધીકા પો.સ્ટે.નાઓએ લોધીકા તાબેનાં દેવડા ગામની સીમમાં આવેલ રામદેવસિંહ જાડેજાનાં હાર્દિક ફાર્મ હાઉસમાં પ્રોહી. અંગે રેઇડ કરી ફાર્મ હાઉસમાં આવેલ રૂમમાંથી ગેરકાદેસર રીતે અને પાસ પરમીટ કે આધાર વગર રાખેલ ભારતીય બનાવટનાં પરપ્રાંતિય લગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની પેટીઓ નંગ-૯૦ કૂલ બોટલ નંગ-૧૦૮૦ કિ.રૂ. ૩,૨૪,૦૦૦/- નાં મુદામાલ પકડી પાડી મજકૂર આરોપી વિરૂધ્ધ લોધીકા પો.સ્ટે. ગુ.ર.નં.૫૧૭૮/૧૪ પ્રોહી ક.૬૬-બી, ૬૫-એ-ઇ, ૧૧૬-બી મુજબનો ગુનો તા.૧૧/૯/૧૪ ક.૨૨/૧૫ વાગ્યે દાખલ કરી તેમનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 

જુગારનાં શોધી કાઢેલ કવોલીટી કેસો ઃ- (૧)

 

        તા.૧૦/૯/૧૪ નાં રોજ શ્રી કે.એન.ભુકણ પો.સબ.ઇન્સ. ભાયાવદર પો.સ્ટે.વાળાએ નવા કલારીયા ગામની સંધીધાર નામની સીમમાં જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) પ્રવિણભાઇ છગનભાઇ તાલોડીયા પટેલ ઉ.વ.૫૦ વિગેરે ૬-માણસોને તીન પતીનોં પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂ.૧,૦૭,૫૦૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ભાયાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૭૩/૧૪ જુગાર ધારા કલમ-૪,૫ મુજબનો ગુનો તા.૧૦/૯/૧૪ નાં રોજ દાખલ કરી તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

                       

                                -------------------------------   

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 15-09-2014