હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

 તા.૧૫/૦૯/૨૦૧૪ થી તા.૨૧/૯/૨૦૧૪

વાહન ચોરીના ગુના શોધી કાઢયા

 

                રાજકોટ ગ્રામ્‍ય જીલ્‍લામાં  વાહન ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધવા તેમજ બનતા અટકાવવા વાહન ચેકીંગ તેમજ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવેલ છે  જે અનુસંધાને તા.૧૬/૯/૨૦૧૪ ના રોજ એલ.સી.બી. શાખાના અધિકારી/કર્મચારીઓ શાપર-રીબડા-ગોંડલ ખાતે પેટ્રોલીંગમાં હતા તે  દરમ્‍યાન તેઓને ખાનગીરાહે હકીકત મળેલ કે નંબર વગરના હીરોહોન્‍ડા સ્‍પલેન્‍ડર મોટર સાયકલ ઉ૫ર ત્રણ ઇસમો ગોંડલ રોડ પર નિકળનાર હોય જે હીરોહોન્‍ડા મો.સા. તેઓએ કોઇ જગ્‍યાએથી ચોરી કરી અથવા છળકપટથી મેળવેલ છે. જેથી મજકુર ઇસમોની રીબડા ચોકડી પાસે વોચમાં હતા દરમ્‍યાન ઉપરોકત રીતેના મો.સા. ઉ૫ર ત્રણ ઇસમો શંકાસ્‍પદ હાલતે જોવા મળતા તેઓને રોકી નામ-ઠામ પુછતા નં.(૧) કિરણ ઉર્ફે પંકજ ઉર્ફે પકો મગનભાઇ સોલંકી ઉવ.૨૧ ધંધો-મજુરી રે.પારડી તા.કોટડા સાંગાણી મુળ-અમરાપુર તા.વડીયા તથા નં.(ર) અશોક મનસુખભાઇ મકવાણા (દેવીપુજક) ઉવ.૨૦ ધંધો-મજુરી રે.સાપર તા. કોટડા સાંગાણી તથા નં.(૩) અશોક ભીખાભાઇ જાદવ  ઉવ.૨૫ ધંધો-મજુરી રે.શાપર તા.કોટડા સાંગાણી વાળાઓ પાસે વાહન અંગેના આધાર-પુરાવા માંગતા નહી હોવાનુ જણાવતા સદર મોટર સાયકલ કિ.રૂ.૩૦4૦૦૦/-તથા મોબાઇલ ફોન-૩ કિ.રૂ.૪૦૦૦/- ના શક પડતી મીલ્‍કત ગણી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્‍જે કરવામાં આવેલ અને મજકુર ઇસમોને અટક કરેલ હતા.

                        આ કામના આરોપીઓ પૈકી કિરણ ઉર્ફે પંકજ ઉર્ફે પકો મગનભાઇ સોલંકી ઉવ.૨૧ ધંધો-મજુરી રે.પારડી તા.કોટડા સાંગાણી મુળ-અમરાપુર તા.વડીયા વાળો અગાઉ દાણા ચોરીના કેસમાં તથા ઇંગ્‍લીશ દારુના તથા મારા-મારીના કેસોમા પકડાઇ ગયેલ હોય તેમજ માથાભારેની છાપ ધરાવે છે તેમજ આરોપી અશોક મનસુખભાઇ મકવાણા (દેવીપુજક) ઉવ.૨૦ ધંધો-મજુરી રે.સાપર તા.કોટડા સાંગાણી વાળો અગાઉ બે વખત વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચુકેલ હોય ઉપરોકત ત્રણે ઇસમો પારડી-શાપર વિસ્‍તારમાં માથાભારે ઇસમોની છાપ ધરાવે છે.       

                    જેથી મજકુર આરોપીઓની ઉંડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત મોટર સાયકલ તેઓએ જેતપુર માકેર્ટીંગ યાર્ડ પાસેથી ચોરી કરેલાનુ તેમજ બીજા ર(બે) મોટર સાયકલ ગોંડલ માર્કેટીંગ યાર્ડ તથા પારડી ગામ કલ્પવન સોસા. મેઇન રોડ ઉપરથી આશરે ત્રણ માસ પહેલા ચોરી કરેલાનુ જણાવતા તે મોટર સાયકલો મેળવી તે બાબતે ખરાઇ કરાવતા (૧) જેતપુર સીટી પો.સ્ટે.4ગુ.ર.નં. ૧૧૧/૧૪ આઇ.પી.સી.કલમ-૩૭૯ તથા (ર) ગોંડલ સીટી પો.સ્ટે.4ગુ.ર.નં.૮૭/૧૪ આઇ.પી.સી.કલમ-૩૭૯ મુજબના ગુનાઓ નોંધાયેલાનુ જણાઇ આવેલ છે. આમ ઉપર મુજબના વાહન ચોરીના ગુનાઓ શોધાયેલ છે.          

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 25-09-2014