હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા ઃ- પોલીસે કરેલ સારી કામગીરી

તા.૬/૧૦/૧૪ થી તા.૧૨/૧૦/૧૪

ધરફોડ ચોરીના ગુના ડીટેકટ કર્યા ઃ-

        રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધનાં ગુનાઓ શોધી કાઢવા વાહનો તથા સંકાસ્પદ ઇસમોને ચેક કરવાની કામગીરી ચાલુ રખાવેલ છે. આ કામગીરી સબબ પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. રાજકોટ રૂરલ તથા તેનો સ્ટાફ આ કામગીરી સબબ જેતપુર વિસ્તરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન (૧) ઉમેશ ઉર્ફે ઉંદરડી રમણીકભાઇ વાળા દેવીપુજક ઉ.વ.૨૫ (ર) અરવિંદ મધુરભાઇ સોલંકી દેવીપુજક ઉ.વ.૨૩ રહે.જેતપુર વાળા શંકાસ્પદ ઇસમો મળી આવતા અને મજકુરનાં કબ્જામાંથી એક સેમસંગ કંપનીનો ટેબલેટ કિ.રૂ.૧૬,૦૦૦/- તથા એક પકડ મળી આવતા અને તેઓ આ બાબતે સંતોષકારક જવાબ ન આપતા તેને સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી મુજબ અટક કરી પુછ પુરછ કરતા જેતપુરસીટી પો.સટે. ગુ.ર.નં.૧૪૫/૧૪ ઇ.પી.કો.ક.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો ડીટેકટ થયેલ છે.

        ઉપરોકત ઉમેશ ઉર્ફે ઉંદરડી અગાઉ અનેક ધરફોડ તથા ચોરીના ગુનામા પકડાયેલ છે. અને તે આંતર રાજય ગુનેગાર અશોક ગભરૂ દેવીપુજક તથા ચતુર ગભરૂ દેવપીજકનો સાગરીત હતો આ બાબતે વધુ તપાસ ચાલુ છે.

 

 નાસતો ફરતો નામચીન ગુનેગારને પકડયો ઃ-

        ધોરાજી શહેરનો નામચીન ગુનેગાર ફીરોજ ઉર્ફે ફીરીયો રફીકભાઇ જુણેજા સંધિ વાળા વિરૂધ્ધ ધોરાજી પો.સ્ટે. ગુ.ર.નં.૯૬/૧૪ ઇ.પી.કો.ક.૩૨૪ વિગેરે મુજબનો ગુનો તા.૨૦/૮/૧૪ ના રોજ દાખલ થયેલ હતો તે રાતે જ તેણે ધોરાજી ચોકમાં આવેલ નુરૂદાનભાઇ વોરાની સ્પેર પાર્ટની દુકાનમાં આગ લગાડી ગુનો કરેલ આ ગુનામાં મજકૂર નાસતો ફરતો હોય તે દરમ્યાન નરૂદીનભાઇને ટેલિફોનથી જોઇ લેવાની ધમકી આપી ગુનો કરેલ આમ આ આરોપી ત્રણ ગુનામાં નાસતો ફરતો હતો તેમજ આ શિવાય મજકૂર વિરૂધ્ધ અગાઉ મારા-મારી દારૂના વેંચાણના સાતેક ગુના દાખલ થયેલ હોય અને પાસાની પણ સજા ભોગવેલ રીઢો ગુનેગાર હોય જેથી આ માથાભારે ઇસમને પો.સ.ઇ.શ્રી એસ.ઓ.જી. રાજકોટ રૂરલ તથા તેના સ્ટાફએ તા.૯/૧૦/૧૪ ના રોજ ધોરાજી આવકાર ચોકડી પાસેથી પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

જુગાર ધારાનાં શોધીકાઢેલ કવોલીટી કેસ ઃ- 

        તા.૮/૧૦/૨૦૧૪ ના રોજ પો.સ.ઇ.શ્રી વિરપુર પો.સ્ટે.નાઓએ પીઠડીયા ટોલનાકા પાસે જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) ફિરોજભાઇ ઇસ્માઇલભાઇ ખેરાડા ઉ.વ.૨૩ વિગેરે ૮ માણસોને જુગાર રમતા રોકડ રૂ.૫૧,૭૦૦/- તથા મોબાઇલ ફોન, વાહનો વિગેરે મળી કૂલ રૂ.૧,૧૭,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ વિરપુર પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૯૦/૧૪ જુગાર ધારા ક.૪,૫ મુજબનો ગુનો તા.૮/૧૦/૧૪ ના રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 14-10-2014