|
રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત
તા.૧૩/૧૦/૨૦૧૪ થી તા.૧૯/૧૦/૨૦૧૪
જેલમાંથી ભાગી ગયેલ આરોપીને પકડી પાડયો
તા.૧/૧૦/ર૦૧૪ ના રોજ જેતપુર સીટી પો.સ્ટે.ના બળાત્કારના ગુન્હામા કાચા કામના કેદી તરીકે જેતપુર સબ જેલમા સજા કાપી રહેલ આરોપી કિશોરભાઇ ભીમજીભાઇ ઉર્ફે ભીમાભાઇ કાંજીયા રે.જેતપુર વાળો સબ જેલના વોર્ડન રમેશભાઇ ડોબરીયા બપોરના સમયે આરોપીઓને ચા પીવા માટે બહાર કાઢતા મજકુર આરોપી વોર્ડન રમેશભાઇને ધકકો મારી પછાડી દઇ જેલની દિવાલ કુદી ભાગી ગયેલ હતો જે બાબતે જેતપુર શહેર પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધાયેલ હતો આમ મજકુર આરોપી જેલ માંથી ભાગી જતા તુરત તેને પકડી પાડવા સ્થાનિક પોલીસ તેમજ અત્રેની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રગુપના પોલીસ અધિકારી/કર્મચારીઓને પ્રયત્નશીલ કરાવી ઉંડાણપુર્વક તપાસ કરતા અત્રેની એસ.ઓ.જી.શાખાના અધિકારી/કર્મચારીઓને હકીકત મળેલ કે જેતપુર સબ જેલ માંથી ભાગી ગયેલ મજકૂર આરોપી રામોદ પાસેના ગામમાં રહેતા તેના સસરાના ધરે આવનાર હોય જેથી આ જગ્યાએ અસરકારક વોચ ગોઠવી રામોદ ગામ પાસેથી આ આરોપી કિશોરભાઇ ભીમજીભાઇ ઉર્ફે ભીમાભાઇ કાંજીયા દેવીપુજક ઉ.વ.૩૦ રહે.જેતપુર નવાગઢ, રામૈયા હનુમાન મંદીર પાસે વાળાને તા.૧૬/૧૦/ર૦૧૪ ના કલાક ૧૬/૩૦ વાગ્યે પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
--------------
|
|