હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત

 તા.૨૪/૧૧/૨૦૧૪ થી તા.૩૦/૧૧/૨૦૧૪

 

સસ્તા ભાવે સોનાના બીસ્કીટ આપવાનો ગુનો શોધી કાઢયો.

                તા.૨૮/૧૧/૨૦૧૪ ના રોજ વિરપુર પો.સ્‍ટે.ના પોલીસ કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ અજીતસિંહ જાડેજાને હકીકત મળેલ કે વિરપુર બસ સ્‍ટેન્‍ડમાં એક પુરૂષ અને સ્‍ત્રી ખોટા બીસ્‍કીટ લઇ આવી કોઇને સાચા બીસ્‍કીટ તરીકે વેચાણ કરી છેતરપીંડી કરવાના હોવાની હકીકત મળતા આ અંગેની જાણ વિરપુર પો.સ.ઇ.શ્રી જી.એ.જાડેજાને કરતા તેઓએ પોલીસ કોન્‍સ.રાજેન્‍દ્રસિંહને બસસ્‍ટેન્‍ડે વોચમાં રાખતા (૧) મહેબુબ અજીજભાઇ માંડવીયા (ર) રૂકશાનાબેન વા/ઓ મહેબુબભાઇ માંડવીયા રહે.જેતપુર વાળા મળી આવતા તેની પાસેથી બે સોનાના ખોટા બીસ્‍કીટ મળી આવતા મજકુર બન્‍નેને પો.સ.ઇ.શ્રી જાડેજાએ સી.આર.પી.સી.૪૧()ડી.મુજબતા.૨૮/૧૧/૧૪ કલાક ૧૪/૩૦ વાગ્‍યે અટક કરી બન્‍ને ખોટા બીસ્‍કીટ કબજે કરેલ.અને મજકુર આરોપીઓની પુછપરછ કરતા આરોપી મહેબુબ અજીજભાઇએ પોતે તથા સહ આરોપીઓએ મળી અગાઉ જેતપુર ખાતે ગરેજ ગામના માણસને સોનાના બીસ્‍કીટ સસ્‍તા ભાવે આપવાનુ કાવત્રુ રચી તેની પાસેથી કટકે કટકે રૂપીયા પાંચ લાખ લઇ બીસ્‍કીટ નહી આપી ફરીયાદી અશોકભાઇ ખીમજીભાઇ પાલા સોની ઉવ.૪૪ રહે પોરબંદર વાળા સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરેલ હોય આ અંગે જેતપુર સીટી પો.સ્‍ટે.માં જાણ કરતા જેતપુર સીટી પો.સ્‍ટે.ગુ.ર.નં.૧૬૩/૧૪ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૧૨૦બી,૧૧૪ મુજબનો ગુનો તા.૧૦/૧૦/૧૪ ના રોજ જાહેર થયેલ હોય આ કામે મજકુર આરોપી મહેબુબ અજીજભાઇ માંડવીયાને જેતપુર સીટી પો.સ્‍ટે.ના પો.હેડકોન્‍સ.વિજયભાઇ નાગજીભાઇ ચાવડાએ કબજો સંભાળી આ ગુનાના કામે તા.૨૯/૧૧/૧૪ કલાક ૨/૩૦ વાગ્‍યે અટક કરી સહ આરોપી અજય વિઠ્ઠલભાઇ સરવૈયા રહે.જેતપુર વાળાને તા.૨૯/૧૧/૧૪ કલાક ૧૬/૩૦ વાગ્‍યે અટક કરી સદરહુ ગુનો ડીટેક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

 

નાસતા ફરતા આરોપી પકડી પાડયા

 

(૧)            પડધરી પો.સ્ટે.ગુ.ર.ન.ર૧/૧૪ ઇ.પી.કો.ક.૩ર૩,૩ર૪ મુજબનો ગુનો તા.૬/૪/ર૦૧૪ ના રાત્રીના સવા બારેક વાગ્યે પડધરી મુકામે ભરવાડવાસમાં બનેલ છે અને તા.૬/૪/૧૪ ના ક.૯-૩૦ વાગ્યે જાહેર થયેલ હતો. આ કામના ફરીયાદી શ્રી ભરતભાઇ ભગવાનભાઇ ભરવાડ રહે પડધરી વાળા બનાવના દિવસે તેના મોટાબાપુના ધર પાસે બેઠા હતા ત્યારે આરોપી અકબર ઉર્ફે વકુ સંધિ તથા સલીમ હારૂન રાફરાણી વિગેરે ત્યાં આવી ગાળો બોલતા હોય જેથી ફરી.એ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ છરી વતી ઇજા કરી તથા સાહેદને માથામાં લાકડી વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ હતો. આ ગુનો કર્યા બાદ આ કામના આરોપી સલીમ હારૂન રાફરાણી સંધિ રહે,ભગવતી સોસાયટી રાજકોટ વાળો ધણા લાંબા સમયથી નાસતો ફરતો હોય જે નાસતા ફરતા આરોપીને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તા.ર૭/૧૧/૧૪ ના ભારત હોટલ પાસેથી પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

ર/-            ગોંડલ સીટી પો.સ્ટે.,ગુ.ર.ન.૯૩/૧૪ ઇ.પી.કો.ક.૪પ૭,૩૮૦ મુજબનો ગુનો તા.૧/૮/૧૪ ના ક.૧૯-૦૦ થી ર/૮/૧૪ ના ક.૮-૦૦ દરમ્યાન ગોંડલ મુકામે ગુંદાળા ચોકડી પાસે ગેલેકસી હોટલ પાછળ બનેલ છે અને તા.ર/૮/૧૪ ના ક.૧ર-૪પ વાગ્યે દાખલ થયેલ છે. આ કામના ફરીયાદી શ્રી કિશોરભાઇ ભોળાભાઇ ખુંટ રહે,ગોંડલ વાળાની દુકાનના તાળા તોડી શટર ઉચકી આરોપીએ પ્રવેશ કરી દુકાન માંથી રીવાઇન્ડીંગ કેબલ વાયર કી.રૂ.૧,૭પ,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે. આ ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી આ ગુનામાં ધણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપી હરસુખ ઉર્ફે હસમુખ ઉર્ફે મુન્નો રતીભાઇ વાધેલા રહે,રાજકોટ નવલનગર વાળાને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તા.ર૪/૧૧/૧૪ ના રોજ મવડી ચોકડી પાસેથી પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.   

                                      --------------

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 08-12-2014