|
રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગત
તા.૨૯/૧૨/૨૦૧૪ થી તા.૦૪/૦૧/૨૦૧૫
એકસ્પ્લોજીવ એકટનો કેશ શોધી કાઢયો.
તા.ર/૧/ર૦૧૫ ના રોજ ભાડલા પો.સ્ટે. વિસ્તારમા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ રાજકોટ રૂરલના પો.સ.ઈન્સ. શ્રી ડી.બી.મહેતા પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા દરમ્યાન ભાડલાથી કમળાપુર જતા રોડ ઉપર કમળાપુર ગામની સીમમા વિપુલભાઇ વિઠલભાઇ પટેલની વાડીમા કુવો ગાળવાનુ કામ ચાલુ હોય તે જગ્યાએ ચેક કરતા ખુલ્લામા સ્ફોટક પદાર્થ બેદરકારી રીતે રાખેલ હોય ત્યાં હાજર ઈસમ રાજેન્દ્રસિંહ ભવરસિંહ રજપુત ઉ.વ.ર૬ રહે.મુળ ગામ સદરમાલા તા.મસુદા જી.અજમેર રાજસ્થાન હાલ કમળાપુર ગામની સીમ વિપુલભાઇ પટેલની વાડીએ વાળાએ સ્ફોટક પદાર્થ ખુલ્લામા માનવ જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી રાખેલ હોય તેમજ સ્ફોટક પદાર્થ રાખવા બાબતે મજકુર પાસે કોઇ લાયસન્સ કે આધાર ન હોય મજકુરે આઇ.પી.સી. કલમ ર૮૬ તથા એકસપ્લોજીવ એકટ ક.૯બી(૧-બી) મુજબ ગુન્હો કરેલ હોય ક.૧૩/૩૦ વાગ્યે અટક કરી મજકુર વિરૂધ્ધ ભાડલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩૦૦૧/૧૫ થી ગુન્હો દાખલ કરાવી ઈલેકટ્રીક ડીટોનેટર નંગ-૧૦૧ કિં.રૂ.૧૦૧૦ તથા જીલેટીન સ્ટીક-૪૧ કિં.રૂ.૪૧૦/- ના કબ્જે કરવામા આવેલ છે.
ઉપરોકત કામગીરીમા પો.સ.ઈન્સ. ડી.બી.મહેતા, એ.એસ.આઇ. વનરાજસિંહ ભીખુભા, પો.હેડકોન્સ. શરદભાઇ નિમાવત, સુભાષભાઇ ડાંગર, પો.કોન્સ. કરશનભાઇ સગરામભાઇ નાઓ સાથે હતા.
--------------------------
|
|