રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરી તા.૩૦/૦૩/૨૦૧૫ થી તા.૫/૦૪/૨૦૧૫
ગેરકાયદેસર હથીયાર પકડયાઃ-
(૧) તા.૩૦/૩/૨૦૧૫ નાં રોજ વિછીંયા પોલીસએ લાલાવદર ગામનાં બસ સ્ટેન્ડ પાસેથી રામજીભાઇ આંબાભાઇ રામાણી પટેલ ઉ.વ.૫૨ રહે.લીલાપુર વાળાને પોતાના કબ્જામાં રાખેલ ગેરકાયદેસર દેશી બનાવટનાં તમંચા કિ.રૂ.૩૫૦૦/- ના સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ વિછીંયા પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૨૫/૧૫ આર્મ્સ એકટ કલમ ૨૫(૧)એ-બી મુજબ ગુનો તા.૩૦/૩/૧૫ ના ક.૪/૦૦ વાગ્યે દાખલ કરાવી તેના વિરૂધ્ધ્ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પ્રોહીબીશનના શોધી કાઢેલ કેસોઃ-
(૧) તા.૩૦/૦૩/૨૦૧૫ નાં રોજ ઉપલેટા પોલીસએ નાની વાવડી ગામ પાસે પ્રોહી. અંગે રેઇડ કરી આરોપી (૧) વિરાભાઇ લખમણભાઇ રબારી રહે.રાયધરા વિગેરે ૩ ને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-૮૧ તથા બિયરનાં ટીન નંગ-૪૪ તથા મોબાઇલ ફોન વાહન વિગેરે મળી કૂલ રૂ.૫૯,૭૦૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેનાં વિરૂધ્ધ ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નં. ૫૦૮૧/૧૫ પ્રોહીબીશનની કલમ ૬૬(૧)બી, ૬૫-એ-ઇ, ૧૬૬-બી, ૮૧ મુજબ ગુનો તા.૩૦/૩/૧૫ નાં રોજ દાખલ કરાવી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
(ર) તા.૩૧/૩/૧૫ નાં રોજ એલ.સી.બી. રાજકોટ રૂરલએ ગોંડલ મુકામે ગંજીવાડામાં પ્રોહીબીશન અંગે રેઇડ કરી આરોપી (૧) ઘોઘાભાઇ ઉર્ફે લાલો હમીરભાઇ ભરવાડ વિ.-ર ને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-૨૭૩ તથા બીયરના ટીન નંગ-૪૫૧ એમ મળી કૂલ રૂ.૧,૧૩,૦૦૦/- તથા સાધનો સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૫૧૫૯/૧૫ પ્રોહી.કલમ-૬૬(૧)બી, ૬૫-એ-ઇ, ૮૧ મુજબનો ગુન્હો તા.૩૧/૩/૧૫ ના રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
(૩) તા.૧/૪/૧૫ ના રોજ રાજકોટ રૂરલ એલ.સી.બી.એ જામવાડી ગામે પ્રોહી અંગે રેઇડ કરી આરોપી (૧) અજય હિરાભાઇ ડાંગર રહે.જુનાગઢ વાળાને વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા બીયરના ટીન નંગ-૪૮ કિ.રૂ.૪૮૦૦/- તથા મોબાઇલ તથા વેગેનાર કાર વિગેરે મળી કૂલ રૂ.૧,૩૫,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ્ ગોંડલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૫૦૮૪/૧૫ પ્રોહી. કલમ-૬૬(૧)બી, ૬૫-એ-ઇ, ૧૧૬-બી, ૮૧ મુજબ ગુન્હો તા.૧/૪/૧૫ ના રોજ દાખલ કરાવી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
--------------------------
|