હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરી

તા.૧૫/૬/૨૦૧૫ થી તા.૨૧/૬/૨૦૧૫

 

આર્મ્સ એકટના શોધી કાઢેલ કેશો.ઃ-  

         તા.૧૫/૬/૨૦૧૫ ના રોજ રાજકોટ રૂરલ એસ.ઓ.જી.એ લોધીકા તાબેના પીપળીયા પાળ ગામની સીમમાં આવેલ ગોલ્ડન ઇન્ડસ્ટ્રીયલ ગેઇટ નં.૧ પાસેથી આરોપી કિરણભાઇ ઉર્ફે પકો મગનભાઇ સોલંકી ઉ.વ.૨૨ રહે.મુળ-અમરાપુર તા.કુકાવાવ જી.અમરેલી વાળાને લાઇસન્સ કે કોઇ આધાર વગર ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ-ર કિ.રૂ.૨૦૦/- સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ લોધીકા પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૩૩/૧૫ આર્મ્સ એકટ ૨૫(૧)(બી)(એ), ૨૯ મુજબ ગુન્હો તા.૧૫/૬/૧૫ ના રોજ દાખલ કરાવી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. 

 

મંદિર ચોરીનો ગુન્હો ડીટેકટ કર્યોઃ-

       વિરપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૩/૧૫ ઇ.પી.કો.ક.૪૪૭, ૩૮૦ વિગેરે મુજબનો ગુન્હો તા.૨૧/૫/૨૦૧૫ થી તા.૨૩/૫/૧૫ દરમ્યાન વાળા ડુંગરા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં બનેલ છે. આ કામે કોઇ અજાણ્યા આરોપીએ મંદિરમાં દર્શન કરવા આવી મંદિરમાંથી માતાજીનું છતર કિ.રૂ.૨૩,૦૦૦/-ની ચોરી કરી લઇ ગયેલ જેથી ફરીયાદી જગદીશભાઇ મનજીભાઇ રાઠોડ ખાંટ રહે.વાળા ડુંગરા વાળાની ફરીયાદ ઉપરથી ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. અને આ વણશોધાયેલ ગુન્હાની તપાસ દરમ્યાન આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી રવી જીવરાજભાઇ રાઠોડ ખાંટ ઉ.વ.૩૧ રહે.જેતપુર વાળાને પકડી પાડી ગુન્હો શોધી કાઢેલ છે.

 

 જુગારધારાના શોધેલ ગણનાપાત્ર કેસઃ-  

        તા.૧૬/૬/૧૫ ના રોજ રાજકોટ રૂરલ એલ.સી.બી.એ ગોંડલ તાબેના સેમળા ગામે જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧)આનંદસિંહ ઉર્ફે લાલુભા રાજેન્દ્રસિંહ ઝાલા રહે.ગોંડલ વિગેરે સાત આરોપીઓને ગંજીપાના વતી પૈસાની હારજીતનો તિન પતિનો જુગાર રમતા રોકડ રૂપીયા ૪,૨૭,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-પ કિ.રૂ.૨૦,૫૦૦/- અને વાહન ર કિ.રૂ.૮૦,૦૦૦/- મળી કૂલ કિ.રૂ.૫,૨૮,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ગોંડલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૩૧૪૫/૧૫ જુગારધારા ૪-પ મુજબનો ગુન્હો તા.૧૬/૬/૧૫ ના રોજ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

નાસતા ફરતા આરોપી પકડયાઃ-  

(૧)   જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૪/૧૦ તથા જુનાગઢ એ.ડીવી. પો.સ્ટે.  ગુ.ર.નં.૨૪૧/૧૪ ના કામે નાસતા ફરતા આરોપી જયેશ ઉર્ફે લાલો વિરમભાઇ મેર રહે.જુનાગઢ હાલ કોઠારીયા વાળાને શાપર વેરાવળ મુકામેથી પકડી પાડેલ છે.

(ર)    જેતપુર સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૫૧૩૬/૧૫ તથા જેતપુર તાલુકા પો.સ્ટે.  ગુ.ર.નં.૫૦૯૨/૧૫ ના કામના નાસતા ફરતા આરોપી શબ્બીર નુરમહમદ બ્લોચ રહે.જુનાગઢ વાળાને પકડી પાડેલ છે.      

 

                                      --------------------------  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 23-06-2015