હું શોધું છું

હોમ  |

હથિયાર પરવાનો (લાયસન્સ) મેળવવા
Rating :  Star Star Star Star Star   

હથિયાર પરવાનો મેળવવા માટેની પ્રક્રિયા 

                સ્વરક્ષણ માટે કે પાકરક્ષણ માટે હથિયાર પરવાનાની જરૂરિયાત છે તેવા નાગરિકોએ મુદ્દા નં. પર(બાવન)ના પરિશિષ્ટ-૧/પરમાં શસ્ત્ર લાઇસન્‍સ માટેની અરજીનો નમૂનો 'ક' , ભાગ-'ખ' , ભાગ-'ગ' , ભાગ-' ઘ'માં જણાવેલ વિગતોવાળી અરજી તૈયાર કરી હથિયાર પરવાનો મેળવવા માટે જિલ્‍લામાં જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીને આવી અરજીઓ નીચે જણાવેલ પ્રમાણપત્રો અને માહિતીઓ સાથે સામેલ રાખી મોકલી આપવાની રહેશે. જાતરક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા બાબતની જોગવાઈ શસ્ત્ર અધિનિયમ-૧૯પ૯ની કલમ-૩, ૧૩, ૧૪માં જણાવેલ છે. જેથી આવી અરજીઓ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીને સંબોધીને મોકલી આપવાની હોય છે અને આવી અરજીઓના આખરી નિકાલના સત્તાઅધિકારી પણ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી હોય છે. આવી અરજીઓની નિકાલ મર્યાદા ૭પ દિવસની રાખવામાં આવેલ છે. જેમાં પોલીસ અધીક્ષકશ્રીને દિન ૧પ, નાયબ પોલીસ અધીક્ષકશ્રી દિન ૧૪, એક્ઝિક્યુટિવ મેજિસ્‍ટ્રેટશ્રી દિન ૧૦ અને સંબંધિત પોલીસ સ્ટેશન દિન ૧પ અને જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીએ દિન ર૧માં આવી અરજીઓનો નિકાલ કરવાનો રહે છે. અરજદારશ્રીએ અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તે રીતે ભરવાની રહેશે. અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે.

  1. અરજદાર સરકારી નોકરીમાં હોય તો ખાતાના વડાનું ના વાંધા પ્રમાણપત્ર (પરિશિષ્ટ-ર/પર મુજબ)
  2. ઉંમરનો પુરાવો (સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો અથવા (સિવિલ સર્જનનો દાખલો)
  3. રહેઠાણનો પુરાવો (નગર પાલીકા/ગ્રામ પંચાયાત ટેક્સ બિલ/ લાઇટ બિલ/ટેલિફોન બિલ/ મતદાર (ઓળખકાર્ડની નકલ)
  4. શારીરિક/નાણાકીય જોખમ હોવા અંગેનો આધાર (છેલ્લાં બે વર્ષનાં બેન્ક સ્ટેટમેન્ટ્સની નકલ, પોલીસ ફરિયાદ કરેલ હોય તો તેની નકલ)
  5. ઇન્કમટેક્સ ભરતા હોય તો છેલ્લાં ત્રણ વર્ષનાં રિટર્ન્સની નકલ
  6. મોટા ખેડૂત ખાતેદાર હોય/વેપારધંધો કરતા હોય તો તેના પુરાવા (૮-અની નકલ) દુકાન/પેઢીની નોંધણીની વિગત
  7. હથિયાર પરવાનો મળવાના સમર્થનમાં કોઈ ચોક્કસ કારણો હોય તો તેના પુરાવા
  8. સ્ર્કુટિની ફી ચલણથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા કરાવ્યાનું અસલ ચલણ.

·         રિવોલ્વર /પિસ્તોલ માટે રૂ. ૧૦૦૦/-

·         પોઇન્ટ રર રાઇફલ/બ્રિજલોડ ગન માટે રૂ. ૧૦૦૦/-

·         રિપીટિંગ રાઇફલ માટે રૂ. ૧૦૦૦/-

·         એમ. એલ. ગન માટે રૂ. ૧૦૦૦/-

સ્વરક્ષણ હથિયાર પરવાનાની માગણી અંગે ઇન્ક્વાયરી ફોર્મમાં જણાવેલ વિગતે સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીએ ફોર્મમાં જણાવેલ વિગતે અને નીચેના મુદ્દાઓ ઉપર ખાતરી તપાસ કરી પોલીસ અભિપ્રાય આપવાનો રહેશે. કલેક્ટરશ્રી તરફથી પોલીસ વિભાગમાંથી જાતરક્ષણ માટેનો હથિયાર પરવાનો મેળવવા બાબતની અરજી તપાસ માટે મોકલાવવામાં આવે ત્યારે પોલીસ વિભાગ દ્વારા નીચે દર્શાવેલ મુદ્દાઓ અંગે તપાસ કરી પોલીસ અભિપ્રાય આપવામાં આવે છે.

  1. અરજદારના ચારિત્ર બાબત તેમ જ કોઈ ગુનામાં સંડોવાયેલની અને કોઈ ગુનામાં સજા કે દંડ થયેલ નથી તે બાબતે પોલીસ સ્‍ટેશનના રેકર્ડથી ચકાસણી કરી જણાવવામાં આવે છે તથા પૂર્વ ઇતિહાસ ચકાસવામાં આવે છે.
  2. અરજદારને રૂબરૂ બોલાવી તેઓ હથિયાર ચલાવવા શારીરિક તેમ જ માનસિક રીતે સક્ષમ છે કે કેમ? તેની ચકાસણી કરી નિવેદન લેવામાં આવે છે અને જન્મ તારીખનો આધાર મેળવવામાં આવે છે.
  3. અરજદાર પાસે હથિયાર રાખવા માટે સુરક્ષિત જગ્યા છે કે કેમ? તેની ચકાસણી કરવામાં આવે છે તથા રહેઠાણ અંગે આધાર મેળવવામાં આવે છે.
  4. અરજદારને જાતરક્ષણ માટે પરવાનાની જરૂરિયાત અંગેનાં સબળ કારણોની ચકાસણી કરવામાં આવે છે. જેમાં ઇન્કમટેક્સ ભરેલ છે કે કેમ? તેની ખાતરી કરી છેલ્લાં ત્રણ કે પાંચ વર્ષનાં ઇન્કમટેક્સ રિટર્ન મેળવવામાં આવે છે તથા કોઈ મોટો ધંધો કે રોજગાર હોય તો કેટલું ટર્નઓવર થાય છે વગેરે બાબતે આધાર-પુરાવા મેળવવામાં આવે છે અને જોખમ અંગે આધાર મેળવવામાં આવે છે.
  5. હથિયાર ચલાવતા આવડે છે કે કેમ? તેની ખાતરી કરવામાં આવે છે.
  6. અરજદાર સ્વભાવે ઉગ્ર કે ઝનૂની છે તે અંગે ગામના/આજુબાજુના રહેઠાણના પ્રામાણિક ઇસમો મારફતે તપાસ કરી નિવેદન લેવામાં આવે છે.
  7. આ અંગે ઉપરની વિગતેની ચકાસણી જે તે પોલીસ સ્‍ટેશનના થાણા ઇન્ચાર્જે  કરી આ અંગેના કાગળો પોલીસ સબડિવિઝન/વિભાગીય પોલીસ અધિકારી મારફતે ચકાસણી થઈ તેઓના અભિપ્રાય સાથે પોલીસ અધીક્ષકની કચેરીએ આવે છે. જ્યાં તમામ દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરી જરૂર જણાયે અરજદારને રૂબરૂ સાંભળી જે તે અભિપ્રાય આપી કાગળો કલેક્ટરશ્રીને મોકલી આપવામાં આવે છે.

    ઉપરોક્ત વિગતોની ચકાસણી કરી થાણા અધિકારીએ દિન ૧પમાં આવી અરજીઓનો નિકાલ કરી સંબંધિત વિભાગીય પોલીસ અધિકારીશ્રીને આગળની કાર્યવાહી માટે મોકલી આપવાની રહેશે અને વિભાગીય પોલીસ અધિકારીશ્રીએ ઇન્ક્વાયરી ફોર્મમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય દર્શાવી પોલીસ અધીક્ષકશ્રીના અભિપ્રાય માટે મોકલી આપવાની રહેશે અને જિલ્‍લા પોલીસ અધીક્ષકશ્રીએ ઇન્ક્વાયરી ફોર્મમાં પોતાનો જરૂરી અભિપ્રાય આપી આખરી નિકાલ માટે આવી અરજી મે. જિલ્‍લા કલેક્ટરશ્રીને મોકલી આપવામાં આવે છે.

 

(૩)    હથિયાર પરવાનો મેળવવા માટે

વિગત

નમૂનો

પરવાનો આપવાની સત્તા કોને છે ?

પાક અથવા ઢોરના સંરક્ષણ માટે 

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી

 માણસો અથવા ઢોરને હાનિ કરે તેવાં પશુઓના નાશ માટે ખેતી રક્ષણ

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી

દેખાવ લક્ષ્ય વીંધવાની પ્રેક્ટિસ

જિલ્લા મેજિસ્ટ્રેટ જાત રક્ષણ રાજ્ય બહારના
સમગ્ર ભારત માટે રાજય સરકારશ્રી

 

 

(ર)    અરજીના નિકાલનો સમય :

 

(૩)    રજૂ કરવાના કાગળો :

  1. નિયત નમૂનામાં નં. ક માં ૩ રૂપિયા ની કોર્ટ ફી ચોઢેલી અરજી (ત્રણ નકલમાં).
  2. જન્મતારીખ, જન્મસ્થળ અને રહેઠાણ અંગેના પુરાવા. દા. ત. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અભ્યાસનું પ્રમાણપત્ર, જન્મનોંધણી રજિસ્ટ્રારનું પ્રમાણપત્ર, રેશનકાર્ડની નકલ, મતદારયાદીની નકલ વગેરે.
  3. અરજીમાં દર્શાવેલ વિગતો અંગે જરૂરી પુરાવા હોય તો તે.
  4. ખેતીની/બિનખેતીની જમીનની વિગતો તથા તે અંગે ગામ નમૂના નં.  ૮અ વગેરે આધારભૂત પુરાવા.
  5. જે હેતુ માટે અને જે વિસ્તાર માટે હથિયાર માગેલ હોય તે અંગેનાં વાજબી કારણો તથા તેની પુષ્ટિ માટે આભારભૂત પુરાવા.
  6. સેલ્સટેક્સ, ઇન્કમટેક્સના ભરેલ રિર્ટનની છેલ્લી નકલ તથા પાંચ વર્ષમાં ભરેલ વર્ષવાર ટેક્સની વિગત.
  7. વાર્ષિક આવકનો દાખલો.
  8. લાઇસન્‍સ ફી ભર્યાનું અસલ ચલન ( ફી ૦૦પપ પોલીસ સદરે જમા કરાવવાની રહેશે).

(૪)    રિટેઇનરનું નામ દાખલ કરવાનું હોય તો જે વ્યક્તિનું નામ દાખલ કરવાનું હોય તે વ્યક્તિનાં જન્મતારીખ/સ્થળ/ રહેઠાણ સહિત નમૂના-કમાં અરજી આપવાની હોય છે.

(પ)    લાઇસન્‍સ રિન્યુ કરવા અંગે :-

લાઇસન્‍સની મુદત પૂરી થાય તે પહેલાં નીચે પ્રમાણેની રિન્યુ ફી ભર્યાના ચલન તથા અસલ લાઇસન્‍સ સાથે અરજી કરવાની હોય છે.

  • લાઇસન્‍સની મુદત પૂરી થાય તે પહેલાં અરજી કરે તો : નીચે- ૬માં જણાવ્યા મુજબ
  • મુદત પૂરી થયા બાદ અરજી કરે તો
  • લાઇસન્‍સની ફી જેટલી રકમ
  • લેઇટ ફી

1.      ફી લઈને આપેલ હોય તો લેઇટ ફી લાઇસન્‍સ ફી જેટલી

2.      ફી લીધા વિના લાઇસન્‍સ આપેલ હોય તો લેઇટ ફી રૂ. ૧૦૦/-

(૬)    લાઇસન્‍સ ફી / રિન્યુઅલ ફી :-

નીચે પ્રમાણેની લાઇસન્‍સ ફી/રિન્યુઅલ ફી ચલણથી ૦૦પપ પોલીસ સદરે સરકારી તિજોરીમાં ભરવાની હોય છે.

વિગત

લાઇસન્‍સ ફી

રિન્યુઅલ ફી

સ્વરક્ષણ માટેના હથિયારનું લાઇસન્‍સ ફોર્મ નં. ૩ (ક) પિસ્તોલ, રિવોલ્વર અને સ્વયં સંચાલિત રાઇફલ

૧૦૦૦

૧પ૦૦

(ખ) ઉક્ત (ક) અને નીચેના (ગ)માં જણાવેલ રર બોરની રાઇફલો સિવાયનો બ્રીચ લોડિંગ રાઇફલ

૧૦૦૦

૧પ૦૦

(ગ) રીમ ફાયર કાટ્રિજીસનો ઉપયોગ કરતી રર બોરની રાઇફલો, બ્રીચલોડિંગ સ્મુધ બોર અને એર રાઇફલો

૧૦૦૦

૧પ૦૦

(૩) એમ.એલ. ગન, એર ગન

૧૦૦૦

૧પ૦૦

નોધ : અન્ય કોઈ ફોર્મનાં લાઇસન્‍સ હોય તો તે માટેની ફી કચેરીમાં પૂછપરછ કરવી.

(૭)    લાઇસન્‍સની નકલ મેળવવા અંગે ( ડુપ્લિકેટ લાઇસન્‍સ ) :-

ડુપ્લિકેટ લાઇસન્‍સની ફી : -

કોઈ પણ લાઇસન્‍સ ફી સિવાય લાઇસન્‍સ આપેલ હોય તો ડુપ્લિકેટ લાઇસન્‍સની ફી રૂ. પ૦-૦૦ અને ફી લઈને આપેલ હોય તેવાં ડુપ્લિકેટ લાઇસન્‍સની ફી રૂ. ૧૦૦-૦૦

(૮)    અપીલ :-

અપીલ ફી

(૧) લાઇસન્‍સ ફી પ૦ કે તેથી વધુ હોય તો રૂ. ૧૦૦૦

 

(ર) બીજા કિસ્સામાં રૂ. પ૦૦

અપીલ સમય

૩૦ દિવસ

 

 

હથિયાર પરવાનો નામંજૂર/રદ કરવાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીના હુકમ સામે અપીલ જિલ્‍લા મેજિસ્ટ્રેટને થઈ શકશે.

જિલ્‍લા મેજિસ્ટ્રેટશ્રીના હથિયાર પરવાનો નામંજૂર/રદ કરવાના હુકમ સામે અપીલ નાયબ સચિવશ્રી ગૃહ વિભાગ ગાંધીનગરને થઈ શકશે.

જિલ્‍લા મેજિસ્ટ્રેટશ્રીના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિરુદ્ધની વિવાદ અરજીના હુકમ સામે અપીલ થઈ શકશે નહીં.

હથિયાર પરવાનો મેળવવા માટેનું અરજી ફોર્મ

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 29-12-2020