|
નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્ય પધ્ધતી
જાહેર માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ના કાયદા અંતર્ગત અત્રેની કચેરીના તાબા હેઠળના તમામ પો.સ્ટે/કચેરી મુજબ સબંધિત મુખ્ય અધિકારીઓને જાહેર માહિતી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે, તેઓના તાબા તળે મળતી તમામ અરજીઓ બાબતે નીર્ણય લેવાની તમામ સતા તેઓને સુપ્રત કરવામાં આવેલ છે.
અત્રેના જીલ્લા ખાતે સબંધિત પો.સ્ટે/કચેરી તરફ મળતી આ કાયદા તળેની અરજીઓ અનુસંધાને સબંધિત અરજદારોને થતા અસંતોષના કિસ્સામાં થતી અપિલ અરજીઓ માટે જીલ્લામા ડીવીઝન વાઇઝ કુલ-૦૩ અપિલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે, જેમાં જેતપુર ડીવીઝનના તમામ પો.સ્ટે ખાતે કરવામાં આવેલ મુળ અરજીઓ અંતર્ગત કરવામાં આવતી અપિલ અરજીઓ બાબતે નિર્યણ લેવાની સતા તથા નિકાલ કરવા બાબતે નાયબ પોલીસ અધિક્ષકશ્રી જેતપુર વિભાગ દ્વારા કરવામાં આવે છે તેમજ ગોંડલ ડીવીઝનના તમામ પો.સ્ટે ખાતે કરવામાં આવેલ મુળ અરજીઓ અંતર્ગત કરવામાં આવતી અપિલ અરજીઓ બાબતે નિર્યણ લેવાની સતા તથા નિકાલ કરવા બાબતે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોંડલ વિભાગ દ્વારા કરવામાં આવે છે, જ્યારે સ્થાનિક કચેરી/શાખાઓ ખાતે કરવામાં આવેલ મુળ અરજીઓ અંતર્ગત કરવામાં આવતી અપિલ અરજીઓ બાબતે નિર્યણ લેવાની સતા તથા નિકાલ કરવા બાબતે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક દ્વારા કરવામાં આવે છે
વિશેષમાં જીલ્લાના તમામ જાહેર માહિતી અધિકારીઓના આ કાયદા અંતર્ગત કરવામાં આવેલ કાર્યવાહીના અંતે તમામ સર્વોપરી સતા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નાઓ પાસે રહેલ છે.
|
|