હું શોધું છું

હોમ  |

સંસ્થાની વિગતો, કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

સંસ્થાની વિગતો, કાર્યો અને ફરજો

પ્રસ્તાવના

(૧)      આ પુસ્તિકા (માહિતી અધિકાર અધિનિયમ- ર૦૦પ) ની પાશ્ચાદભૂમિકા અંગે જાણકારી.

સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવા અને અધિકારીઓ/કર્મચારીઓને ફરજો પ્રત્યે ખૂબ જવાબદાર બનાવવાના હેતુથી તેમજ સરકાર ઘ્વારા બહાર પાડવામાં આવતી માહિતી નાગરીકો મેળવી શકે તે માટે આ અધિનિયમ અમલી બનાવવામાં આવેલ છે.

(ર)      આ પુસ્તિકાનો ઉદ્દેશ/હેતુ.

આ પુસ્તિકાનો ઉદ્દેશ રાજકોટ ગ્રામ્ય પોલીસ કઈ કઈ પ્રજાલક્ષી/પ્રજા ઉપયોગી/પ્રજાની ફરિયાદોનું નિવારણ કરવાની કાર્યવાહી કરે છે અને તે સંબંધી જરૂરી માહિતી/વિગતો મેળવવા માટે જરૂરી અધિકાર પ્રાપ્ત કરાવવાનો છે.

(૩)      આ પુસ્તિકા કઈ વ્યકિતઓ/સંસ્થાઓ/સંગઠનો વગેરેને ઉપયોગી છે.

આ પુસ્તિકા સામાન્ય નાગરિક, સેવાભાવી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો વગેરેને ઉપયોગી છે.

(૪)      આ પુસ્તિકામાં આપેલી માહીતીનું માળખુ.

 • રાજકોટ ગ્રામ્ય પોલીસ દળના મહેકમની માહીતી
 • રાજકોટ ગ્રામ્ય પોલીસ દળના કર્મચારી/અધિકારીની ફરજોની વિગત
 • રાજકોટ ગ્રામ્ય પોલીસ દળની કચેરીના ફોન, ફેકસ નંબર તથા ઈ-મેઈલ એડ્રેસની માહિતી
 • રાજકોટ ગ્રામ્ય પોલીસ દળના કર્મચારી અધિકારીના પગાર ભથ્થાની માહિતી
 • રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ સ્ટેશન હેઠળ આવતાં ગામોની માહિતી
 • રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ દળનો ઓર્ગેનાઈઝેશન ચાર્ટ
 • રાજકોટ ગ્રામ્ય પોલીસ દળના પોલીસ સ્ટેશન તથા શાખાઓ ખાતે ઉપલબ્ધ કાયદાના પુસ્તકો તથા ઈલેકટ્રોનીક        

          ઉપકરણોની માહીતી.

 • રાજકોટ ગ્રામ્ય પોલીસ દળની શાખાઓ તથા પોલીસ સ્ટેશનવાર માહીતી

 

(પ)      વ્યાખ્યાઓ શબ્દકોષ ખુબ જ સરળ રાખેલ છે.

(૬)      કોઈ વ્યકિત આ પુસ્તિકામાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા માંગે તો તે માટેની સંપર્ક વ્યકિત.

  

 • માહિતી અધિકારી.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના તમામ થાણા અધિ.શ્રીઓ(શાખાઓ સહિત)

કચેરી અધિક્ષકશ્રી પો.અધિશ્રીની કચેરી રાજકોટ ગ્રામ્ય

(૭) આ પુસ્તિકામાં ઉપલબ્ધ ન હોય તે માહિતી મેળવવા માટેની કાર્યપઘ્ધતિ અને ફી.

 • માહિતી અધિકારીને રજુઆત કરી શકાય.
 • નિયત કરેલ ફી ભરી માહિતી મેળવી શકાય.

 

પોલીસ અધિક્ષક
  રાજકોટ ગ્રામ્ય, રાજકોટ.

 

 

સંસ્થાની વિગતો, કાર્યો અને ફરજો

(૧) સંસ્થાનો ઉદ્દેશ અને હેતુ.

 રાજકોટ ગ્રામ્ય પોલીસ દળ હેઠળ આવતા વિસ્તારના નાગરીકોના જાન માલનું રક્ષણ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવાનો મુખ્ય ઉદેશ છે.

(ર) સંસ્થાનું મિશન અને વિઝન.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ કર્મચારી અને અધિકારી જીલ્લાના પ્રજાજનોનો સહકાર મેળવી રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં સુલેહ શાન્તિનું વાતાવરણ જળવાય રહે અને લોકો ખુબ જ નિશ્ચિંત રહી તમામ પ્રકારે તેમનો વિકાસ સાધે તેવું મિશન અને વિઝન ધરાવે છે.

(૩) સંસ્થાનો ટુંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ.

ગુજરાત રાજયમાં રાજકોટ જીલ્લો એ સૌરાષ્ટ્રનો એક મહત્વનો જીલ્લો છે. શરૂઆતમાં પોલીસ દળ રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્ય એક વિભાગ નીચે કાર્યાન્વિત હતું ત્યારબાદ રાજકોટ જીલ્લા પોલીસ દળને સરકારશ્રીના ગ્રુહ વિભાગના ઠરાવ ક્રમાક - પી.ઓ.એસ./ર૩૭૬/૪૬૬૦/સી, તા. ર૯/૭/૧૯૭૬ ના હુકમથી રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્યનું વિભાજન કરવામાં આવ્યુ. ત્યારબાદ ગ્રુહ વિભાગના જાહેરનામા ક્રમાંક - નં.જીજી/૧૫/પીએસટી/૧૦૨૦૧૩/૭૮૩/વી: તા. ૧૮/૦૧/૨૦૧૪ અન્‍વયે રાજકોટ ગ્રામ્ય જીલ્લામાંથી મોરબી જીલ્લાનું વિભાજન થયેલ છે.  

રાજકોટ ગ્રામ્ય જીલ્લો પોલીસ અધિક્ષકશ્રી કક્ષાના અધિકારી હસ્તક છે. હાલમાં શ્રી બલરામ આઈ.પી.એસ., પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે.

(૪) સંસ્થાની ફરજો.

રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની મુખ્ય ફરજ છે.

(પ) સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓ/કાર્યો.

 • સમગ્ર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા લોકોના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી      છે.
 • જીલ્લામાં બનતા ગુન્હાઓ શોધી કાઢવા.
 • પુરતા અટકાયતી પગલા લઈ ગુન્હાઓ બનતા અટકાવવા.
 • નાગરીકો તરફથી આવતી અરજીઓ તથા રજુઆતો સંબધે પુરતી તપાસ કરી ન્યાયીક પગલા લેવા.
 • ધાર્મિક, રાજકીય તથા કામદાર સંગઠનો ઘ્વારા થનાર સભા-સરધસમાં પુરતી કાળજી લઈ કાયદો અને           વ્યવસ્થાની જાળવણી કરવાની ફરજ          છે.
 • કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની નિતી અનુસાર ધડવામાં આવેલ કાયદાઓ તથા જાહેરનામાનું યોગ્ય      રીતે પાલન કરાવવાની ફરજ છે.

 (૬) સંસ્થા ઘ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સક્ષિપ્ત વિવરણ.

 • રાજકોટ ગ્રામ્ય હેઠળ આવતાં વિસ્તારના નાગરીકો માટે પાસપોર્ટ વેરીફીકેશન.
 • રાજકોટ ગ્રામ્ય હેઠળ આવતાં વિસ્તારના નાગરીકોના પોલીસ વેરીફીકેશન.
 • રાજકોટ ગ્રામ્ય હેઠળ આવતાં વિસ્તારના નાગરીકો તરફથી પરવાના મેળવવા માટે આવતી અરજીઓનું           વેરીફીકેશન.
 • રાજકોટ ગ્રામ્ય હેઠળ આવતાં વિસ્તારના નાગરીકોને ટ્રાફીક શાખાની મદદથી ટ્રાફીકનું નિયમન રાખવા        યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.
 • રાજકોટ ગ્રામ્ય પોલીસ દળ કુદરતી આફતોના સમયે રાજકોટ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને જરૂરી મદદ કરે છે.

                   રાજકોટ ગ્રામ્ય પોલીસ દળના માઉન્ટેન્ડ યુનિટમાં રાઈડીગ કલબ રાખવામાં આવેલ છે. આ કલબમાં                    નિયમાનુસાર ફી લઈ વિધાર્થીઓ તથા પ્રજાજનોને ધોડેશ્વારની તાલીમ આપવામાં આવે છે.

 

 

(૭) સંસ્થાના માળખાનો આલેખ.

પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય જીલ્લા

નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક

---- પો.ઇન્‍સ. એલ.સી.બી.

---- પો.ઇન્‍સ. એસ.ઓ.જી.

---- પો.ઇન્‍સ. એલ.આઈ.બી.

---- પો.ઇન્‍સ. એમ.ટી.

---- પો.ઇન્‍સ. માઉન્ટેડ

---- પો.ઇન્‍સ. વાયરલેસ

----- કમાન્ડ કન્ટ્રોલ

---- પો.સબ.ઈન્સ. રીડર (એસ.પી.)

---- પો.સબ.ઈન્સ. એમ.ઓ.બી.

---- પો.સબ.ઈન્સ. કોમ્પ્યુટર

---- પો.સબ.ઈન્સ. જી.આર.ડી.

--- પો. સબ ઇન્સ. જિલલા ટ્રાફિક

---- રીર્ઝવ પો.સબ.ઈન્સ. હેડ કવાર્ટર

કચેરી અધિક્ષક

---- હીશાબી શાખા

---- શીટ શાખા

---- ડી.પી. શાખા

---- સી.બી.

---- અરજી

---- રજીસ્ટ્રી શાખા

 
 

નાયબ પોલીસ અધિક્ષક એસ.સી./એસ.ટી.

---- પો.સબ.ઈન્સ. રીડર (એસ.સી./એસ.ટી. સેલ)

નાયબ પોલી અધિક્ષક
ગોંડલ ડીવીઝન

---- પો.ઇન્‍સ. ગોંડલ સીટી

---- પો.ઇન્‍સ. ગોંડલ તાલુકા

---- પો.ઇન્‍સ. જસદણ

---- પો.સબ.ઈન્સ. મહીલા પો.સ્ટે.

સર્કલ પો.ઈન્સ ગોંડલ

---- પો.સબ.ઈન્સ. કોટડા સાંગાણી

 

---- પો.સબ.ઈન્સ શાપર વેરાવળ

 

---- પો.સબ.ઈન્સ. લોધીકા

---- પો.સબ.ઈન્સ. પડધરી

સર્કલ પો.ઈન્સ જસદણ

---- પો.સબ.ઈન્સ. વિંછીયા

 

----- પો.સબ.ઈન્સ. ભાડલા

--- -પો.સબ.ઈન્સ. આટકોટ

 

નાયબ પોલીસ અધિક્ષક
જેતપુર ડીવીઝન

---- પો.ઇન્‍સ. જેતપુર સીટી

 

---- પો.ઇન્‍સ. ધોરાજી

 

---- પો.ઇન્‍સ. ઉપલેટા

 

સર્કલ પો.ઇન્‍સ. ધોરાજી

---- પો.સબ.ઈન્સ. જેતપુર તાલુકા

 

---- પો.સબ.ઈન્સ. ભાયાવદર

 

---- પો.સબ.ઈન્સ. પાટણવાવ

 

---- પો.સબ.ઈન્સ. જામ કંડોરણા

 

---- પો.સબ.ઈન્સ. વિરપૂર

 

 

 

 (૮) સંસ્થાની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ.

 • રાજકોટ ગ્રામ્ય જીલ્લાની પ્રજા જ્ઞાતિ તથા ધર્મના ભેદભાવ વગર સુલેહ શાંતિથી રહી સંસ્થાને મદદરૂપ થઈ   શકે છે.
 • પ્રજાજનો તેમની ફરીયાદ બાબતે સમયસર પોલીસનો સંપર્ક સાધે અને તપાસમાં સંપુર્ણ સહકાર આપે અને   તેમની પાસે ઉપલબ્ધ માહીતીઓ પોલીસ સુધી પંહોચાડી પોલીસને ફરીયાદ નિવારણમાં મદદરૂપ થઈ શકે.
 • કુદરતી આફતોના સમયે પ્રજાજનો પોલીસને સહકાર આપી થયેલ નુકશાનને પંહોચી વળવા જરૂરી મદદ      કરી ઉપયોગી બની શકે છે.
 • કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવામાં સહકાર આપી મદદરૂપ થઈ શકે.

(૯) લોક સહયોગ મેળવવા માટેની ગોઠવણ અને પઘ્ધતિઓ.

 • સમયાંતરે થાણા કક્ષાએ લોક દરબાર યોજી પ્રજાના પ્રશ્નો સાંભળવા માટેનું આયોજન કરવામાં આવે છે. આ   સમયે લોકોના પ્રશ્નો સાંભળવામાં આવે છે અને તેનું શકય તેટલુ ઝડપી નિરાકરણ લાવવા પ્રયત્નો કરવામાં          આવે છે.
 • આવા કાર્યક્રમો દરમ્યાન લોકોનો સહયોગ મેળવવા સુચનોની આપ– લે કરવામાં આવે છે.
 • વખતોવખત ટ્રાફીક સપ્તાહ જેવા કાર્યક્રમો યોજી પ્રાણધાતક અકસ્માતો નિવારવા પ્રજાને માહિતગાર           કરવામાં આવે છે. આ કામગીરી માટે લોક સહાયથી જરૂરી પોસ્ટરો અને બેનરો પ્રદર્શીત કરવામાં આવે છે.
 • લોકોના સહકારથી કાર્યક્રમો યોજી સંસ્થાને પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે ઉપયોગી એવા સાધનો અને           સુવિધાઓ વસાવવામાં આવે છે.

 

 (૧૦) સેવા આપવાના દેખરેખ, નિયત્રંણ અને જાહેર ફરીયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર.

રાજકોટ ગ્રામ્ય જીલ્લો પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીશ્રીની દેખરેખ હેઠળ નીચે જણાવેલ અધિકારી/કર્મચારીની મદદથી ફરીયાદ નિવારણની કામગીરી કરે છે.

આ જીલ્લામાં ૨-વિભાગીય કચેરી આવેલ છે, વિભાગીય કચેરીઓમાં નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી કાર્યરત છે. જેમાં (૧) ગોંડલ વિભાગ (ર)  જેતપુર વિભાગ આવેલ છે.

આ જીલ્લામાં ૩-સર્કલ પો.ઇન્‍સ.ની કચેરીઓ કાર્યરત છે. જેમાં (૧) ગોંડલ (૨) જસદણ (૩) ધોરાજી નો સમાવેશ થાય છે.

આ જીલ્લામાં આવેલ ૧૮-પોલીસ સ્ટેશનનો પૈકી ૫ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેકટરશ્રી કક્ષાના અધિકારીને પોલીસ સ્ટેશનની ગુન્હાકીય પરિસ્થિતી તથા તાલુકા મથકની દ્રષ્ટીએ તેની અગત્યતાના કારણે નિમણુંક આપવામાં આવેલ છે. તે સિવાયના બાકીના ૧૨ પોલીસ સ્ટેશનમાં પો.સ.ઈ. કક્ષાના અધિકારીને નિમવામાં આવેલ છે.

આ ઉપરાંત સરકારશ્રીના ગ્રુહ વિભાગના ઠરાવ ક્રમાક - પસથ/૧૦૯પ/૮પ૮/વ, તા. ૧૯/૯/૯૬ આધારે આ જીલ્લામાં એકમાત્ર મહીલા પોલીસ સ્ટેશન ગોંડલ ખાતે કાર્યરત છે.જેમાં મહિલા પો.સ.ઇ ફરજ બજાવે છે.

 

 

(૧૧) મુખ્ય કચેરી અને જુદા – જુદા સ્તરોએ આવેલી કચેરીના સરનામા.

ક્રમ

કચેરીનું નામ

સરનામું

પોલીસ અધિક્ષકની કચેરી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ

ગીરનાર ટોકીઝ સામે, રાજકોટ – ૩૬૦૦૦૧

રીઝર્વ પોલીસ સબ ઈન્સ.ની કચેરી
પોલીસ હેડ કર્વાટર, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ

કાલાવડ રોડ, મવડી હેડ કર્વાટર, રાજકોટ – ૩૬૦૦૦૪

પો.ઈન્સ. માઉન્ટેડની કચેરી રાજકોટ ગ્રામ્ય, રાજકોટ

પોપટપરા, રાજકોટ જીલ્લા જેલ પાસે, રાજકોટ –૩૬૦૦૦૪

મોટર ટ્રાન્સપોર્ટની કચેરી,
રાજકોટ ગ્રામ્ય, રાજકોટ

કાલાવડ રોડ, મવડી હેડ કર્વાટર, રાજકોટ – ૩૬૦૦૦૪

પોલીસ વાયરલેસ ઈન્સ્પે.ની કચેરી
રાજકોટ ગ્રામ્ય રાજકોટ

કલેકટરશ્રીના બંગલા પાસે, જામટાવર ચોક પાસે, રાજકોટ – ૩૬૦૦૦૧

 

પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય,

 જામ ટાવર ચોક, જામનગર રોડ, રાજકોટ.

 

પો.ઇન્સ.શ્રી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય,

જીલ્લા તાલીમ ભવન પો.હેઙ.ક્વા કાલાવાડ રોડ, રાજકોટ.

 

જિલ્લા ટ્રાફિક રાજકોટ ગ્રામ્ય,

 નેશનલ હાઇવે રોડ, નં-૨૭, ચરખડી પાટીયા પાસે રાજકોટ.

ગોંડલ ડીવિઝન

વિભાગીય પોલીસ અધિ.ની કચેરી
ગોંડલ વિભાગ, ગોંડલ

સ્ટેશન પ્લોટ, ગોંડલ પીન નં. – ૩૬૦૩૧૧

ગોંડલ સીટી

ભગવતપરા, ગોંડલ, પીન નં. – ૩૬૦૩૧૧

ગોંડલ તાલુકા

રાજકોટ જેતપુર હાઇવે, સંતોષી માતાના મંદીર પાસે ગોંડલ-૩૬૦૩૧૧

મહીલા પો.સ્ટે. ગોંડલ

કોટડા સાંગાણી રોડ, ગોંડલ, પીન નં. – ૩૬૦૩૧૧

કોટડા સાંગાણી

ભાડવા રોડ , કોટડા સાંગાણી પીન નં. – ૩૬૦૦૩૦

જસદણ

વાજસુરપરા, જસદણ, જિલ્લો રાજકોટ. પીન નં. – ૩૬૦૦પ૦

વિછીયા

મોઢુકા રોડ, વિછીયા,પીન નં. – ૩૬૦૦પપ

લોધીકા

બસ સ્ટેન્ડ સામે, લોધીકા પીન નં. – ૩૬૦૦૩પ

ભાડલા

રાજકોટ રોડ, ભાડલા,પીન નં. – ૩૬૦૦૮૦

પડધરી

મામલતદાર ઓફીસની બાજુમાં, પડધરી, જિલ્લો રાજકોટ

 

શાપર-વેરાવળ

નેશનલ હાઇવે નં-૨૭, શાપર

 

આટકોટ

રાજકોટ – ભાવનગર સ્ટેટ હાઇવે, આટકોટ

૧૦

સી.પી.આઈ.ગોંડલ

ભગવતપરા, ગોંડલ,પીન નં. – ૩૬૦૩૧૧

૧૧

સી.પી.આઈ.જસદણ

ટાવરચોક, જસદણ,પીન નં. – ૩૬૦૦પ૦

 

જેતપુર ડીવિઝન

વિભાગીય પોલીસ અધિ.ની કચેરી
જેતપુર વિભાગ, જેતપુર

જુનાગઢ રોડ, જેતપુર પીન નં. – ૩૬૦૩૭૦

જેતપુર સીટી

મેઈન બજાર, જેતપુર,પીન નં. – ૩૬૦૩૭૦

જેતપુર તાલુકા

જુનાગઢ રોડ, જેતપુર પીન નં. – ૩૬૦૩૭૦

ધોરાજી

બ્લ્યુ સ્ટાર સીનેમાની બાજુમા, ધોરાજી પીન નં. – ૩૬૦૪૧૦

ઉપલેટા

દરબાર ગઢ, ઉપલેટા પીન નં. – ૩૬૦૪૯૦

ભાયાવદર

રેલ્વે સ્ટેશન રોડ, ભાયાવદર,પીન નં. – ૩૬૦૪પ૦

જામ કંડોરણા

દરબાર ગઢ, જામ કંડોરણા.

પાણટવાવ

બસ સ્ટેન્ડ સામે, પાટણવાવ, પીન નં. – ૩૬૦૪૩૦

વિ

વિરપુર

 નેશનલ હાઇવે નં-૨૭,  વિરપુર

સી.પી.આઈ.ધોરાજી

સ્ટેશન રોડ,બંમ્બા ગેટ પો.ચોકીની બાજુમા, ધોરાજી પીન નં. – ૩૬૦૪૧૦

 

 

 

 

 

Page 1 [2]
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 11-05-2022