|
|
નીતિ અમલીકરણના પ્રજાના વિચારો અને રજુઆતોની ગોઠવણ
|
|
|
પોલીસ સ્ટેશન ખાતે દરમાસે લોક દરબાર યોજવામાં આવે છે. આ દરમ્યાન લોકોના પ્રશ્નો સાંભળી સ્થાનિક અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી લોકપ્રશ્નનો નિકાલ કરવામાં આવે છે. આ પ્રસંગે લોકો તરફથી મળતાં સુચનો નોંધી કરી કાયદાની મર્યાદામાં રહી તે મુજબ અમલીકરણ કરવા પ્રયત્નો કરવામાં આવે છે.
૨/- આ ઉપરાંત અત્રેની કચેરી ખાતે આવતા અરજદારોને સાંભળી તેઓના પ્રશ્નોનો નિરાકરણ બાબતે જે તે સબંધિત થાણા અધિશ્રીને જણાવી યોગ્ય નિકાલ કરવામાં આવે છે ત્યાર બાદ સપ્તાહ બાદ જે તે અરજદારનો ફોનથી સંપર્ક કરી રિવ્યુ મેળવવામાં આવે છે.
૩/- તદઉપરાંત અત્રેની કચેરી દ્રારા યોજવામા આવતા દરેક પોલીસ સ્ટેશન ખાતેના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન સ્થાનિક આગેવાનો તથા પ્રજાજનોનો લોકદરબાર યોજી રજુઆતો સાંભળી સ્થાનિક અધિકારીશ્રીઓને આ બાબતે કાયદાની જોગવાઇઓ મુજબ નિકાલ કરવા સુચના કરવામાં આવે છે અને બાદમાં તે બાબતે અત્રેથી રિવ્યુ મેળવવામાં આવે છે.
|
|