|
(૧૪) વિજાણું / ઇલેકટ્રોનિક સ્વરૂપમાં વિવિધ યોજનાઓની ઉપલબ્ધ માહિતી
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ દળની વેબસાઈટ ઉપલબ્ધ છે. જેનું સરનામું www.sprajkot.gujarat.gov.in છે. આ વેબસાઇટ પર જીલ્લાની તમામ માહિતી આપવામાં આવેલ છે, અને આ માહિતી સમયાનુસાર અપડેટ કરવામાં આવે છે. જીલ્લાની વડી કચેરી ખાતે તમામ શાખાઓમાં કોમ્પ્યુટર ફાળવવામાં આવેલ છે. આ કોમ્પ્યુટરોને નેટવર્કથી જોડવામાં આવેલ છે. જીલ્લાના તમામ પો. સ્ટે. ખાતે જી.એસ.વાન નેટવર્ક સાથે કોમ્પ્યુટર સીસ્ટમ ઉપલબ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ eGujCop પ્રોજેક્ટનું અમલીકરણ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નિયમિત રીતે કરવામાં આવે છે.
|
|