રાજકોટ રૂરલ જીલ્લા પોલીસે કરેલ સારી કામગીરી
તા.૨૩/૦૫/૨૦૧૬ થી તા.૨૯/૦૫/૨૦૧૬ સુધીની સારી કામગીરી
ગેરકાયદેસર હથિયાર પકડયાઃ-
તા.૨૫/૦૫/૨૦૧૬ના રોજ શ્રી આર.ડી.ચુડાસમા પો.સ.ઇ. એસ.ઓ.જી.રાજકોટ રૂરલનાઓએ આરોપી પ્રકાશભાઇ ઉર્ફે ભાણો સોમાભાઇ વાધેલા ઉવ.ર૧ રહે,શાપર વાળાને પોતાના કબજામાં ગેર કાયદેસર લાયસન્સ વગર એક દેશી બનાવટના તમંચા કિં.રૂ. ૫૦૦૦/- તથા કાર્ટીસ નંગ-ર કિ.રૂ.૧૦૦/- ના પોતાના કબજામાં રાખી નીકળતા તા તેને પકડી પાડી તેના વિરૂધ્ધ કોટડાસાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૨૦/૧૬ આર્મ્સ એકટ ક.૨૫(૧-બી)એ.મુજબ ગુનો તા.૨૫/૦૨/૨૦૧૬ ના રોજ દાખલ કરાવી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ધરફોડ ચોરીનો ગુનો શોધી કાઢયોઃ-
પાટણવાવ પો.સ્ટે.,ગુ.ર.નં.૦૪/૧૬ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૦/૦૫/૧૬ ના રોજ જાહેર થયેલ જેમાં ફરીયાદી શ્રી ધર્મેશભાઇ કિશોરભાઇ પાટડીયા, રહે.ધોરાજી, હેમકુંજ એપાર્ટમેન્ટવાળાની મોટીમારડ ગામે આવેલ વૃજ જવેલર્સ નામની દુકાનના તા.તા.૧૨-૧૩/૦૫/૨૦૧૬ ક.૨૦/૦૦ થી ૦૬/૦૦ દરમ્યાન તોડી અંદરથી કોઇ ઇસમો સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૯૭,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોય આ વણશોધાયેલ ગુન્હાની તપાસમાં એલ.સી.બી.રાજકોટ રૂરલે રહી મળેલ હકિકત આધારે આરોપી (૧) રણજીત ધીરુ મચ્છુ દેવીપુજક રહે.વાસાવડ તા.ગોંડલ, (૨) સંગી બટુક દલુ દેવીપુજક રહે.ઢાંઢણી તા.જી.રાજકોટ (૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જીતુ ઉર્ફે કટી મુની રામા દેવીપુજક રહે.વાસાવડ તા.ગોંડલ વાળાઓને તા.૨૨/૦૫/૧૬ ના રોજ પકડી પાડી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ નંગ-૦૩ મળી કુલ રૂ.૯૮,૫૦૦/- નો મુદામાલ કબજે કરી આ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે
ચોરીનો ગુનો શોધી કાઢયોઃ-
જુનાગઢ જીલ્લાના બિલખા પો.સ્ટે.ગુ.ર.નં.૦૩/૧૬ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા.૧૬/૦૨/૧૬ ના જાહેર થયેલ જેમાં ફરીયાદી રાજેશભાઇ છગનભાઇ રૈયાણી, રહે. બિલખા, નાગ્રેચાવાડીવાળાના હવાલાનું હિરો સ્પ્લેન્ડર મો.સા. નંબર જીજે. ૧૧એબી. ૨૯૭૫ કિ.રૂ. ૫૦,૦૦૦/-નું તા.૧૪/૦૨/૧૬ ના રોજ ફરીયાદીના ઘર પાસેથી કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય આ કામે એલ.સી.બી.રાજકોટ રૂરલે આરોપી (૧) રણજીત ધીરુ મચ્છુ દેવીપુજક રહે. વાસાવડ તા.ગોંડલવાળાની પુછપરછ કરતા આ ગુન્હો કરેલની કબુલાત આપતા આ ચોરીમાં ગયેલ મુદામાલનું હીરો સ્પ્લેન્ડર મો.સા કબજે કરી તેમજ સહ આરોપી (૨) રમેશ ભીખાભાઇ વાઘેલા રહે.ચુડાવાળાનું નામ ખોલાવી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.
|